તરબૂચ-શક્કરટેટીની ખેતીમાં ખેડૂતો ઓછા રોકાણ અને ટૂંકા ગાળે કરી શકે છે સારી કમાણી

તરબૂચ-શક્કરટેટીની ખેતીમાં ખેડૂતો ઓછા રોકાણ અને ટૂંકા ગાળે કરી શકે છે સારી કમાણી
Watermelon (File Photo)

નિષ્ણાંતોના મતે તરબૂચ અને શક્કરટેટીની ખેતી માટે અત્યારથી જ ખેતરો તૈયાર કરી લેવા જોઈએ. સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બે થી ત્રણ ટન સડેલા છાણનો ઉપયોગ કરવો.

TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Jan 25, 2022 | 2:45 PM

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં તરબૂચ-શક્કરટેટીનું વાવેતર કરી શકાય છે, જેમાં એક એકરમાંથી 12 થી 22 ટન જેટલી ઉપજ મેળવી શકાય છે. તરબૂચ (Watermelon)અને શક્કરટેટીની ખેતી (Muskmelon Farming)કરીને ખેડૂતો (Farmers)બે મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. જો તમારે વધુ નફો મેળવવો હોય તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર કરવું જોઈએ. એપ્રિલ સુધીમાં પ્રતિ એકર 12 થી 22 ટન તરબૂચ મેળવી શકાય છે. બાદમાં આ જમીનમાં રીંગણ અને અન્ય પાક જુલાઈ મહિનામાં લઈ શકાય છે. ત્યારે ચાલો જાણીએ તરબૂચ-શક્કરટેટીની ખેતી વિશે.

નિષ્ણાંતોના મતે તરબૂચ અને શક્કરટેટીની ખેતી માટે અત્યારથી જ ખેતરો તૈયાર કરી લેવા જોઈએ. સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બે થી ત્રણ ટન સડેલું છાણનો ઉપયોગ કરવો. ખેતરમાં પાણીનું પ્રમાણ વધુ કે ઓછું ન હોવું જોઈએ. તેમજ તરબૂચની વાવણી 2.5 થી 3.0 મીટરના અંતરે કરવામાં આવે છે. જો યોગ્ય સમયે વાવેતર કરવામાં આવે તો તરબૂચની ઉપજ ઘણી સારી મળે છે

સિંચાઈ અને ખાતર

તરબૂચની ખેતીમાં સિંચાઈની જરૂર પડે છે. તેને ટપક સિંચાઈ દ્વારા સિંચાઈ કરી શકાય છે. તેનો ફાયદો એ છે કે દરેક છોડની જરૂરિયાત ઓછા પાણીમાં પૂરી કરી શકાય છે. ખાતર પણ આ જ પદ્ધતિથી આપી શકાય છે. NPK 19:19 તરબૂચ-શક્કરટેટીમાં નાખવું જોઈએ.

તરબૂચનું ઉત્પાદન પ્રતિ એકર 22 ટન સુધી મળી શકે

એપ્રિલમાં મળે છે સારી કિંમત

જો તમારે તરબૂચ અને શક્કરટેટીનો સારો ભાવ જોઈતો હોય તો વહેલી ખેતી કરવી જોઈએ. તરબૂચ પ્રતિ એકર 22 ટન ઉપજ આપી શકે છે. બજારમાં 10 થી 18 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે. ત્યારે પ્રતિ એકર શક્કરટેટીનું ઉત્પાદન લગભગ 12 ટન જેટલું મળી શકે છે. તેની કિંમત બજારમાં 20 થી 25 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. એપ્રિલમાં આખો પાક તૈયાર થઈ જાય છે. આ પછી આ ખેતરમાં રીંગણનું વાવેતર કરી શકાય છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Top 5 Vegetable crop: ફેબ્રુઆરીમાં વાવી શકાતી 5 મહત્વની શાકભાજી, જાણો વિગત

આ પણ વાંચો: સ્માર્ટફોનની Touch Screen નથી કરી રહી બરાબર કામ, આ સરળ ટિપ્સથી કરો ઠીક

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati