Tomato Price: દિલ્હીની સરખામણીએ અહીં ટામેટાના ભાવ અડધા થયા, જાણો કેટલી છે તેની કિંમત
દિલ્હીમાં (Delhi) ટામેટાની કિંમત 180 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી છે, તો બીજી તરફ દેશના કેટલાક ભાગો એવા છે જ્યાં ટામેટાની કિંમતો (Tomato Price) સતત નીચે આવી રહી છે.
એક તરફ દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) ટામેટાની કિંમત 180 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી છે, તો બીજી તરફ દેશના કેટલાક ભાગો એવા છે જ્યાં ટામેટાની કિંમતો (Tomato Price) સતત નીચે આવી રહી છે. ચેન્નાઈમાં મંગળવારના દિવસે માત્ર ભાવમાં જ ઘટાડો થયો ન હતો પરંતુ દેશની રાજધાનીની સરખામણીમાં ભાવ અડધા થયા હતા. નિષ્ણાંતોનું માનીએ તો ચેન્નાઈના કોયમ્બેડુ જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ ઘટીને 90 રૂપિયા થયા છે. સાથે જ અમૂક ટામેટાની જાતોના ભાવ 70 રૂપિયા પ્રતિ કિલો હતા.
ટામેટાના ભાવ જુલાઈમાં 200 રૂપિયા પ્રતિ કિલો
જૂનના ત્રીજા સપ્તાહ સુધી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટાના ભાવ જુલાઈમાં 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. મંગળવારે કોયમ્બેડુના વેપારીઓના જણાવ્યા અનુસાર, તેઓ કર્ણાટકના કોલાર અને આંધ્રપ્રદેશના મદનપલ્લે ઉપરાંત ડિંડીગુલ, પલાની, ઓડનચત્રમ, ઉદુમલપેટ અને કોઈમ્બતુરના બજારોમાંથી ટામેટાં ખરીદવા સક્ષમ હતા.
જથ્થાબંધ ભાવ રૂ. 77 પ્રતિ કિલો
કોયમ્બેડુ માર્કેટમાં એસકે સુબૈયાએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં ઉગાડવામાં આવતા ટામેટા નાના હોય છે, પરંતુ એક બોક્સ એટલે કે 30 કિલોની કિંમત 2100 રૂપિયા છે અને બજારમાં જથ્થાબંધ કિંમત રૂ. 77 પ્રતિ કિલોની આસપાસ છે. કોલારમાંથી ખરીદેલા ટામેટા જથ્થાબંધ બજારમાં 120 રૂપિયા પ્રતિ કિલો છે.
આ પણ વાંચો : Wheat Price: ચોખા બાદ હવે ઘઉં પર મોંઘવારીનો માર, એક કિલો પર ખર્ચવા પડશે આટલા રૂપિયા
તેમણે કહ્યું કે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ટામેટાની ગુણવત્તા ઘણી સારી છે અને મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના ઉત્તરીય રાજ્યોમાંથી તેમની માગ ઘણી વધારે છે. પરંતુ હવે સ્થાનિક વેરાયટીની માગ વધુ જોવા મળી રહી છે.
ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી આવવામાં હજુ થોડો સમય લાગી શકે
છેલ્લા કેટલાક દિવસોમાં કોયમ્બેડુ માર્કેટમાં પ્રવેશતી ટ્રકોની સંખ્યા વધીને લગભગ 60 ટ્રક થઈ છે, જે જુલાઈમાં લગભગ 40 હતી. જથ્થાબંધ વેપારી આર સુંદરરાજને જણાવ્યું હતું કે, પુરવઠો વધ્યો છે. જો કે અમારી માગ હજુ પણ વધુ છે. દુકાનદારોનું કહેવું છે કે ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. છૂટક બજારમાં ભાવ 50 રૂપિયા સુધી નીચે આવવા માટે, વેચાણકર્તાઓને 200 રૂપિયામાં 15 કિલો ટમેટાનું બોક્સ મળવું જોઈએ.