SEAએ કેન્દ્રને કરી આયાત ડ્યુટી વધારવાની માગ, શું ફરી મોંઘુ થશે ખાદ્યતેલ ?

|

Nov 25, 2022 | 8:20 PM

SEA એ ધ્યાન દોર્યું કે ક્રૂડ પામ ઓઈલ CPO અને રિફાઈન્ડ પામ ઓઈલ (પામોલીન) વચ્ચે ડ્યુટી તફાવત માત્ર 7.5 ટકા છે. આ કારણે રિફાઈન્ડ પામ ઓઈલ (પામોલિન)ની વધુ આયાત થાય છે અને સ્થાનિક રિફાઈનિંગ ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થતો નથી.

SEAએ કેન્દ્રને કરી આયાત ડ્યુટી વધારવાની માગ, શું ફરી મોંઘુ થશે ખાદ્યતેલ ?
તેલના ભાવમાં નોંધાયો ઘટાડો
Image Credit source: File Photo

Follow us on

ખાદ્ય તેલ ઉદ્યોગની સંસ્થા SEAએ સરકારને રિફાઈન્ડ પામ ઓઈલ પરની આયાત ડ્યૂટી વધારીને 20 ટકા કરવા વિનંતી કરી છે. તે હાલમાં 12.5 ટકા છે. સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા એટલે કે SEA એ આ સંબંધમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલને સ્થાનિક રિફાઈનરોની સુરક્ષા માટે પત્ર લખ્યો છે. SEAએ ધ્યાન દોર્યું કે ક્રૂડ પામ ઓઈલ CPO અને રિફાઈન્ડ પામ ઓઈલ (પામોલીન) વચ્ચે ડ્યુટી તફાવત માત્ર 7.5 ટકા છે. આ કારણે રિફાઈન્ડ પામ ઓઈલ (પામોલિન)ની વધુ આયાત થાય છે અને સ્થાનિક રિફાઈનિંગ ઉદ્યોગની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થતો નથી.

SEA પ્રમુખ અજય ઝુનઝુનવાલા અને એશિયન પામ ઓઈલ એલાયન્સ એટલે કે APOA ના પ્રમુખ અતુલ ચતુર્વેદીના હસ્તાક્ષર કરાયેલા પત્ર અનુસાર ભારતમાં 7.5 ટકાનો ઓછો ડ્યુટી તફાવત ઈન્ડોનેશિયા અને મલેશિયાના ખાદ્ય તેલ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે વરદાન છે. સીપીઓ અને રિફાઈન્ડ પામોલિન/પામ ઓઈલ વચ્ચેની ડ્યુટી ડિફરન્સલ વર્તમાન 7.5 ટકાથી વધારીને ઓછામાં ઓછા 15 ટકા કરવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. CPO ડ્યુટીમાં કોઈ ફેરફાર કર્યા વિના RBD પામોલીન ડ્યુટી હાલના 12.5 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી શકે છે.

ખાદ્ય તેલના ફુગાવા પર તેની કોઈ અસર નહીં થાય

ઈન્ડસ્ટ્રી બોડીએ દલીલ કરી છે કે 15 ટકાનો ડ્યુટી ડિફરન્સિયલ રિફાઈન્ડ પામોલિનની આયાત ઘટાડવામાં મદદ કરશે અને તેના બદલે ક્રૂડ પામ ઓઈલની આયાતમાં વધારો કરશે. SEAએ ખાતરી આપી છે કે, આનાથી દેશમાં કુલ આયાત પર કોઈ અસર થશે નહીં અને ખાદ્ય તેલના ફુગાવા પર કોઈ અસર પડશે નહીં. તેનાથી વિપરીત, તે આપણા દેશમાં ક્ષમતાના ઉપયોગ અને રોજગાર નિર્માણની સ્થિતિને સુધારવામાં મદદ કરશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોજગાર પેદા કરવા ઉપરાંત દેશમાં મૂલ્યવર્ધનમાં મદદ કરે છે

એસોસિએશને મંત્રીને આ મુદ્દા પર ધ્યાન આપવા અને સ્થાનિક પામ ઓઈલ પ્રોસેસિંગ ઉદ્યોગને બરબાદીમાંથી બચાવવા માટે પગલાં ભરવા વિનંતી કરી. ભારત ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી મોટા પ્રમાણમાં પામ ઓઈલની આયાત કરે છે. દેશમાં પામોલિનની વધતી જતી માગને પહોંચી વળવા ભારતીય રિફાઇનર્સ દ્વારા CPOની આયાત કરવામાં આવે છે. CPO ની આયાત રોજગારી પેદા કરવા ઉપરાંત દેશમાં મૂલ્યવર્ધનમાં મદદ કરે છે.

Next Article