Agriculture Drone : ખેતીમાં ડ્રોનના ઉપયોગને લીલી ઝંડી, હવે CHCમાં અન્ય કૃષિ સાધનો સાથે જોડાશે

કેન્દ્ર સરકારે ખેતીમાં ડ્રોન (Drones For Farming) ના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. મતલબ કે કેન્દ્ર સરકારે (Central Government) કૃષિમાં ડ્રોનના ઉપયોગને વચગાળાની મંજૂરી આપી દીધી છે.

Agriculture Drone : ખેતીમાં ડ્રોનના ઉપયોગને લીલી ઝંડી, હવે CHCમાં અન્ય કૃષિ સાધનો સાથે જોડાશે
Agriculture DroneImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 6:46 AM

દેશના ખેડૂતો હવે ખેતીમાં ડ્રોન(Drone)નો ઉપયોગ કરી શકશે. આ સંદર્ભમાં, કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે ખેતીમાં ડ્રોન (Drones For Farming)ના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. મતલબ કે કેન્દ્ર સરકારે (Central Government)કૃષિમાં ડ્રોનના ઉપયોગને વચગાળાની મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ માટે કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગ માટે વચગાળાની મંજૂરી આપવામાં આવી છે. આ સમય 18 એપ્રિલ 2022 થી ગણવામાં આવશે. વાસ્તવમાં, આ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ દરમિયાન, કેન્દ્ર સરકારે કૃષિમાં ડ્રોનને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. જે બાદ કેન્દ્ર સરકાર દ્વારા તેના ઉપયોગ માટે 18 એપ્રિલે મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતો ડ્રોન વડે જંતુનાશક દવાનો છંટકાવ કરી શકશે, SOP પણ જાહેર

કૃષિમાં ડ્રોનના ઉપયોગને વચગાળાની મંજૂરી આપવાની સાથે કેન્દ્ર સરકારે તેના ઉપયોગ અંગે એસઓપી પણ જાહેર કરી છે. માહિતી અનુસાર, ડ્રોનના ઉપયોગની મંજૂરી હેઠળ, ખેડૂતો હવે ખેતરોમાં જંતુનાશક છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરી શકશે. કૃષિ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડ્રોન વડે જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે વચગાળાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતો ડ્રોનની અસરકારક અને સુરક્ષિત કામગીરી દ્વારા ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકશે. ઉપરાંત, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કહ્યું કે તે આ ક્ષેત્રના તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી ડ્રોન ઓપરેશન અંગે SOP લાવ્યા છે.

કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ જંતુનાશક ફોર્મ્યુલેશન, જેને વચગાળાની મંજૂરી આપવામાં આવી છે, જેની સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન પહેલાથી જ વિવિધ પાકો પર કરવામાં આવ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, ડ્રોનનો ઉપયોગ કરીને જંતુનાશકોનો ઉપયોગ ખેડૂતો માટે અસરકારક રીતે જંતુઓથી છોડને સુરક્ષિત કરવામાં સરળ બનાવશે એટલું જ નહીં, ઓછા ખર્ચે તેમની આવક વધારવામાં પણ મદદ કરશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

હવે ખેતીના અન્ય ઓજારો સાથે CHCમાં જોડાશે

કૃષિમાં ડ્રોનના ઉપયોગની મંજૂરી બાદ હવે ડ્રોન અન્ય કૃષિ સાધનોની સાથે કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHC)માં પણ જોડાશે. મૂળભૂત રીતે, CHC એ એવા કેન્દ્રો છે જ્યાં ખેડૂતોને ખૂબ જ ઓછા ભાડે તમામ કૃષિ સાધનો ઉપલબ્ધ છે. એકંદરે, CHC કેન્દ્ર સરકાર દ્વારા ખોલવામાં આવે છે, જેનું સંચાલન કિસાન સમિતિ દ્વારા કરવામાં આવે છે.

આ કેન્દ્રોમાં કૃષિ સાધનો ખરીદવા માટે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે. અહીંથી ખેડૂતો પોતાની સુવિધા અનુસાર આ કૃષિ સાધનો લઈ શકે છે. જેના માટે તેમને નજીવું ભાડું ચૂકવવું પડે છે. આ મંજૂરી બાદ ડ્રોન પણ સીએચસીમાં જોડાશે.

આ પણ વાંચો: ખેડૂતોને સરળતાથી ખાતર અને બિયારણ ઉપલબ્ધ કરાવવા રાજ્યો કેન્દ્ર સાથે મળીને કામ કરે: કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર

આ પણ વાંચો: Success Story: સફળતાના નવા શિખરો સર કરી રહી છે મહિલા ખેડૂત, FPO દ્વારા વેચી ચૂકી છે હજારો લિટર શુદ્ધ સરસવનું તેલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">