ગુજરાત સરકાર (Government of Gujarat)એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણવિભાગે (Department of Education)હવેથી ધોરણ 6થી 12ના અભ્યાક્રમમાં ભગવદ ગીતાના(Bhagwat Gita) પાઠ ભણાવવાનો નિર્ણય લેવાયો છે. હવે ભગવદ્ ગીતાનો પણ અભ્યાસક્રમમાં (Curriculum) સમાવેશ કરાશે. વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે. આ અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani) કહ્યું કે, બાળકોને રસ અને સમજ પડે તે પ્રમાણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે. પાઠ્યપુસ્તકમાં વાર્તા, પઠન-પાઠન વગરે સ્વરૂપે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે, તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ભગવદ્ ગીતાના ગુણો, મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકાર્યા છે.
ધોરણ 6થી 8માં ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં અપાશે..ધોરણ 6થી 12 માટેની પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ સહિતની સામગ્રી અપાશે. તો ધોરણ 9થી 12માં પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા, અને પઠન-પાઠન સ્વરૂપે ભગવદ્ ગીતાનો પરિચય અપાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂરી છે.
આ પણ વાંચો : ડાંગ દરબાર 2022ની પૂર્ણાહુતિ, લોકમેળાની આશરે 5 લાખ લોકોએ મુલાકાત લીધી
આ પણ વાંચો : Gujarat માં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય, હવે ધોરણ 1 થી અંગ્રેજી વિષય ભણાવાશે
Published On - 6:02 pm, Thu, 17 March 22