ખેતર ખેડવા ખેડૂત પાસે નહોતા બળદ કે પૈસા, ઘોડા દ્વારા ખેતરમાં ખેડ કરતા લોકો રહી ગયા દંગ

|

Apr 07, 2022 | 2:14 PM

ખેડૂતો પોતાનો પાક ઉગાડવા કે બચાવવા માટે અમુક જુગાડ કરે છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પણ જોવા મળ્યું. અહીંના એક ખેડૂતે ખેતરમાં બળદને બદલે ઘોડાઓનો ઉપયોગ કર્યો છે.

ખેતર ખેડવા ખેડૂત પાસે નહોતા બળદ કે પૈસા, ઘોડા દ્વારા ખેતરમાં ખેડ કરતા લોકો રહી ગયા દંગ
Farmer - File Photo

Follow us on

ભારતમાં નાના ખેડૂતો (Farmers)ની આર્થિક સ્થિતિ નબળી છે. કમોસમી વરસાદ, પૂર કે પછી વાવાઝોડુ આ કુદરતી આફતો બાદ પણ કુદરત પાસે સારા પાકની મીટ માંડીને ખેડૂત પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કર્યા પછી પણ દેશનો ખેડૂત આજે પણ અડીખમ ઉભો છે. ઘણીવાર એવું સામે આવે છે કે ખેડૂતો પોતાનો પાક (Crops) ઉગાડવા કે બચાવવા માટે અમુક જુગાડ કરે છે. આવું જ કંઈક મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પણ જોવા મળ્યું. અહીંના એક ખેડૂતે ખેતરમાં બળદને બદલે ઘોડાઓનો ઉપયોગ કર્યો છે.

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના શેલગાંવ ગામના ખેડૂત ભાઉરાવ ધનગરે તેમના ખેતરને ખેડવા માટે ઘોડાઓનો ઉપયોગ કર્યો છે. આ ખેડૂતનું કહેવું છે કે તેની પાસે બળદની જોડી નથી. ત્યારે ખેડાણમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવાનો ખર્ચ ઘણો વધારે છે. આ સિવાય ડીઝલની કિંમત પણ સૌને પાર પહોંચી ગઈ છે.

ખેતીમાં ખેડ એ ખુબ મહત્વનું કામ છે તેના માટે ટ્રેક્ટર અથવા બળદની જરૂર પડે છે. પરંતુ આ ખેડૂત પાસે બંન્નેમાંથી એક પણ વસ્તુ નથી, ત્યારે ખેતર ખેડવાને લઈ ચિંતિત આ ખેડૂતે દેશી જુગાડ અપનાવવાનો વિચાર કર્યો અને 2 ઘોડા રાખ્યા હતા, ત્યારે તેને એક યુક્તિ દિમાગમાં આવી અને વિચાર્યું કે બળદ નથી તો શું થયું ઘોડા તો છે તેમનાથી ખેતરમાં ખેડ કરીશ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ખેડૂતે તેના પુત્ર અને ભાઈ સાથે મળીને ઘોડાઓની મદદથી ખેતર ખેડવાનું શરૂ કર્યું. ખેડૂતને આ ઘોડા ખેડાણ ઉપરાંત અન્ય કામમાં આવે છે, જેમ કે ખેતરમાંથી ઘરે જવું અથવા ઘરેથી ખેતરમાં કોઈ સામાન લાવવો. જેના કારણે ખેડૂતનું કામ સમયસર પૂરા થઈ રહ્યા છે. આ સિવાય તેમનો ખર્ચ પણ બચી ગયો. હવે ખેડૂતના આ પ્રયોગની હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: Success story: ટીવી કલાકારે શરૂ કર્યું એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ, ખેડૂતોને આ રીતે મળી રહ્યો છે ફાયદો

આ પણ વાંચો: Mandi: અમરેલી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 13000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article