ખેડૂતોએ ઘાસચારાના પાકમાં કઈ જાતોનું વાવેતર કરવું અને જાણો પશુઓની કાળજી કેવી રીતે રાખવી

|

Feb 24, 2022 | 9:28 PM

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ઘાસચારાના પાકમાં કઈ જાતોનું વાવેતર કરવું અને જાણો પશુઓની કાળજી કેવી રીતે રાખવી
પશુપાલન

Follow us on

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા ઘાસચારાના પાકમાં (Forage Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ઘાસચારાના પાક

1. ગુજરાત આણંદ ઘાસચારા જુવાર -૧૨ નું વાવેતર કરો.

2. રજકા બાજરી માટે જાયન્ટ બાજરી, રજકા બાજરી, એલ-૭૨, ૭૪, ગુ.ધા. બાજરી-૧ નું વાવેતર કરો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

3. મકાઈ માટે ગંગા સફેદ-૨, ગંગા-૫, પાયોનિયર હાઈબ્રીડ, વિજય કંપોઝીટ, વિક્રમ કંપોઝીટ, ફાર્મ સમેરી, આફ્રિકન ટોલ, ગુજરાત મકાઈ -૧, ૨, ૩, ૪ નું વાવેતર કરો.

4. ઉનાળામાં ઘાસચારનાં પાકમાં નેપિયર ઘાસ એનબી-૨૧, સીઓ-૧, એપીબીએન-૧ અને મકાઈમાં આફ્રિકન ટોલનું વાવેતર કરો.

પશુપાલન

1. પશુ સવર્ધનથી માદા પશુઓમાં ગર્ભપાતનું પ્રમાણ અટકે છે. પશુઓમાં તંદુરસ્ત-વિકસિત બચ્ચાંનો જન્મ થાય છે જેને કારણે બચ્ચાંમાં મરણ પ્રમાણનો દર નોંધપાત્ર રીતે ધટે છે. માદા પશુઓમાં મેલી સમયસર (૮ થી ૧૨ કલાકમાં) પડી જાય છે. માદા પશુઓમાં દૂધાળા દિવસો લાંબા સમય સુધી જળવાઈ રહે છે. માદા પશુઓ સમયસર (૯૦ દિવસે) વેતરે આવે છે અને ફળી જાય છે.

2. વિયાણ પછીના રોગો જેવા કે સુવા રોગ (મીલ્ક ફીવર), કિટોસીસ વિગેરે અને ચયાપચયના રોગો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પશુપાલકને પશુ સારવારનો ખર્ચ ધટે છે અને દૂધ ઉત્પાદન-ઉત્પાદકતા વધે છે.

3. ગાયો-ભેંસોમાં જોવા મળતા છાતી અને ગાળાની શીરાના સોજા સાથેના રોગીષ્ઠ પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવા જોઈએ.

4. ઋતુકાળ દેખાયા બાદ ૧૨ થી ૧૮ કલાકે બીજદાન કરાવવાથી કે ફેળાવવાથી ગર્ભધારણ થવાની તક વધુ હોય છે. આ સમયે લાંબી લટકતી પારદર્શક લાળી દેખાતી હોય છે અને ભાંભરે, આરાડે કે દોડાદોડી કરે.

5. વિયાણ બાદ પશુ ૬૦ થી ૯૦ દિવસે વેતરે આવે છે. તે સમયે પશુને ફેળવવું આર્થિક રીતે લાભદાયી છે.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો : PM Kisan Scheme: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ત્રણ વર્ષ પૂર્ણ, ખેડૂતોને મળ્યો 1.82 લાખ કરોડ રૂપિયાનો લાભ

Next Article