વિશ્વની સૌથી મોંઘી શાકભાજી, 1 કિલોની કિંમત છે 1 લાખ રૂપિયા! જાણો શું છે તેના ફાયદા

શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે.

  • TV9 Webdesk13
  • Published On - 13:05 PM, 5 Feb 2021
The most expensive vegetable in the world, 1 kg costs 1 lakh rupees! Learn what its benefits are
Hop Shoots

શું તમે વિશ્વની સૌથી મોંઘી શાકભાજી વિશે જાણો છો? આ શાકભાજીનું નામ છે હોપ શૂટ. ઘાસ જેવી લાગતી આ શાકભાજીનો એક કિલોગ્રામનો ભાવ આશરે 1 લાખ રૂપિયા છે. વિશ્વની સૌથી મોંઘી શાકભાજીની ખેતીની ટ્રાયલ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.

બિહારના ઔરંગાબાદ જિલ્લાના નવીનગરમાં આવતા કરમડિહ ગામના 38 વર્ષીય ખેડૂત અમરેશ સિંહ એ હોપ શૂટની ખેતી શરૂ કરી છે. આ શાકભાજી છ વર્ષ પહેલા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રતિ કિલોગ્રામ 1000 પાઉન્ડમાં વેચાઇ હતી. 1000 પાઉન્ડ એટલે લગભગ 1 લાખ રૂપિયા થાય. હોપ શૂટ ભાગ્યે જ ભારતીય બજારમાં જોવા મળે છે અને ફક્ત વિશેષ ઓર્ડર આપીને જ ખરીદી શકાય છે. અમરેશના જણાવ્યા મુજબ હોપ શૂટની ખેતી 60 ટકાથી વધુ સફળ રહી છે.

હોપ શૂટનો ઉપયોગ
હોપ શૂટના ફળ, ફૂલ અને ડાળીઓનો ઉપયોગ પીણા ઉત્પાદનો અને એન્ટીબાયોટીક્સ દવા બનાવવા માટે થાય છે. ટીબીની સારવાર માટે આ છોડની દાંડીમાંથી દવા બનાવવામાં આવે છે. તેના ફૂલને હોપ-કોન અથવા સ્ટ્રોબાઇલ કહેવામાં આવે છે. આ શાકભાજીમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, તેથી ઔષધિ તરીકે હોપ શૂટનો ઉપયોગ યુરોપિયન દેશોમાં વધારે થાય છે. તેનો ઉપયોગ ત્વચાને ચમકદાર અને યુવાન રાખવા માટે પણ કરવામાં આવે છે.

હોપ શૂટની શોધ ક્યારે થઈ હતી?
11 મી સદીમાં હોપ શૂટની શોધ થઈ હતી. હર્બલ દવાના ઉપયોગ પછી, ધીમે ધીમે તેનો શાકભાજી તરીકે પણ ઉપયોગ થવા લાગ્યો. હોપ શૂટમાં હ્યુમ્યુલોન અને લ્યુપુલોન નામનું એસિડ હોય છે, જે માનવ શરીરમાં કેન્સરના કોષોને મારવા માટે અસરકારક છે. આ શાકભાજી પાચનતંત્રમાં સુધારો કરે છે. હતાશા અને અસ્વસ્થતાથી પીડાતા લોકો માટે પણ તે ઉપયોગી છે. અનિદ્રાની સમસ્યાના નિવારણ માટે પણ તે અસરકારક છે.