School Boys in Skirt : શાળાનું વિચિત્ર ફરમાન! છોકરાઓ સ્કર્ટ પહેરી શકે છે પરંતુ શોર્ટ્સ નહીં!!!

|

Jun 29, 2022 | 7:21 AM

શાળાના આ નિર્ણય સામે બાળકોના વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. માતા-પિતા કહે છે કે સ્કર્ટને વિકલ્પ તરીકે આપવો એ જેન્ડર ન્યુટ્રલ નથી. છોકરાઓ અને છોકરીઓ બંનેને સ્કર્ટ અથવા શોર્ટ્સનો વિકલ્પ આપવાથી જેન્ડર ન્યુટ્રલ રહેશે.

School Boys in Skirt : શાળાનું વિચિત્ર ફરમાન! છોકરાઓ સ્કર્ટ પહેરી શકે છે પરંતુ શોર્ટ્સ નહીં!!!
Strange School Uniform Policy

Follow us on

School Uniform Policy: સ્કૂલમાં તમામ બાળકો એકસમાન નજરે પડે અને કોઈ ભેદભાવનો અવકાશ ન રહે તે માટે યુનિફોર્મ (School Uniform)ઉપર ભાર આપવામાં આવે છે પણ એક સ્કૂલ એવી છે જે યુનિફોર્મની પોલિસીને લઈ વિવાદમાં આવી છે. આ શાળાએ વિદ્યાર્થીઓને શોર્ટસના સ્થાને સ્કર્ટ પહેરવા કહ્યું છે. આ વાત બ્રિટનની જાણીતી સ્કૂલ વિન્ડહામ હાઈ એકેડમીની છે. અહીં સ્કૂલ યુનિફોર્મને લઈને વિચિત્ર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. યુકેની આ શાળાએ કહ્યું છે કે છોકરાઓ સ્કર્ટ પહેરી શકે છે પરંતુ શોર્ટ્સ નહીં. શાળાના વડા જોનાથન રોકી કહે છે કે “જેન્ડર ન્યુટ્રલ ડ્રેસ કોડ”નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બધા વિદ્યાર્થીઓ પાસે ગ્રે સ્કૂલ સ્કર્ટ અથવા ગ્રે સ્કૂલ ટ્રાઉઝર પહેરવાનો વિકલ્પ હશે. વધુમાં કહ્યું કે ‘ઉનાળામાં વધુ કપડા પહેરવા અને ખૂબ ગરમી લાગે એ અમારા બાળકોના હિતમાં નથી. આ સામે ઘણા વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલ યુનિફોર્મના આ નિયમની ટીકા કરી છે.

શાળાના વડા જોનાથન રોકીએ જણાવ્યું હતું કે, “શાળા તે માતાપિતાને સાંભળશે નહીં જેમણે આ બાબતે અવાજ ઉઠાવ્યો છે.” હું માનું છું કે આ સ્વાસ્થ્ય અને સલામતીનો મુદ્દો છે. ઉપરાંત રોકીએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ માટે આખા વર્ષ દરમિયાન બ્લેઝર પહેરવાની ફરજિયાત જરૂરિયાત પહેલાથી જ હળવી કરવામાં આવી છે.

વાલીઓએ નારાજગી વ્યક્ત કરી

શાળાના આ નિર્ણય સામે બાળકોના વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. માતા-પિતા કહે છે કે સ્કર્ટને વિકલ્પ તરીકે આપવો એ જેન્ડર ન્યુટ્રલ નથી. છોકરાઓ અને છોકરીઓ બંનેને સ્કર્ટ અથવા શોર્ટ્સનો વિકલ્પ આપવાથી જેન્ડર ન્યુટ્રલ રહેશે. ‘સ્કર્ટ એ પરંપરાગત રીતે છોકરીઓ સાથે સંકળાયેલા કપડાંની એક આઇટમ છે, જો કે છોકરા માટે સ્કર્ટ પહેરવું તે સંપૂર્ણપણે અયોગ્ય છે. ઘણા છોકરાઓ અને છોકરીઓ તેના વિશે અનુકૂળતા અનુભવી રહ્યા નથી અને શોર્ટ્સ પહેરવાનું પસંદ કરશે.’

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

આ શાળા યુકેની સૌથી મોંઘી શાળાઓમાંની એક છે. અહીં છોકરા-છોકરીઓ સાથે અભ્યાસ કરે છે. શાળાના વડાએ થોડા વર્ષો પહેલા કહ્યું હતું કે જો કોઈ છોકરો સ્કર્ટ પહેરવાની ઈચ્છા વ્યક્ત કરશે તો તેને તેની પરવાનગી આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર અગાઉ પણ આ સ્કૂલે લિંગ અસમાનતાને દૂર કરવા માટે આવા પગલાં લીધાં છે. આ શાળાએ પહેલા વિદ્યાર્થીને બદલે ‘વિદ્યાર્થી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તે સમયે પણ આ શાળા ચર્ચામાં આવી હતી.

Published On - 7:20 am, Wed, 29 June 22

Next Article