Medical Colleges : મેડિકલ વિદ્યાર્થીઓને ઝટકો..! એડમિશન પહેલાં વધી કોર્સની ફી
ફી રેગ્યુલેટરી ઓથોરિટી (FRA)એ જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબરે મળેલી બેઠક બાદ ખાનગી કોલેજોમાં UG મેડિકલ કોર્સની ફીને મંજૂરી આપવામાં આવી હતી.
મેડિકલ યુજીમાં પ્રવેશ પહેલા મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં, ફી રેગ્યુલેટરી ઓથોરિટી (FRA) એ શૈક્ષણિક વર્ષ 2022-23 માટે રાજ્યભરની વિવિધ ખાનગી મેડિકલ કોલેજોમાં (Private Medical Colleges) ગ્રેજ્યુએટ (UG) અભ્યાસક્રમોની ફીમાં વધારાને મંજૂરી આપી છે. એફઆરએ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 8 ઓક્ટોબરે મળેલી બેઠક બાદ ખાનગી કોલેજોમાં યુજી મેડિકલ કોર્સની ફીને મંજૂરી આપવામાં આવી હતી. એડમિશન પહેલા મેડિકલ કોર્સની ફીમાં વધારો વિદ્યાર્થીઓ માટે મોટી સમસ્યા બની ગયો છે.
કેટલાક નાના ફેરફારો સાથે ખાનગી મેડિકલ કોલેજોની ફી માળખું ગયા વર્ષની સરખામણીએ યથાવત્ છે. કેજે સોમૈયા મેડિકલ કોલેજ, સાયનની ફીનું માળખું વાર્ષિક રૂપિયા 10 લાખથી વધારીને રૂપિયા. 11.27 લાખ કરવામાં આવ્યું છે તેમજ અહેમદનગરમાં પદ્મશ્રી ડૉ. વિઠ્ઠલરાવ વાયકે પાટીલ મેડિકલ કોલેજની ફીનું માળખું વાર્ષિક રૂપિયા. 9.8 લાખથી વધીને રૂપિયા. 11 લાખ પ્રતિ વર્ષ થયું છે. નાગપુરમાં એનકેપી સાલ્વે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરની ફી પણ વાર્ષિક 10.6 લાખ રૂપિયાથી વધીને 11.6 લાખ રૂપિયા થઈ ગઈ છે.
આ કોલેજોની ફીમાં મામૂલી ફેરફાર
પુણેની કાશીબાઈ નવલે મેડિકલ કોલેજ અને નાસિકની MVPS વસંતરાવ પવાર મેડિકલ કોલેજે તેમની ફી માળખામાં નાના ફેરફારો કર્યા છે, જ્યારે ચિપલુનમાં BKL વાલાવલકર મેડિકલ કોલેજ અને નવી મુંબઈની ટેરના મેડિકલ કોલેજે ફી માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી.
બાકી મેડિકલ કોલેજોની ફી અંગે સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે
એક વાલીએ જણાવ્યું હતું કે, “FRA દ્વારા તેની વેબસાઇટ પર 10 કોલેજોની નવી મંજૂર ફી માળખું અપલોડ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, અમને આશા છે કે આગામી સપ્તાહમાં બાકીની ખાનગી મેડિકલ કોલેજોની ફી અંગે સ્પષ્ટતા થશે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા ફીના માળખા અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે જેથી કોલેજની પસંદગીઓ તે મુજબ ભરી શકાય.
પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે સિક્યોરિટી ડિપોઝીટની કલમ લાગુ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વાલીઓ અપેક્ષા રાખે છે કે યુજી પ્રવેશના કિસ્સામાં પણ તે જ અનુસરવામાં આવશે. વાસ્તવમાં ખાનગી મેડિકલ કોલેજો દ્વારા લેવામાં આવતી ફી અંગે વાલીઓએ જાણવું જરૂરી બની ગયું છે.