Year Ender 2021: વાવાઝોડા અને વરસાદે સર્જેલી તારાજીથી લઈ કૃષિ કાયદા સુધી વર્ષમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર

વર્ષ 2021 માં તમામ ક્ષેત્રે ઘણી ઘટનાઓ બની જેમાં અહીં કૃષિ ક્ષેત્રે વર્ષ દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ઘટનાનો ચિતાર આપવામાં આવ્યો છે. જેમાં મહામારીના કપરા કાળ સિવાય કુદરતે વરસાદ અને વાવાઝોડાથી સર્જેલી તારાજી પણ સામેલ છે.

Year Ender 2021: વાવાઝોડા અને વરસાદે સર્જેલી તારાજીથી લઈ કૃષિ કાયદા સુધી વર્ષમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર
Year Ender 2021 (Design photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:51 AM

દેશમાં વર્ષ દરમિયાન કૃષિ ક્ષેત્રે બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ જેમાં કૃષિ બજેટથી લઈ વડાપ્રધાન (PM Narendra Modi)દ્વારા ઝીરો બજેટ ખેતી (Zero Budget Farming) પર ભારથી લઈ ખેડૂતો (Farmers)નું આંદોલન અને સરકાર દ્વારા કૃષિ કાયદાને પરત લેવા સહિત અન્ય ઘટનાઓ જેમાં રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી તેમજ જામનગરમાં વરસાદે ધારણ કરેલું રોદ્ર સ્વરુપ.

વરસાદમાં અસરગ્રસ્ત વિસ્તારમાં મુખ્યમંત્રીનું શપથગ્રહણ પહેલા લોકો વચ્ચે પહોંચી સ્વંમ નિરીક્ષણ તેમજ સહાય પેકેજ, સરકારે ખેડૂતોની વધુ એક માગને માન્ય રાખી જેમાં MSP માટે એક સમિતિની રચના કરવામાં આવશે તથા પેપ્સિકો કંપની સામે ખેડૂતોની જીત તથા દેશએ મસાલાના ઉત્પાદનમાં મેળવેલી સિદ્ધિ સામેલ છે ત્યારે કૃષિ ક્ષેત્રે ખેડૂતો ટેક્નોલોજીથી સભર બને તે હેતુથી સરકારે ડ્રોન એસઓપી (Drone SOP)બનાવી ત્યારે આ તમામ બાબતો વર્ષ દરમિયાન ચર્ચામાં રહી છે.

બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતઃ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુજરાતના બજેટમાં ખેડૂતો માટે બિયારણ અને અનાજ સંગ્રહ માટે રૂ. 87 કરોડની જોગવાઈ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ રૂ. ૧૦ લાખની સહાય માટે રૂ. ૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી. તેમજ બીજ ઉત્પાદક ખેડૂતોને ઉત્તેજન આપવા સર્ટીફાઇડ બીજ ઉત્પાદન માટે સહાય આપવા રૂ. ૫૫ કરોડ અને એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરના વિકાસની યોજના થકી પ્રભાવશાળી બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજીસની જરૂરિયાતો પૂર્ણ કરવા રૂ. ૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી.

પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહનઃ

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેકવિધ લાભ આપવાની જાહેરાત કરી. ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રથમ વર્ષે રૂ. ૧૦ હજાર તથા બીજા વર્ષે રૂ. 6 હજાર નાણાકીય સહાયની યોજના પણ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારે ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉત્પાદનોનું સીધુ વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તારમાં ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ સ્થાપવાની યોજના પણ તૈયાર કરી છે. ત્યારે ડાંગને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.

તોકતે વાવાઝોડાથી નુકસાન અને સહાયઃ

રાજ્યના અનેક વિસ્તારોમાં તોકતે વાવાઝોડાએ વિનાશ વેરતા ખેડૂતોને મોટું નુકસાન થતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ, ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક એક ઝાટકામાં બરબાદ થઈ ગયો. જેવામાં સરકારે ખેડૂતો માટે મોટું પેકેજ જાહેર કર્યું. ગીર સોમનાથ, ઉના, અમરેલી, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાના ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી. સરકારે ખેડૂતો માટે 500 કરોડથી વધુ રકમનું પેકેજ જાહેર કરી ઉનાળું પાક અને બાગાયતી પાક માટે ખેડૂતોને સહાય ચૂકવતા ખેડૂતોને થોડી રાહત થઈ.

શપથ પહેલાં CMએ નુકસાનીની સમીક્ષા કરીઃ

હજુ તો ખેડૂતો તાઉતે વાવાઝોડાની નુકસાનીથી બેઠા નહોતા થયા, ત્યાં ફરી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું. ખેડૂતોને થયેલા નુકસાન અંગે ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરતાથી નોંધ લીધી અને શપથ લીધા પહેલા જ રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 4થી 23 ઇંચ જેટલો અતિભારે વરસાદ પડતાં બધુ વેર-વિખેર થઈ ગયું. મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી 500 કરોડથી વધુના સહાય પેકેજની જાહેરાત કરી.

પેપ્સિકો સામે ખેડૂતોની મોટી જીતઃ

ખાદ્ય ઉત્પાદક કંપની પેપ્સિકો(Pepsico)સામે ગુજરાતના ખેડૂતોની તરફેણમાં ચુકાદો અપાયો. પાકની જાતો અને બટાકાની (Potato) વિવિધતા (FL-2027) અંગે ખેડૂત અધિકાર સંરક્ષણ પ્રાધિકરણે PVV પ્રમાણપત્ર રદ કરવા માટેની અરજી સ્વીકારી. આ પ્રમાણપત્ર દ્વારા જ પેપ્સિકોએ બટાકાની આ વિશિષ્ટ જાત પર પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન (PVP) અધિકારોનો દાવો કર્યો હતો. જેમાં વર્ષ 2018-19માં ગુજરાતના ખેડૂતો પર 1 કરોડ સુધીના વળતરનો દાવો કર્યો હતો.

પ્લાન્ટ વેરાઈટીઝ એન્ડ ફાર્મર્સ રાઈટ્સ પ્રોટેક્શન ઓથોરિટી, 3 ડિસેમ્બરે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન, ભારતમાં બટાકાની જાતો પર પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ (FL-2027) ને આપવામાં આવેલ PVP પ્રમાણપત્ર રદ કરવાની અરજી સ્વીકારી. એટલે પેપ્સીકો ગુજરાતમાં જે કર્યું તે ફરીથી કરી શકશે નહીં કારણ કે તેનું પ્રમાણપત્ર હવે રહેશે નહીં. પેપ્સી હવે ખેડૂતોને હેરાન કરી શકશે નહીં.

આણંદમાં ઝીરો બજેટ ખેતી માટે મોદી મંત્રઃ

આણંદમાં પ્રાકૃતિક ખેતી અંગેના રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ખેતીએ પ્રયોગશાળામાંથી બહાર નિકળી કુદરત સાથે જોડાણ સ્થાપવાની જરૂર છે. ખેતીમાં રાસાયણીક ખાતર અને કિટનાશકોના ઉપયોગના કારણે ખેતી ન માત્ર મોંઘી થઈ રહી છે, પરંતુ જમીન ખરાબ થવાની સાથે જ આવો ખોરાક આરોગતા લોકોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે. કેમિકલ અને ફર્ટીલાઈઝરે હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આપણે એ વિકલ્પોની સાથે સાથે કામ કરતા રહેવું પડશે. પ્રાકૃતિક ખેતીમાં ના તો ખાતર પર ખર્ચ કરવો પડે છે ના તો કીટનાશક પર આમાં સિંચાઈની આવશ્યકતા પણ ઓછી છે.

કૃષિ કાયદા પરત ખેંચાયાઃ

લાંબો સમય ચાલેલા ખેડૂત આંદોલન બાદ કૃષિ કાયદા પરત ખેંચવામાં આવ્યા. 14 મહિના બાદ ત્રણે નવા કૃષિ કાયદા પાછા ખેંચતાં વડાપ્રધાને કહ્યું- હું માફી માગું છું, અમે અમુક ખેડૂતોને સમજાવી શક્યા નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. આ સાથે PMએ તમામ દેશવાસીઓની માફી પણ માગી. તેમણે કહ્યું હતું કે, સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં.

MSP પર સમિતિની રચનાઃ

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં MSP પર એક સમિતિની રચના કરનાર છે, જે અંગે કૃષિ સચિવે મહત્વપૂર્ણ માહિતી આપી છે. કૃષિ સચિવ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને ઝીરો બજેટ કુદરતી ખેતીને પ્રોત્સાહન સહિત વિવિધ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર વિચાર માટે નજીકના ભવિષ્યમાં એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે. આ સમિતિમાં ખેડૂતોના હિતમાં અગત્યના નિર્ણય લેવામાં આવશે. MSPનો વધુ લાભ ખેડૂતોને મળે અને હજી વધુ પાકોમાં MSP અપાય તે માટે આ સમિતિ કામ કરશે.

દેશમાં મસાલાનું ઉત્પાદન 2020-21 માં 107 લાખ ટન:

દેશમાં મસાલાનું ઉત્પાદન 2014-15 માં 67 લાખ ટનથી વધીને 2020-21 માં 107 લાખ ટન થયું છે. કેન્દ્રીય કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે 21 ડિસેમ્બર, 2021ના ‘મસાલા સાંખ્યિકી એક નજરમાં 2021’ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં તમામ મસાલાના આંકડાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ આંકડાઓમાં ક્ષેત્ર, ઉત્પાદન, ઉત્પાદકતા, નિકાસ, આયાત, કિંમત અને દેશમાં ઉત્પાદિત વિવિધ મસાલાના ઉત્પાદનની કિંમતોનો સમાવેશ થાય છે. પુસ્તક અનુસાર દેશમાં આ મસાલોના ઉત્પાદનમાં જોરદાર વૃદ્ધિ કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલયના વિવિધ વિકાસ કાર્યક્રમોના કારણે થઈ છે.

કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે SOP:

કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ડ્રોન નીતિને સૂચિત કરવા સાથે, ડ્રોન નિયમો-2021 ડ્રોનની માલિકી અને સંચાલન માટે વધુ સરળ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, કૃષિમાં જંતુનાશકો અને માટી અને પાકના પોષક તત્વો સાથે ડ્રોનનો ઉપયોગ કરવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા બનાવવામાં આવી છે. જેનું એક કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તોમરે કહ્યું કે ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, ખેતી કરવી સરળ બનશે અને રોજગારીની નવી તકો વધશે.

આ પણ વાંચો: ખેડૂતોએ તેલીબિયાંનું બમ્પર વાવેતર કર્યું! ગત વર્ષની તુલનાએ ઘઉંના વાવેતર વિસ્તારમાં થયો ઘટાડો

આ પણ વાંચો: Viral Video: પક્ષીએ પાંખ ફેલાવી યુવતીને પ્રેમથી લગાવી ગળે, વીડિયો જોઈ લાખો લોકોના ચહેરા પર રેલાયું સ્મિત

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">