સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની અરજી પ્રક્રિયા શરૂ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા
સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષા માટેની એપ્લિકેશન પ્રોસેસ 7 નવેમ્બર, મંગળવારના રોજથી શરૂ થઈ છે. અરજી કરવા માટે 16 ડિસેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન કરવા માટે, તમારે ઓફિશિયલ વેબસાઇટ nta.nic.in પર જવું પડશે.
દેશની ટોપ સૈનિક સ્કૂલમાં એડમિશન માટે યોજાનારી AISSEE પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રેન્સ એક્સામ એટલે કે AISSEE 2024 માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. એડમિશન માટેના રજીસ્ટ્રેશનની ઓનલાઈન લીંક એકટિવ થઈ ગઈ છે. તેમાં રજીસ્ટ્રેશન કરવા માટે, તમારે ઓફિશિયલ વેબસાઇટ nta.nic.in પર જવું પડશે.
અરજી કરવા માટે 16 ડિસેમ્બર 2023 છેલ્લી તારીખ
સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષા માટેની એપ્લિકેશન પ્રોસેસ 7 નવેમ્બર, મંગળવારના રોજથી શરૂ થઈ છે. અરજી કરવા માટે 16 ડિસેમ્બર 2023 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સ મૂજબ અરજી ફોર્મ ભરી શકે છે.
એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન
- સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા વેબસાઇટ nta.nic.in પર જાઓ.
- વેબસાઇટના હોમ પેજ પર Latest Notice ની લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAMINATION(AISSEE)-2024 લિંક પર ક્લિક કરો.
- આગળના પેજ પર પર પૂછવામાં આવેલી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન બાદ તમે અરજી ફોર્મ ભરી શકો છો.
કેટલી ભરવી પડશે રજીસ્ટ્રેશન ફી
પ્રવેશ પરીક્ષાના રજીસ્ટ્રેશન માટે સામાન્ય અને OBC ઉમેદવારોએ 650 રૂપિયા ફી ભરવાની રહેશે. SC અને ST કેટેગરીના ઉમેદવારો 500 રૂપિયા જમા કરાવવાના રહેશે. અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
આ પણ વાંચો : JEE અને NEET ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, આ રાજ્યોમાં મળશે ફ્રી કોચિંગ
ક્યારે યોજાશે પ્રવેશ પરીક્ષા
સૈનિક સ્કૂલમાં એડમિશન લેવા માટેની પરીક્ષા 21 જાન્યુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. આગામી સત્રમાં પ્રવેશ માટે આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા દ્વારા સૈનિક સ્કૂલમાં ધોરણ 6 અને 9 માં પ્રવેશ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ તેના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમામ વિગતો જોઈ શકે છે.