ખેતી ક્ષેત્રે યુવાનો શા માટે નથી આવી રહ્યા આગળ, કૃષિ રાજ્યમંત્રીએ જણાવ્યું આ કારણ

|

Mar 16, 2022 | 1:11 PM

કૃષિ રાજ્ય મંત્રીએ કહ્યું કે તેઓ પોતે એક ખેડૂત છે. જો યુવાનો ટેક્નોલોજી સાથે ખેતીમાં આવશે તો તેઓ ખૂબ જ સારી રીતે કમાણી કરી શકશે. તેમણે કહ્યું કે 2013માં કૃષિ બજેટ માત્ર 23 હજાર કરોડનું હતું.

ખેતી ક્ષેત્રે યુવાનો શા માટે નથી આવી રહ્યા આગળ, કૃષિ રાજ્યમંત્રીએ જણાવ્યું આ કારણ
Union Minister of State for Agriculture Kailash Choudhary and Minister of State for Parliamentary Affairs Arjun Ram Meghwal were present in the Jago Kisan Jago program.
Image Credit source: TV9 Digital

Follow us on

કૃષિની નબળી સ્થિતિને જોતા યુવાનોને કૃષિ ક્ષેત્ર (Agriculture Sector)માં લાવવા એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. આ પ્રશ્ન અવારનવાર સરકારી પ્રતિનિધિઓ સામે ઉઠે છે. જેના જવાબમાં કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ તમામ દોષ મીડિયા પર ઢોળી દેતા કહ્યું, “તમે પણ જોયું જ હશે. અખબારમાં ખેડૂતનું ચિત્ર દર્શાવામાં આવે છે જેમાં ફાટેલા કપડા પહેર્યા હોય છે જમીન ફાટેલી બતાવે છે.

ખેડૂત હાથમાં લાકડી લઈ આકાશ તરફ જુએ છે અને તેની નીચે લાઈન લખેલી હોય છે ખેડૂત ભગવાન ભરોસો. જ્યારે યુવાનો આ જોવે છે ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે જો હું ખેતી કરીશ તો ભવિષ્યમાં મારી પણ આવી જ દુર્દશા થશે. જેવી આ ફોટામાં તે ખેડૂતોની છે. તેથી જ તેણે ખેતી છોડી નોકરી તરફ જવાનું પસંદ કર્યું.”

કૈલાશ ચૌધરી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કોન્ફેડરેશન ઓફ એનજીઓ ઓફ ઈન્ડિયા (CNRI) અને ધનુકા દ્વારા આયોજિત ‘જાગો કિસાન જાગો’ નામના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. મંત્રીએ કહ્યું કે ‘સૌ પ્રથમ આપણે ખેડૂતો પ્રત્યેની આપણી ધારણા બદલવી પડશે. આવી તસવીરો બંધ કરીને ખેડૂતોને હસતા દેખાડવા પડશે. અમારી પાસે આવા ઘણા ખેડૂતો છે. જો તેઓ તેમના ચિત્રો બતાવશે તો યુવાનો કૃષિ ક્ષેત્રમાં આગળ આવશે.’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મોદી સરકારે કૃષિ બજેટમાં વધારો કર્યો

કૃષિ રાજ્ય મંત્રીએ કહ્યું કે તેઓ પોતે એક ખેડૂત છે. જો યુવાનો ટેક્નોલોજી સાથે ખેતીમાં આવશે તો તેઓ ખૂબ જ સારી રીતે કમાણી કરી શકશે. તેમણે કહ્યું કે 2013માં કૃષિ બજેટ માત્ર 23 હજાર કરોડનું હતું. મોદી સરકારે તેને વધારીને 1.32 લાખ કરોડ રૂપિયા કરી દીધા છે. કારણ કે જ્યારે ખેડૂતનું બજેટ જ નથી તો ખેતીનો વિકાસ કેવી રીતે થશે. સરકારના સહયોગ વિના ખેડૂત કેવી રીતે આગળ વધશે? દરેક વ્યક્તિ ખેડૂતને કહે છે કે તે દાતા છે. આ કરોડરજ્જુ છે, પરંતુ તેને મજબૂત કરવા માટે જરૂરી વસ્તુઓ ક્યાં છે. તેનો ખોરાક ક્યાં છે? તેથી જ વડાપ્રધાને ખેડૂતોના એજન્ડાને ટોચ પર રાખ્યો.

આવક બમણીથી પણ વધુ થઈ શકે છે

આગળ તેઓએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક (Farmers Income)બમણી કરવાનું લક્ષ્ય ધરાવે છે. જે ખેડૂતો નવી ટેક્નોલોજી અપનાવી અને નવી રીતે કામ કરી રહ્યા છે, તેમની આવક ત્રણથી ચાર ગણી વધી છે. કેસરના ખેડૂતોની આવક લગભગ બમણી થઈ ગઈ છે. કારણ કે તેઓ વચેટિયાઓથી મુક્ત થઈ ગયા છે. નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે. તેઓ પોતે કેસરનું ગ્રેડિંગ કરીને સીધા બજારમાં આપી રહ્યા છે. અમે ખેડૂતોની આવક વધારવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ખેડૂતો માટે નવા સંશોધનો કરીને તેમને ટેકનોલોજી સાથે જોડવાની જરૂર છે.

શું છે ખેડૂતોની સમસ્યા?

કૃષિ રાજ્ય મંત્રીએ કહ્યું કે ખેડૂતોને મુખ્યત્વે ચાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તેને ગુણવત્તાયુક્ત બિયારણ મળે, ખર્ચ ઓછો થાય, સંગ્રહની વ્યવસ્થા હોય અને તેને બજાર મળે તો આવક સરળતાથી વધી શકશે. કેન્દ્ર સરકાર આ દિશામાં કામ કરી રહી છે. નકલી બિયારણથી બચવા માટે સરકારે ટ્રેસેબિલિટી કોડ ફરજિયાત બનાવ્યો છે. જેથી આપણા ખેડૂતોને માત્ર અસલ બિયારણ જ મળે. આ જ કામ જંતુનાશક કરવાનું છે. ત્યારે નકલી જંતુનાશકોની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીશું.

જંતુનાશકો પર 18 ટકા GST શા માટે?

આ પ્રસંગે સીએનઆરઆઈના મહાસચિવ બિનોદ આનંદે પ્રશ્ન ઉઠાવ્યો કે જંતુનાશકો પર 18 ટકા જીએસટી શા માટે છે? ખેડૂતોને નકલી દવાઓ વેચનારાઓને પ્રોત્સાહિત કરવા? તેલંગાણામાં, નકલી જંતુનાશકો અને બ્લેક થ્રીપ્સના કારણે 9 લાખ એકર મરચાના પાકને નુકસાન થયું છે. આનો જવાબ કોણ આપશે? તેમણે કૃષિ રાજ્યમંત્રીને આગ્રેહ કર્યો કે તેઓ નાણામંત્રીને કહે કે જંતુનાશકો પર 18 ટકા જીએસટી 2 થી 5 ટકા કરવામાં આવે. જેથી ખેડૂતો બિલ પર અસલી જંતુનાશકો ખરીદે અને બિલ વગર નકલી જંતુનાશક ન ખરીદે.

જો ખેડૂતો તેમની આવક વધારવા માંગતા હોય તો સરકારે નકલી કૃષિ ઈનપુટ્સ બંધ કરવા જોઈએ.

આ પ્રસંગે ધાનુકા ગ્રૂપના ચેરમેન આર.જી.અગ્રવાલે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં આવતા ફેક એગ્રી ઈનપુટથી ખેડૂતોને આર્થિક નુકસાન તો થઈ રહ્યું છે જ સાથે અર્થતંત્રને પણ નુકસાન થઈ રહ્યું છે. પૈસા ખર્ચવા છતાં ખેડૂતોનો પાક બરબાદ થાય છે અને કરચોરી કરીને આવી શક્તિઓ દેશને નુકસાન પહોંચાડે છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ, નકલી કૃષિ ઇનપુટ્સ આડેધડ બનાવવામાં આવી રહ્યા છે. તેના પરથી અન્ય વિસ્તારોની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. ખેડૂતોની આવક વધારવી હોય તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવી પડશે.

આ પણ વાંચો: Green Rice Farming: ભારત સહિત ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે આ ચોખાની સતત માગ, એક કિલો બિયારણ આપી શકે છે 37 કિલો ઉત્પાદન

આ પણ વાંચો: Viral: ઝેબ્રાના શિકારના ચક્કરમાં સિંહને પડી જોરદાર લાત, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

Next Article