AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bamboo cultivation: વાંસની ખેતીને પ્રોત્સાહિત કરવા આ રાજ્યની સરકારે મિશન વાંસ પર આપ્યો ભાર

ખેડૂતો વાંસની વચ્ચે અન્ય પાકની પણ ખેતી કરી શકે છે. અગાઉ વાંસ કાપવા પર વન અધિનિયમ એક્ટ લાગતો હતો, પરંતુ હવે તેની ગણતરી વૃક્ષોમાં થતી નથી, બલ્કે તે ઘાસની શ્રેણીમાં આવે છે.

Bamboo cultivation: વાંસની ખેતીને પ્રોત્સાહિત કરવા આ રાજ્યની સરકારે મિશન વાંસ પર આપ્યો ભાર
Bamboo Cultivation (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:45 PM
Share

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivraj Singh Chouhan) કહ્યું છે કે કૃષિ ક્ષેત્ર (Agriculture)માં વાંસ મિશન લાગુ કરીને ખેતીને નફાકારક વ્યવસાય બનાવવામાં આવશે. આ માટે જરૂરી તૈયારી શરૂ કરી દેવી જોઈએ. મુખ્યમંત્રી ચૌહાણએ મંત્રાલય તરફથી કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (Agriculture Infrastructure Fund)ની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં ખેડૂત કલ્યાણ અને કૃષિ વિકાસ મંત્રી કમલ પટેલ, મુખ્ય સચિવ ઈકબાલ સિંહ બેન્સ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વાંસની ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના

જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર વાંસની ખેતી (Bamboo Farming) કરવા માટે ખેડૂતોને પ્રતિ છોડ 120 રૂપિયાનું પ્રોત્સાહન આપી રહી છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે તેની ખેતી ખેડૂતોના જોખમને ઘટાડે છે. કારણ કે ખેડૂતો વાંસની વચ્ચે અન્ય પાકની પણ ખેતી કરી શકે છે. અગાઉ વાંસ કાપવા પર વન અધિનિયમ એક્ટ લાગતો હતો, પરંતુ હવે તેની ગણતરી વૃક્ષોમાં થતી નથી, બલ્કે તે ઘાસની શ્રેણીમાં આવે છે. તેથી, તેની લણણી પર કોઈ પ્રતિબંધ નથી. આ પહેલથી વાંસની ખેતી (Bamboo cultivation)ને વેગ મળ્યો છે. વાંસની 136 પ્રજાતિઓ છે.

એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં MP પ્રથમ ક્રમે

ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં લાગુ કરવામાં આવી રહેલી એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાના અમલીકરણમાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 1788 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જે સમગ્ર દેશના 45 ટકા છે. મુખ્યમંત્રી ચૌહાણે યોજનાના પ્રોજેક્ટો જલ્દી શરૂ કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જો લાભાર્થીઓ તેમના અનુભવો શેર કરશે તો અન્ય લોકોને પણ તેનો લાભ મળશે.

પાક વૈવિધ્યકરણ જરૂરી છે

ચૌહાણે પાક વૈવિધ્યકરણ અને નિકાસ માટે નક્કર પ્રયાસો કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં મધ્યપ્રદેશની પ્રતિષ્ઠા છે, જેને જાળવી રાખવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવા જોઈએ. દેશમાં આગવી ઓળખ બનાવવા માટે પાકનું વૈવિધ્યકરણ ખૂબ જરૂરી છે.

ગુજરાતમાં વાંસની ખેતી

ભારતમાં વાંસની 100 કરતા વધુ જાત પ્રચલિત છે. ત્યારે જો ગુજરાતની વાત કરીએ તો ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને દાહોદ જેવા ભેજ ધરાવતા વિસ્તારમાં વાંસની ખેતી જોવા મળે છે. ત્યારે વાંસને 3 થી 5 વર્ષે કાપી શકાય છે. ત્યારે રાજ્યમાં સુરત, ડાંગ, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ જોવા મળે છે. જેનો વિસ્તાર ગુજરાતમાં ચાર હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો છે.

કેવું વાતાવરણ માફક આવે

વાંસને તમામ પ્રકારનું વાતાવરણ માફક આવે છે. વાંસ દુનિયામાં સૌથી ઝડપથી વધતું વૃક્ષ(ઘાસ) છે. વાંસને સારી નીતારવાળી, કાંપાવાળી જમીન માફક આવે છે. ગુજરાતના ડાંગ, નવસારી,વલસાડ, સુરત અને દાહોદ જેવા વિસ્તાર અનુકુળ છે. વાંસને મુખ્યત્વે ખુલ્લી જગ્યા માફક આવે છે. વધુ છાંયડો તેને માફક આવતો નથી. વાંસના થડ પાસે પાણી ભરાયેલું ન હોવું જોઈએ. તેમજ વાંસને ઢાળવાળો વિસ્તાર માફક આવતો નથી.

આ પણ વાંચો: Success Story : એક લાખ પગારની નોકરી છોડી, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા આ રીતે ખેડૂતોને કરે છે મદદ

આ પણ વાંચો: Winter Session Updates: વેલમાં પહોંચ્યા સાંસદ, રાજ્યસભાની કાર્યવાહી ત્રીજીવાર સ્થગિત, ખડગેએ કહ્યું- હવે સસ્પેન્શન પર માફી માંગવાનો સવાલ જ નથી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">