AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAT પરીક્ષાની તૈયારી માટે મોક ટેસ્ટ લિંક એક્ટિવ કરવામાં આવી, સેમ્પલ પેપર દ્વારા કરો તૈયારી

IIM દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર CAT એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 માટે મોક ટેસ્ટ રિલીઝ કર્યા છે. જે વિદ્યાર્થીઓએ CAT પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ IIM ની ઓફિશિયલ વેબસાઇ પરથી તેને ડાઉનલોડ કરી શકે છે. મોક ટેસ્ટ દ્વારા ઉમેદવારો પરીક્ષા માટે તેમની તૈયારીની ચકાસણી કરી શકે છે.

CAT પરીક્ષાની તૈયારી માટે મોક ટેસ્ટ લિંક એક્ટિવ કરવામાં આવી, સેમ્પલ પેપર દ્વારા કરો તૈયારી
CAT Exam 2023
| Updated on: Nov 14, 2023 | 7:29 PM
Share

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે, IIM દ્વારા તેની ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર CAT એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 માટે મોક ટેસ્ટ રિલીઝ કર્યા છે. જે વિદ્યાર્થીઓએ CAT પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ IIM ની ઓફિશિયલ વેબસાઇ પરથી તેને ડાઉનલોડ કરી શકે છે. મોક ટેસ્ટ દ્વારા ઉમેદવારો પરીક્ષા માટે તેમની તૈયારીની ચકાસણી કરી શકે છે.

મોક ટેસ્ટ દ્વારા તમે તમારી સ્પીડ વધારી શકો

આ ઉપરાંત તેનાથી ઉમેદવારોને પેપર પેટર્ન અને સિલેબસને સમજવામાં ફાયદો થઈ શકે છે. મોક ટેસ્ટ દ્વારા તમે તમારી સ્પીડ વધારી શકો છો. સેમ્પલ પેપર ડાઉનલોડ કરવા માટે તમારે અહીં આપેલા સ્ટેપ્સને અનુસરવું પડશે.

CAT પરીક્ષાના મોક ટેસ્ટ પેપર આ રીતે ડાઉનલોડ કરો

  • મોક ટેસ્ટ પેપર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર Latest Notification ની લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે CAT Exam Mock Test લિંક પર જાઓ.
  • આગળના પેજ પર તમે Download Mock Paper લિંક પર ક્લિક કરો.
  • મોક ટેસ્ટ પેપર માટે રજીસ્ટ્રેશન નંબર દ્વારા લોગીન કરો.

મોક ટેસ્ટમાં પસંદ કરાયેલા પ્રશ્નોનો સમાવેશ કરાયો

વેબસાઇટ પર આપેલી સૂચના અનુસાર, મોક ટેસ્ટમાં પાછલા વર્ષના પ્રશ્નપત્રમાંથી પસંદ કરાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય ઉમેદવારોને પરીક્ષામાં MCQ અને નોન-MCQ માં પૂછવામાં આવેલા જુદા-જુદા પ્રકારના પ્રશ્નપત્રોથી પરિચિત કરવાનો છે.

મોક ટેસ્ટની વિગતવાર માહિતી

મોક ટેસ્ટ કુલ 120 મિનિટની હોય છે, જેને ત્રણ ભાગ માટે 40 મિનિટના ત્રણ સ્લોટમાં વહેંચવામાં આવે છે. મુખ્ય પરીક્ષામાં આ જ રીતે ત્રણ ભાગ માટે દરેક ખંડ માટે 40 મિનિટનો સમય આપવામાં આવે છે. આ ઉપરાંત PWD ઉમેદવારો માટે 40 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે.

આ પણ વાંચો : ભારતમાં ખુલશે વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ, UGCના નવા નિયમ મૂજબ ઘરે બેઠા કરી શકાશે કોર્સ

PwD અને બિન-PwD ઉમેદવારો માટે અલગ CAT મોક ટેસ્ટ લિંક્સ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CAT 2023 IIM પ્રવેશ માટેની તારીખ 26 નવેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">