ખેડૂતોએ ફેબ્રુઆરી માસમાં જુદા-જુદા બાગાયતી પાકોમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
Banana Farming - File Photo
Follow us on
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા બાગાયતી પાકોમાં (Horticulture Crops) કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
કેળના પાકમાં ખેતી કાર્યો
કેળમાં ગ્રાન્ડનેઈન જાતનું વાવેતર કરો.
ખાતર : છોડદીઠ ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન ૪ કિ.ગ્રા. અળસીયાનું ખાતર એક સરખા ચાર હપ્તામાં રોપણીના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમાં મહીને આપવું તેમજ ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ પોટાશ રોપણીના ત્રીજા મહીને આપવું.