Bihar : આજ બાકી હતું ! 100માંથી 151 માર્ક્સ આપીને યુનિવર્સિટીએ ઈજ્જત અને બુદ્ધિ બંનેનું દેવાળુ ફૂંક્યુ

|

Aug 01, 2022 | 11:46 AM

બિહારની એક યુનિવર્સિટીના (University) પરિણામમાં વિદ્યાર્થીને 100માંથી 151 માર્ક્સ આપવામાં આવ્યા હતા. માર્ક્સ મેળવનારો વિદ્યાર્થી પોતે આશ્ચર્યચકિત થઈ ગયો કે આવું કેવી રીતે થઈ શકે..?

Bihar : આજ બાકી હતું ! 100માંથી 151 માર્ક્સ આપીને યુનિવર્સિટીએ ઈજ્જત અને બુદ્ધિ બંનેનું દેવાળુ ફૂંક્યુ
Bihar Students

Follow us on

બિહારમાં (Bihar) આવો ચોંકાવનારો કિસ્સો (Shocking News) સામે આવ્યા છે, જેને જાણીને સૌ દંગ રહી ગયા છે. પરીક્ષામાં તમે મહત્તમ કેટલા ગુણ મેળવી શકો છો? આનો સીધો જવાબ એ હતો કે, આપણે વધુમાં વધુ એટલા માર્કસ મેળવી શકીએ છીએ, જેટલા પરીક્ષાનો માર્કસ છે. ઉદાહરણ તરીકે, જો 100 માર્ક્સનું પેપર હોય, તો આપણે વધુમાં વધુ 100 માર્ક્સ મેળવી શકીએ છીએ. તે જ સમયે, બિહારના કિસ્સામાં કંઈક વિપરીત બન્યું છે. અહીં તાજેતરમાં બહાર પાડવામાં આવેલા યુનિવર્સિટીના પરિણામમાં, વિદ્યાર્થીઓને 100 માંથી 151 માર્કસ આપવામાં આવ્યા હતા. માર્કસ મેળવનારો વિદ્યાર્થી પોતે આશ્ચર્યચકિત થઈ ગયો કે આવું કેવી રીતે થઈ શકે?

વાસ્તવમાં આ મામલો બિહારની લલિત નારાયણ મિથિલા યુનિવર્સિટી (LNMU)નો છે. LNMUમાંથી અભ્યાસ કરી રહેલા દરભંગા જિલ્લાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા પરીક્ષાના પરિણામોમાં 100થી વધુ માર્ક્સ મેળવ્યાનો એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દરભંગામાં LNMUના વિદ્યાર્થીએ કહ્યું, ‘પરિણામ જોઈને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મેં બીએ ઓનર્સ પાર્ટ-2ની પરીક્ષામાં પોલિટિકલ સાયન્સ પેપર (4) માં 100 માંથી 151 માર્ક્સ મેળવ્યા. જો કે તે પ્રોવિઝનલ માર્કશીટ છે, અધિકારીઓએ તેને બહાર પાડતા પહેલા તેની તપાસ કરી લેવી જોઈએ.

જૂઓ માર્કશીટ

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

ઝીરો નંબર મેળવનારા વિદ્યાર્થીને આપ્યું પ્રમોશન

વિદ્યાર્થીએ જણાવ્યું કે, આ ભૂલ ટાઈપિંગને કારણે થઈ હતી. તેણે કહ્યું, ‘તે ટાઇપિંગની ભૂલ હોવાથી, મને સુધારેલી માર્કશીટ આપવામાં આવી છે.’ અહીં નોંધનીય બાબત એ છે કે, એવું નથી કે આવો કિસ્સો માત્ર એક વિદ્યાર્થી સાથે જ સામે આવ્યો છે. વધુ એક વિદ્યાર્થી સાથે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખરેખર, યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીને B.Com પાર્ટ-2ની પરીક્ષામાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ પેપર-4માં શૂન્ય માર્ક્સ મળ્યા છે. પરંતુ યુનિવર્સિટીએ તેને આગળના વર્ગમાં પ્રમોશન પણ આપ્યું છે.

યુનિવર્સિટીએ શું કહ્યું?

જો કે, આ વિદ્યાર્થીએ એમ પણ કહ્યું હતું કે, ટાઇપિંગમાં ભૂલને કારણે આવું થયું છે. તેમણે કહ્યું, ‘યુનિવર્સિટી અધિકારીઓએ સ્વીકાર્યું કે તે ટાઇપિંગ ભૂલ હતી અને તેઓએ મને સુધારેલી માર્કશીટ આપી છે.’ તે જ સમયે, જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર મુશ્તાક અહેમદનો આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, ‘ટાઈપિંગ ભૂલો સુધાર્યા પછી, બે વિદ્યાર્થીઓને નવી માર્કશીટ આપવામાં આવી હતી. તે માત્ર ટાઈપિંગ ભૂલો હતી અને વધુ કંઈ નથી.

Published On - 11:45 am, Mon, 1 August 22

Next Article