AHMEDABAD : કોર્પોરેશન દ્વારા શાળાઓમાં સિલિંગ ઝુંબેશ, ધોરણ 10નું પરિણામ અટવાઈ શકે છે

|

Jun 06, 2021 | 8:03 PM

AHMEDABAD : કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશમાં શહેરની 30 શાળાઓને સિલ મારી દેવાયા છે. આવતીકાલથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને નવા સત્રનો પ્રારંભ થશે.

AHMEDABAD : કોર્પોરેશન દ્વારા શાળાઓમાં સિલિંગ ઝુંબેશ, ધોરણ 10નું પરિણામ અટવાઈ શકે છે
ફાઇલ

Follow us on

AHMEDABAD : કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશમાં શહેરની 30 શાળાઓને સિલ મારી દેવાયા છે. આવતીકાલથી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ અને નવા સત્રનો પ્રારંભ થશે. શાળાઓને સિલ મારતા શિક્ષણકાર્ય અને ધોરણ 10નું પરિણામ તૈયાર કરવાની કામગીરી અટવાઈ શકે છે. ત્યારે સંચાલક મંડળે શાળાઓના સિલ તાત્કાલિક ખોલવા માંગ કરી છે. જો શાળાઓના સિલ નહીં ખોલવામાં આવે તો ધોરણ 10ના પરિણામ તૈયાર કરવામાં વિલંબ થઈ શકે છે. શાળાઓ પાસે બીયુ પરમિશન અને બાંધકામના દસ્તાવેજો ના હોવાથી સિલ મારવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને ફાયર NOCમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સંચાલક મંડળે સરકારના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ અમદાવાદ શહેરમાં 30 જેટલી શાળાઓને સિલ મારી દેવાયા છે તે ગંભીર બાબત છે.

ગુજરાત બોર્ડે 10 જૂન સુધીમાં ધોરણ 10નું પરિણામ તૈયાર કરી 18 જૂન સુધીમાં વિદ્યાર્થીઓના માર્ક્સ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવા તમામ શાળાઓને આદેશ કર્યો છે. આ બાબતે સંચાલક મંડળે મેયર અને મ્યુનિ કમિશનરને શાળાઓના સિલ ખોલવા રજુઆત કરી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જે શાળાઓ પાસે બીયુ અને બાંધકામના દસ્તાવેજો ના હોવાને કારણે સિલ મારવામાં આવ્યા છે તેને ખોલવા માંગ કરી છે.જો સિલ ખોલવામાં નહીં આવે તો ધોરણ 10નું પરિણામ શાળાઓ કેવી રીતે તૈયાર કરશે તે પ્રશ્ન ઉભો થયો છે. બોર્ડના પરિણામો તૈયાર થઈ શકે તે માટે સિલ ખોલવા જરૂરી છે.

આ અંગે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે શાળાને બિયુ મેળવવા 3 કે 6 મહિનાનો સમય આપવામાં આવે. જૂની શાળાઓ પાસે નકશાઓ કે રાજચિઠ્ઠી નથી તેવી શાળાઓ સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપે તો માન્ય રાખવું જોઈએ. મુખ્યમંત્રીને આ બાબતે અમારી અપીલ છે કે કોર્પોરેશનના સત્તાધીશોને શાળાઓના સિલ ખોલવા બાબતે સૂચનાઓ આપે.

Published On - 8:03 pm, Sun, 6 June 21

Next Article