તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર ફોર્મ ભરાયા, કુલ 10 લાખ જેટલા ફોર્મ ભરાવવાની સંભાવના
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા ભરવામાં આવશે. આ માટેની પરીક્ષામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમેદવારી કરી રહ્યા છે.
રાજ્યમાં બેરોજગારીનો આંક દિવસે-દિવસે વધી રહ્યો છે. સરકારી નોકરી માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકાર (Government of Gujarat) એ રાજયમાં ફરીથી તલાટી (Talati) ની ભરતી(recruitment)ની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે મોટી સંખ્યામાં યુવકો ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ તેને માંડ એક સપ્તાહ જેટલો સમય થયો છે, ત્યારે રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલા 8 લાખ 50 હજાર જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે.
તલાટીની ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની સંભાવના સેવાઈ રહી છે. તલાટી કમ મંત્રીની ભરતી માટે 3,437 જગ્યાઓ બહાર પડી છે, તેની સામે હાલ પર્યત સાડા આઠ લાખ ઉમેદવારો અરજી કરી ચૂક્યા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિક્તા દર્શાવે છે અને યુવાનોને પુરતી રોજગારી મળી રહે છે એવા સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડે છે.
રાજ્ય સરકારે ગત 28 જાન્યુઆરીના રોજ તલાટી માટેની ભરતી ની જહેરાત કરી હતી. જે પ્રમાણે ઉમેદવારી નોધાવવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરાયો છે. ઓનલાઈન ઉમેદવારી નોંધવામાં આવી રહી છે. તેથી યુવકો પોતાના મોબાઈલ ફોન પરથી પણ ઉમદેવારી ફોર્મ ભરી દસ્તાવેજ અપલોડ કરી શકે છે. તલાટી માટેની પરીક્ષા (Exam) માર્ચ-એપ્રિલમાં લેવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ લેશે પરીક્ષા
ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા ભરવામાં આવશે. આ માટેની પરીક્ષામાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉમેદવારી કરી રહ્યા છે. 15 ફેબ્રુઆરી સુધી વધુ 2 લાખ એટલે કે કુલ 10 લાખ ફોર્મ ભરાવવાની સંભાવના છે. જોકે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો માટે પરીક્ષા યોજવી એ GPSSB માટે પડકારજનક બની રહેશે કેમ કે માર્ચ એપ્રિલ મહિનામાં પરીક્ષા યોજવાની હોવાથી હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે.
આ રીતે કરી શકાશે અરજી
આ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર સબંધિત સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે . સંબંધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા , શૈક્ષણિક લાયકાત , ઓનલાઇન અરજી કરવાની રીત , ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો , માજી સૈનિક તથા મહિલા(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩)ઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ / માહિતી / સુચના / શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in અને https://ojas.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે
આ પણ વાંચો-
Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત
આ પણ વાંચો-