આ ફળ વેચાય છે 1000 રૂપિયા પ્રતિ કિલો, એક એકરમાં ખેતી કરવાથી ખેડૂતોને થશે લાખો રૂપિયાની કમાણી
ડાંગર અને ઘઉંની ખેતી કરવાને બદલે યુવાનો બાગાયતમાં (Horticulture Crops) વધુ રસ લઈ રહ્યા છે. હવે યુવા ખેડૂતો કેરી, લીચી, મશરૂમ, ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરી સહિતના ફળો અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે.
દેશમાં શિક્ષિત યુવાનો પણ ખેતીમાં રસ લઈ રહ્યા છે અને તેનાથી ખેતીની પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવ્યું છે. યુવાનો પરંપરાગત રીતે નહીં પરંતુ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. તેના કારણે ઉત્પાદનમાં વધારો થયો છે અને ખેડૂતોની આવકમાં (Farmers Income) પણ વધારો થયો છે. ડાંગર અને ઘઉંની ખેતી કરવાને બદલે યુવાનો બાગાયતમાં (Horticulture Crops) વધુ રસ લઈ રહ્યા છે. હવે યુવા ખેડૂતો કેરી, લીચી, મશરૂમ, ડ્રેગન ફ્રુટ અને સ્ટ્રોબેરી સહિતના ફળો અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે.
ખેડૂતોએ અમેરિકન બ્લુબેરીની ખેતી શરૂ કરી
ખેડૂતો જો બ્લુબેરીની ખેતી શરૂ કરશે તો તેમની આવક અનેક ગણી વધી જશે. દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતોએ અમેરિકન બ્લુબેરીની ખેતી શરૂ કરી છે અને તેમને સારો નફો મળી રહ્યો છે. બ્લુબેરી ખૂબ મોંઘા ભાવે વેચાતુ ફળ છે. તે 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. અમેરિકન બ્લુબેરીને સુપરફૂડ ગણવામાં આવે છે. તે સમગ્ર વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય ફળ છે. જો કે ભારતમાં તેનું ઉત્પાદન ઘણું ઓછું છે.
10 વર્ષ સુધી બ્લુબેરીનું ઉત્પાદન કરી શકાય
ભારતમાં અમેરિકન બ્લુબેરીની ખેતી કરીને ખેડૂતો લાખોનો નફો કમાઈ રહ્યા છે. બ્લુબેરીની ખાસિયત એ છે કે તેને દર વર્ષે ઉગાડવી પડતી નથી. જો તમે તેને એકવાર વાવો છો, તો તમે 10 વર્ષ સુધી બ્લુબેરીનું ઉત્પાદન કરી શકો છો. બ્લૂબેરીમાં ઘણા વિટામિન્સ અને પોષક તત્વો રહેલા છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે.
બ્લૂબેરી વેચીને 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો
ભારતમાં એપ્રિલ અને મે મહિનામાં બ્લુબેરીના છોડનું વાવેતર કરવામાં આવે છે. 10 મહિના પછી તેના છોડ પર ફળ આવવા લાગે છે. તેનો અર્થ એ કે તમે ફેબ્રુઆરી-માર્ચથી ફળો તોડી શકો છો, જે જૂન મહિના સુધી ચાલુ રહે છે. બ્લુબેરીના છોડની કાપણી ચોમાસાના આગમન પછી કરવામાં આવે છે. કાપણીના બે-ત્રણ મહિના પછી સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી તેમાં ડાળીઓ આવવા લાગે છે અને ફૂલો પણ આવવા લાગે છે.
આ પણ વાંચો : Onion Price: ટામેટા બાદ હવે ડુંગળી લોકોને રડાવશે, એક કિલોના ભાવ થશે 70 રૂપિયા, જાણો શું છે કારણ
દર વર્ષે બ્લુબેરીના છોડને કાપવાથી તેની ઉત્પાદન ક્ષમતા વધે છે. તમે એક એકરમાં 3000 બ્લુબેરીના છોડ વાવી શકો છો. એક છોડમાંથી 2 કિલો બ્લુબેરીના ફળ તોડી શકાય છે. તમે બજારમાં 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બ્લૂબેરી વેચી શકો છો. આ રીતે એક વર્ષમાં 6000 કિલો બ્લૂબેરી વેચીને તમે 60 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.