AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક મહિનામાં ટામેટાના ભાવમાં 25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો, છૂટક બજારમાં ટામેટા 58 રૂપિયા પ્રતિ કિલો સસ્તા થયા

ટામેટાંના ભાવ પાછલા એક સપ્તાહની તુલનામાં 12.89 ટકા નીચા અને છેલ્લા એક મહિના કરતાં 23.69 ટકા નીચા નોંધાયા હતા. ભારતના તમામ મોટા શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ એક અઠવાડિયા પહેલા અને એક મહિના પહેલાની સરખામણીમાં લગભગ 15 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયા છે.

એક મહિનામાં ટામેટાના ભાવમાં 25 ટકા સુધીનો ઘટાડો નોંધાયો, છૂટક બજારમાં ટામેટા 58 રૂપિયા પ્રતિ કિલો સસ્તા થયા
Tomato Prices
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 11:43 AM
Share

છૂટક બજારમાં ટામેટાંના ભાવ (Tomato Price) પાછલા એક સપ્તાહની તુલનામાં 12.89 ટકા નીચા અને છેલ્લા એક મહિના કરતાં 23.69 ટકા નીચા નોંધાયા હતા. ભારતના તમામ મોટા શહેરોમાં ટામેટાંના છૂટક ભાવ એક અઠવાડિયા પહેલા અને એક મહિના પહેલાની સરખામણીમાં લગભગ 15 રૂપિયા પ્રતિ કિલો ઘટી ગયા છે. રાજધાની દિલ્હીમાં (Delhi) 21 ડિસેમ્બરે ટામેટાંના ભાવ 43 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા હતા, જ્યારે 20 ડિસેમ્બરે આ ભાવ 45 રૂપિયા, 14 ડિસેમ્બરે 48 રૂપિયા અને 21 નવેમ્બરે ટામેટાંના ભાવ 63 રૂપિયા પ્રતિ કિલો હતા. આ સંદર્ભમાં, એક મહિનાની અંદર, દિલ્હીમાં ટામેટાના ભાવમાં 31.75 ટકા સાથે સીધો 20 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે.

બેંગ્લોરમાં ટામેટાં 31 રૂપિયા પ્રતિ કિલો સસ્તા થયા

મુંબઈમાં (Mumbai) 21 ડિસેમ્બરે ટામેટાંનો ભાવ 41 રૂપિયા પ્રતિ કિલો હતો. 20 ડિસેમ્બરે પણ આ ભાવ માત્ર 41 રૂપિયા હતા, જ્યારે 14 ડિસેમ્બરે ટામેટાંના ભાવ 45 રૂપિયા પ્રતિ કિલો અને 21 નવેમ્બરે મુંબઈમાં 54 રૂપિયા પ્રતિ કિલો હતા. તે મુજબ એક મહિનામાં મુંબઈમાં ટામેટાના ભાવમાં 24.07 ટકા સાથે 13 રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો થયો છે.

21 ડિસેમ્બરે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ટામેટાની કિંમત 57 રૂપિયા પ્રતિ કિલો હતી. 20 ડિસેમ્બરે પણ આ ભાવ માત્ર 57 રૂપિયા હતા, જ્યારે 14 ડિસેમ્બરે ટામેટાની કિંમત 66 રૂપિયા અને બેંગલુરુમાં 21 નવેમ્બરે ટામેટાની કિંમત 88 રૂપિયા પ્રતિ કિલો હતી. એટલે કે બેંગલુરુમાં એક મહિનાની અંદર ટામેટાંના ભાવમાં 35.23 ટકા સાથે 31 રૂપિયા પ્રતિ કિલોનો મોટો ઘટાડો થયો છે.

ચેન્નાઈમાં ટામેટા રૂ.100થી રૂ.42ના ભાવે આવ્યા હતા

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ટામેટાંની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. 21 નવેમ્બરે ચેન્નાઈમાં ટામેટાંનો ભાવ 100 રૂપિયા હતો. 14 ડિસેમ્બરે તે ઘટીને 63 રૂપિયા પર આવી ગયો, ત્યારબાદ 21 ડિસેમ્બરે ચેન્નાઈમાં ટામેટાની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. છેલ્લા એક મહિનામાં ચેન્નાઈમાં ટામેટાંના ભાવમાં 58 ટકાનો ઘટાડો થયો છે અને તે 100 રૂપિયાથી ઘટીને 58થી 42 રૂપિયા સુધી આવી ગયો છે.

અમદાવાદમાં ટામેટાંનો ભાવ 45 થી 50 પ્રતિ કિલો

જો તમે એક મહિના પહેલા અને હવેના ભાવની સરખામણી કરો તો ચેન્નાઈમાં ટામેટાંના ભાવ સૌથી વધુ ઘટ્યા છે. જ્યારે પુણેમાં ટામેટાના ભાવમાં માત્ર 19.05 ટકાનો ઘટાડો થયો છે. જણાવી દઈએ કે પૂણેમાં 21 નવેમ્બરે ટામેટાની કિંમત 42 રૂપિયા પ્રતિ કિલો હતી, જે 21 ડિસેમ્બરે 34 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે. તેવી જ રીતે ગુજરાતના અમદાવાદમાં હાલ ટામેટાંનો ભાવ 45 થી 50 પ્રતિ કિલો છે.

આ પણ વાંચો : રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં જાહેર કરશે નવી બે એગ્રો પોલિસી, કૃષિ મંત્રી રાઘવજી પટેલે TV9 સાથે કરી ખાસ વાતચીત

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગે મોટા પગલા ભરવા પડશે: કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલ

Follow Us
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
પોરબંદરમાં શાલીમાર એક્સપ્રેસના વધારાના કોચ પાટા પરથી ઉતર્યા ! Video
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
કેન્સરની દવાઓના ભાવમાં 90% સુધીનો ઘટાડો! હવે સારવાર થશે સસ્તી
g clip-path="url(#clip0_868_265)">