Festival special Train: મુસાફરોના ધસારાને પહોચી વળવા, રેલ્વેએ વિશેષ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય, જાણો કયાંથી કયાં જશે આ ટ્રેન

|

Nov 05, 2021 | 12:45 PM

ઉત્તર રેલવેએ તહેવારોમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન શરુ કરી.

Festival special Train: મુસાફરોના ધસારાને પહોચી વળવા, રેલ્વેએ વિશેષ ટ્રેન દોડાવવાનો કર્યો નિર્ણય, જાણો કયાંથી કયાં જશે આ ટ્રેન
Indian Railway Recruitment 2021

Follow us on

રેલવે (Railway)વિભાગ દ્વારા તહેવારો(Festival)ને ધ્યાનમાં રાખીને ખાસ ટ્રેનો(Train) સતત ચલાવવામાં આવી રહી છે. મુસાફરોને તહેવારોમાં થતી ભીડના કારણે કોઇ અગવડ ન પડે અને ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ટ્રેન શરુ કરવામાં આવી છે. ઉત્તર રેલવે વતી આજે એટલે કે 5 નવેમ્બરે જમ્મુ તાવીથી રાત્રે 10.05 કલાકે નીકળીને આવતી કાલે સાંજે 4:30 કલાકે હાવડા પહોંચશે.

મુસાફરોની આરામદાયક મુસાફરી માટે, તહેવારો પહેલા રેલવે દ્વારા તહેવારોની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. અત્યારે પણ અનેક અલગ-અલગ રૂટ પર ટ્રેનો સતત ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન, મુસાફરો યોગ્ય ટિકિટ સાથે મુસાફરી કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

તહેવારોને ધ્યાનમાં રાખીને, લોકો તેમના સમગ્ર પરિવાર સાથે તેમના ઘરે જાય છે. આવી સ્થિતિમાં મુસાફરોને મુસાફરીમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તેથી, રેલવે દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રેનોની સંખ્યા વધારવાની હોય, કે પછી ઘણી ટ્રીપો કરવાની હોય. મુસાફરોની સુવિધા માટે ફેસ્ટિવ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.

ટ્વીટ કરીને આપી માહિતી
ઉત્તર રેલવેએ ટ્વીટ કરીને ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશે માહિતી આપી છે. તેમણે સ્પેશિયલ ટ્રેન વિશેનું એક લિસ્ટ પણ ટ્વીટમાં મુક્યુ છે. જેમાં ટ્રેનની સંખ્યા સિવાયની તમામ માહિતી છે. મુસાફર તેમા ટ્રેન ઉપડવાના સમય સહિતની જાણકારી તેમાં મેળવી શકે છે. આ સિવાય ટ્રેન કયા સ્ટેશન પર ઉભી રહેશે તેમજ તે ક્યારે પહોંચશે તેની સંપૂર્ણ માહિતી આ લિસ્ટ દ્વારા મળશે.

ટ્રેન નંબર 01628
ટ્રેન નંબર- 01628 આજે રાત્રે 10:05 વાગ્યે જમ્મુ તાવીથી ઉપડશે અને કાલે સાંજે 4:30 વાગ્યે હાવડા પહોંચશે. આ તહેવારોની વિશેષ ટ્રેન પઠાણકોટ, અમૃતસર, વ્યાસ, જલંધર, લુધિયાણા સહિતના તમામ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચોઃ Surat : સુરતના આર્ય દેસાઈ અને દમણના યશ ટંડેલની BCCIની અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી

આ પણ વાંચોઃ નૂતન વર્ષના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનું મહત્વ, જાણો શું છે કારણ

 

Next Article