12ની પરીક્ષા માટે CBSE બોર્ડનો મોટો નિર્ણય, કોમર્સના વિદ્યાર્થીઓએ તરત કરો ચેક
CBSEના જે સ્ટુડન્ટ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેના માટે મોટા ન્યૂઝ છે. ધોરણ 12ના એકાઉન્ટન્સી પરીક્ષામાં હવે કોઈ પણ પ્રકારનું ટેબલ આપવામાં આવશે નહી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દરેક પરીક્ષામાં એકાઉન્ટન્સી પરીક્ષાની આન્સરશીટમાં પ્રિન્ટેડ ટેબલ આપતું હતું, પરંતુ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટેબલ ઉપલબ્ધ કરવામાં આવશે નહીં. આ નિયમ આ વર્ષથી જ લાગુ થશે. એટલે કે હવે વિદ્યાર્થીઓને અન્ય વિષયોની જેમ આન્સરશીટ આપવામાં આવશે.
આ પણ વાંચો : CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ માટે રજીસ્ટ્રેશન શરૂ, 10 ધોરણ પાસ વિદ્યાર્થીનીઓ કરી શકે છે અરજી
જેમાં કોઈપણ પ્રકારનું ટેબલ બનાવવામાં આવશે નહીં. આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને આ વાત ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
ધોરણ 12ની કોમર્સની પરીક્ષાને લઈને મોટો નિર્ણય
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને આ વર્ષની ધોરણ 12ની કોમર્સની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી ધોરણ 12માની એકાઉન્ટન્સી પરીક્ષામાં આપવામાં આવતી આન્સર સીટ પણ અન્ય વિષયોની આન્સર સીટ જેવી જ હશે. વિદ્યાર્થીઓને નિયમો અનુસાર પરીક્ષામાં બેસવાની સલાહ આપવામાં આવે છે.
ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઇટ www.cbse.gov.in પર ચેક કરી શકે છે. જો કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 2024માં યોજાનારી બોર્ડની પરીક્ષાની ડેટશીટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી. અને નોટિફિકેશન ચેક કરતા રહેવું.
CBSE એ રજીસ્ટ્રેશન ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે
CBSE બોર્ડે હાલમાં જ ધોરણ 9 અને ધોરણ 11મા માટે રજીસ્ટ્રેશન ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખને લંબાવી છે. આનો અર્થ એ થયો કે હવે શાળાના હેડ્સ 25 ઓક્ટોબર, 2023 સુધી લેટ ફી વિના આ ડેટા સબમિટ કરી શકશે. શાળાઓને લેટ ફી ટાળવા માટે સમયસર બોર્ડ સાથે માહિતી શેર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આ પછી બીજો મોકો આપવામાં આવશે નહીં.
આ રીતે ચેક કરો ડેટાશીટ
- સૌથી પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
- પછી હોમપેજ પર CBSE ધોરણ 10મી અથવા CBSE 12મી તારીખ શીટ 2024 PDF લિંક પર ક્લિક કરો.
- આ પછી સ્ક્રીન પર CBSE પરીક્ષા તારીખ 2024 PDF ફાઇલ દેખાશે.
- હવે પરીક્ષા તારીખ સમય અને અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ કાળજીપૂર્વક તપાસો.
- આ પછી વિદ્યાર્થીઓએ તેને ડાઉનલોડ કરીને રાખવું.
- પછી વિદ્યાર્થીઓએ પોતાની જરૂરિયાત માટે તેની પ્રિન્ટ કાઢી લેવી જોઈએ.