Career News : મેડિકલના વિદ્યાર્થીઓ ભણશે આયુર્વેદ-યુનાની, UG-PGમાં કરશે રામાયણ-મહાભારતનો અભ્યાસ
UGC દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ તે વિદ્યાર્થીઓને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની મૂળભૂત સમજ પૂરી પાડશે.
Medical College Ramayana Mahabharat Course : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલીઓને ઉચ્ચ શિક્ષણમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ગદર્શિકા મુજબ UGC એ તમામ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને કહ્યું છે કે, PG અને UG અભ્યાસક્રમોમાં નામાંકિત વિદ્યાર્થીઓને IKS પ્રોગ્રામ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે, જે કુલ ફરજિયાત ક્રેડિટના ઓછામાં ઓછા પાંચ ટકા હશે.
આ પણ વાંચો : Medical Colleges : મેડિકલ વિદ્યાર્થીઓને ઝટકો..! એડમિશન પહેલાં વધી કોર્સની ફી
UGC દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ, જે વિદ્યાર્થીઓ મેડિકલમાં UG પ્રોગ્રામ્સમાં નામાંકિત છે. તેઓ પ્રથમ વર્ષમાં ભારતીય મેડિકલ કાઉન્સિલનો ક્રેડિટ કોર્સ લઈ શકે છે. વિદ્યાર્થીઓને આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથીની મૂળભૂત સમજ પૂરી પાડશે.
NEP 2020 હેઠળ લેવામાં આવેલો નિર્ણય
NEP 2020 હેઠળ મેડિકલ વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. દવાઓની સતત પરંપરાઓ છે, જે હજુ પણ ભારતીય વસ્તીના મોટા વર્ગની આરોગ્ય જરૂરિયાતોને પૂરી કરે છે. બીજા વર્ષ દરમિયાન, વિદ્યાર્થીઓ થિયરી અને પ્રેક્ટિસ પર બે-સેમેસ્ટર ક્રેડિટ અભ્યાસક્રમો લઈ શકે છે.
UGC Guidelines for Training/Orientation of Faculty on Indian Knowledge System (IKS). For more details: https://t.co/sKNPdNcWAc pic.twitter.com/5cDMJwHX7T
— UGC INDIA (@ugc_india) April 13, 2023
ધર્મ-ગ્રંથોનો સમાવેશ થાય છે
માર્ગદર્શિકા કેટલાક મોડેલ અભ્યાસક્રમનો ઉલ્લેખ કરે છે જે UG અને PG બંને માટે યુનિવર્સિટીઓમાં સમાવી શકાય છે. ઉદાહરણ તરીકે, ભારતીય સંસ્કૃતિનું પાયાનું સાહિત્ય, જેમાં વૈદિક કોર્પસ, ઇતિહાસ – રામાયણ અને મહાભારતની સામગ્રીનો સમાવેશ થાય છે. ભારતીય ફિલસૂફીના પાયાના ગ્રંથો, જેમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે, વૈદિક કાળથી લઈને વિવિધ પ્રદેશોની ભક્તિ પરંપરાઓ પણ સામેલ છે.
વેદાંગ અને ભારતીય જ્ઞાન પ્રણાલીના અન્ય પ્રવાહો, છ વેદાંગો – શિક્ષા, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્પ ઉમેરવામાં આવ્યા છે. આયુર્વેદ, આર્કિટેક્ચર, નાટ્યશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે જેવા ભારતીય જ્ઞાન પ્રણાલીના અન્ય પ્રવાહો પણ આમાં સામેલ છે.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…