AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી ફાઉન્ડેશન હવે વિદ્યા તરફ વળ્યા, ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ કરવા કર્યો સંક્લ્પ

ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है, ની ફિલસૂફીને અનુરુપ આ ભાગીદારી નૂતન અને ક્ષમતા વિકાસ સમર્થિત શિક્ષણની યોગ્યતા વિકસાવવાની આસપાસ કેન્દ્રિત-શ્રેષ્ઠ કક્ષાની સંશોધન સંસ્થાઓને પણ ઉત્તેજન આપશે.

અદાણી ફાઉન્ડેશન હવે વિદ્યા તરફ વળ્યા, ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ કરવા કર્યો સંક્લ્પ
Adani Foundation s rs 2000 Crore Education
| Updated on: Feb 18, 2025 | 11:07 AM
Share

દેશભરમાં શિક્ષણ મંદિરોનું નિર્માણ કરવા માટે અદાણી ફાઉન્ડેશને ખાનગી K-12 શિક્ષણ ક્ષેત્રની વિશ્વની પ્રતિષ્ઠિત અગ્રણી જીઇએમએસ એજ્યુકેશન સાથે સહયોગ કર્યો છે. અદાણી પરિવાર તરફથી રુપિયા 2,000 કરોડની પ્રારંભિક સખાવત સાથેની આ ભાગીદારી સમાજના તમામ વર્ગના લોકોને પરવડે તેવા વિશ્વ-સ્તરના શિક્ષણ અને જ્ઞાન સરીતાને વહેતી મૂકવા માટેની માળખાકીય સવલતો પ્રસ્થાપિત કરવાને પ્રાધાન્ય આપશે. ફાઉન્ડેશન એ ભારતમાં સૌથી મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયો ધરાવતા અદાણી ગૃપની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી અદા કરવા માટેનું એક મજબૂત અંગ છે.

ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है, ની ફિલસૂફીને અનુરુપ આ ભાગીદારી નૂતન અને ક્ષમતા વિકાસ સમર્થિત શિક્ષણની યોગ્યતા વિકસાવવાની આસપાસ કેન્દ્રિત-શ્રેષ્ઠ કક્ષાની સંશોધન સંસ્થાઓને પણ ઉત્તેજન આપશે.

ઓછામાં ઓછી 20 શાળાઓ સ્થપાશે

સૌથી પહેલી ‘અદાણી જેમ્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ’ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં લખનઉમાં અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષમાં K-12 ક્ષેત્રમાં ભારતના પ્રાથમિક મેટ્રોપોલિટન શહેરો અને પછીથી ટાયર II થી IV શહેરોમાં આ પ્રકારની ઓછામાં ઓછી 20 શાળાઓ પ્રસ્થાપિત કરવામાં આવશે. સીબીએસઇ અભ્યાસક્રમ સાથેની આ શાળાઓમાં 30% બેઠકો શિક્ષણથી વંચિત અને લાયક બાળકો માટે નિશૂલ્ક રહેશે. સમગ્ર ભારતમાં પથરાયેલા અદાણી સમૂહના પ્રકલ્પો સાથેની વ્યાપક માળખાગત ક્ષમતાઓ અને જીઇએમની શૈક્ષણિક કુશળતાનો આ ભાગીદારી મારફત લાભ મેળવીને ભારતના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ હાથવગું,સસ્તું અને એક ટકાઉ મોડેલ વિકસાવવાની યોજના છે.

ડિજિટલ શિક્ષણ અપાશે

અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આ પહેલ વિશ્વકક્ષાના શિક્ષણ જરુરતમંદ વિદ્યાર્થીઓને પરવડે તે સાથે વ્યાપક સ્તરે સરળ રીતે ઉપલબ્ધ બનાવવાની અમારી મનશા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારી જીઇએમએસ એજ્યુકેશન સાથેની ભાગીદારી મારફત વૈશ્વિક શ્રેષ્ઠ આયામો અને અભિનવ ડિજિટલ શિક્ષણ અપનાવીને અમે ’ચેન્જ મેકર્સ’ની આગામી પેઢીને સજ્જ કરી ભારતમાં સામાજિક જવાબદારી અદા કરવાની લગામ સંભાળે તેવું અમારું લક્ષ્ય છે એમ ગૌતમ અદાણીએ કહ્યું હતું.

GEMS એજ્યુકેશનના સ્થાપક અને ચેરમેન સન્ની વારકેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમારી દ્રષ્ટિ હંમેશાં શીખનારા દરેકને તેમની સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના ગુણવત્તાયુક્ત શિક્ષણને સુલભ બનાવવાની રહી છે. અદાણી ફાઉન્ડેશન સાથેનો આ સહયોગ અમારી વૈશ્વિક શૈક્ષણિક કુશળતા ભારતના વિવિધ પ્રદેશોમાં શીખનારાઓ અને શિક્ષકોને લાવવા માટે અમારી પહોંચ અને પ્રભાવને વિસ્તૃત કરવા માટે અમોને તાકાતવાન બનાવશે.

ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનું આ સહયોગીઓનું માનવું છે

રાષ્ટ્રમાં પરિવર્તન લાવવા માટે તેના યુવાનોના ઘડતર પર મહેનતકશ અને પ્રતિબદ્ધ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનું આ સહયોગીઓનું માનવું છે. અતિ કુશળ અને મૂલ્ય આધારિત પ્રતિભાઓના એક સેતુનું નિર્માણ કરવાના ઉદ્દેશ્યની પરિપૂર્તિ માટે આ સંગઠન મદદરુપ બનશે. શ્રેષ્ઠ ભારતીય અભ્યાસ બોર્ડ સાથે જોડાયેલી ’અદાણી-જેમ્સ’ શાળાઓને વૈશ્વિક અભ્યાસક્રમનો લાભ મળશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">