રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતીય ઘઉં સહિત મકાઈ, મસાલાની નિકાસમાં અભૂતપૂર્વ વધારો

|

Mar 02, 2022 | 12:29 PM

અત્યારે ભારતમાં ઘઉંનો મોટાભાગનો સ્ટોક સરકારી એજન્સી FCI પાસે છે, જે કોમોડિટીની નિકાસ અંતર્ગત આવતો નથી.

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતીય ઘઉં સહિત મકાઈ, મસાલાની નિકાસમાં અભૂતપૂર્વ વધારો
Symbolic Image

Follow us on

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે 7મો દિવસ છે. સમગ્ર વિશ્વમાં આ યુદ્ધના પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં અસહ્ય ભાવવધારો થયો છે. અત્યારે ભારતમાં ઘઉંનો મોટાભાગનો સ્ટોક સરકારી એજન્સી FCI પાસે છે, જે કોમોડિટીની નિકાસ અંતર્ગત આવતો નથી.

ભારતીય મકાઈની વધતી જતી નિકાસ ..

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે ભારતીય મકાઈના ભાવમાં વધારો થયો છે. ગોદરેજ એગ્રોવેટના મેનેજિંગ ડિરેક્ટર બલરામ યાદવે જણાવ્યું હતું કે, “મકાઈના ફાર્મ ગેટની કિંમત ₹19.50-20 પ્રતિ કિલોથી વધીને ₹22 પ્રતિ કિલો થઈ ગઈ છે. શક્યતા છે કે મે મહિના સુધીમાં થોડો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક અછત અને મજબૂત વૈશ્વિક માંગને કારણે મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. યુક્રેન ધાણાના બીજના મુખ્ય નિકાસકારોમાંનું એક છે. જેમાં હવે ભારતની ભૂમિકા પ્રબળ બનતી જાય છે.”

સતત ઘટેલા ઉત્પાદન અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે છેલ્લા 4 મહિનામાં જીરાના ભાવમાં 25-30%નો ઉછાળો આવ્યો છે. અફઘાનિસ્તાન, તુર્કી અને સીરિયા જેવા દેશો, જે જીરાના મુખ્ય નિકાસકારો હતા, તે દેશોમાં રાજકીય કારણોસર ખલેલ પહોંચી હોવાથી ભારત હવે એકમાત્ર અગ્રણી જીરા સપ્લાયર તરીકે ઊભરી આવ્યું છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કપાસની માગમાં તુરંત ઉછાળો –

કપાસની નિકાસ માંગમાં પણ અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ફેબ્રીક મિલર્સે જણાવ્યું હતું કે, સ્થાનિક કપાસના ભાવમાં ફેબ્રુઆરી 2022માં ₹219 પ્રતિ કિગ્રાના ભાવ રહેતા આશરે 65%નો અભૂતપૂર્વ વધારો થયો છે. મજબૂત નિકાસ માંગને પહોંચી વળવા દક્ષિણ ભારતીય મિલ્સ એસોસિએશને સરકારને 40 લાખ ગાંસડી કપાસની આયાતની મંજૂરી આપવા જણાવ્યું છે. કપાસ, યાર્ન, ફેબ્રિક અને તૈયાર વસ્ત્રોની મજબૂત નિકાસ માંગને કારણે સ્થાનિક સ્પિનિંગ મિલો વધુ કપાસનો વપરાશ કરે છે.

ચોખાની નિકાસમાં જોવા મળ્યા ફેરફારો – 

ભારત વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર છે. ગયા વર્ષે ભારતે 20 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. જોકે, પ્રતિકૂળ વૈશ્વિક ભાવને કારણે ઘઉંની નિકાસ પર ખરાબ અસર પડી છે. કાળો સમુદ્ર વિશ્વમાં ઘઉંનો સૌથી મોટો સ્ત્રોત છે. આ યુદ્ધના કારણે આ માર્ગથી નિકાસ પર અસર પડી છે. ઓલમ એગ્રો ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ નીતિન ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં આ માંગ ભારત તરફ વળી જશે. વૈશ્વિક બજારમાં ઘઉંની માંગ એપ્રિલ-મે સુધી ચાલુ રહેશે. આગામી બે-ત્રણ મહિના ભારતની નિકાસની દૃષ્ટિએ મહત્ત્વના છે.

 

આ પણ વાંચો – મિઝોરમની આ તસ્વીરના સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ખુબ વખાણ, આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી કહ્યું Terrific pic

 

Next Article