Mustard Faming: સરસવની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવાની કેટલીક સરળ રીતો

સરસવ (Mustard Farming) ની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તેમાં સારા બિયારણ, સારું ખાતર અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ સરસવમાં સારૂ ઉત્પાદન મેળવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Mustard Faming: સરસવની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવાની કેટલીક સરળ રીતો
Mustard FamingImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:10 AM

રવી સિઝનમાં ઉગાડવામાં આવતા મુખ્ય પાકોમાં સરસવ (Mustard Price)એક છે. તે તેલીબિયાં પાક છે અને તેને મર્યાદિત સિંચાઈની જરૂર પડે છે, તેથી તેની ખેતી અન્ય પાકો કરતાં વધુ સરળ છે. પરંતુ સરસવ (Mustard Farming)ની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તેમાં સારા બિયારણ, સારું ખાતર અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે સરસવને આપણે રાઈ કે રાયડો તરીકે ઓળખીએ છીએ. ચાલો જાણીએ સરસવમાં સારૂ ઉત્પાદન મેળવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ખેતર કેવી રીતે તૈયાર કરવું

અન્ય કોઈપણ પાકની જેમ સરસવની ખેતીમાં પણ પહેલા ખેતર તૈયાર કરવું પડે છે. તેના ખેતરને તૈયાર કરવાની પ્રક્રિયા ઘણા વિસ્તારોમાં મે, જૂનના સમયથી જ શરૂ થાય છે. ઉનાળામાં ખેતરો ખાલી થઈ જાય પછી તેને હળ વડે ખેડ્યા પછી ખુલ્લા છોડી દેવા જોઈએ જેથી વરસાદની ઋતુમાં તે જમીનમાં પાણી સારી રીતે શોષી લે. વરસાદના અંત પછી, ઓછામાં ઓછા ત્રણ ખેડાણ કરવા જોઈએ, ખેડાણ માટે હળ અથવા કલ્ટીવેટરનો ઉપયોગ કરવો જોઈએ. આ પછી, જમીનને સમતળ કરી બારીક બનાવવી જોઈએ.

બીજની માત્રા

પિયત વિસ્તારમાં વાવણી માટે એક એકરમાં 2.5 થી 3 કિલો બીજનો ઉપયોગ કરવો જોઈએ. જો ખેતરમાં ભેજ ઓછો હોય તો સલ્ફરનો ઉપયોગ કરવો જેથી કરીને ખેતરમાં ભેજ જળવાઈ રહે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

વાવણીનો સમય

દર વર્ષની સરખામણીમાં વરસાદના કારણે સરસવની વાવણી સંપૂર્ણ રીતે શરૂ થઈ નથી. પરંતુ સરસવની વાવણી માટેનો યોગ્ય સમય સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહથી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીનો ગણવામાં આવે છે. સરસવની વાવણી માટે દાણાની ઊંડાઈ 5 થી 6 સેમી હોવી જોઈએ.

ખાતરનો ઉપયોગ આ રીતે કરવો જોઈએ

સરસવની સારી ઉપજ મેળવવા માટે માટી પરીક્ષણ જરૂરી છે. જો માટી પરીક્ષણ દરમિયાન સલ્ફરની ઉણપ જણાય તો એકર દીઠ 8 થી 10 કિલો ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ખેતરની અંતિમ ખેડાણ વખતે પ્રતિ એકર 25 થી 30 ક્વિન્ટલ દેશી છાણનું ખાતર નાખો. આ ઉપરાંત વાવણીના 25-30 દિવસે 20 થી 25 કિલો નાઈટ્રોજન છંટકાવ સ્વરૂપે વાપરવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">