વધતી માગના કારણે હળદરના ભાવમાં વધારો, ખેડૂતોને હળદરની ખેતી કરી શકે છે માલામાલ
Turmeric Price : ભારત અને પાકિસ્તાન એ હળદર ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. હળદરને અંગ્રેજીમાં ટરમરીક કહે છે આ નામ લેટિન શબ્દ ટેરા મેરીટા કે ટાર્મેરાઈટ પરથી પડ્યું છે.
ઉત્પાદન વુદ્ધિ કરતાં બજાર ભાવ વધુ મહત્ત્વનો છે, આ માટે ખેડૂતો(Farmers)એ આયોજનબદ્ધ રીતે ખેતી કરવી જોઈએ. વધુ આવક માટે રોકડીયા પાકનો કોઈ વિકલ્પ નથી. રોકડીયા પાકમાં શેરડી, કપાસ, હળદર (Turmeric) અને તમાકુનો સમાવેશ થાય છે. આ પાકોને બજારમાં વ્યાજબી ભાવ પણ મળી રહ્યા છે. જો કે દિવાળીના કારણે હળદરની માગ વધી છે.
નવી આવકની હળદરના સારા ભાવ (Turmeric price is increasing) મળી રહ્યા છે. ઉત્પાદનની સાથે સાથે બજારનો અભ્યાસ પણ મહત્વનો બની રહ્યો છે. ખેડૂતોની આર્થિક બાજુ રોકડીયા પાકો દ્વારા સક્ષમ બને છે પરંતુ સાથે સાથે યોગ્ય આયોજન પણ જરૂરી છે. જો ભાવ યોગ્ય ન હોય તો ખેડૂતો પાસે કૃષિ પેદાશનો સંગ્રહ કરવાની ક્ષમતા હોવી જોઈએ. કમોસમી વરસાદને કારણે હળદરના પાકને પણ મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં હળદરના ઉત્પાદનમાં પણ 15 ટકાનો ઘટાડો થઈ શકે છે.
ઔદ્યોગિક પ્રક્રિયા ક્ષેત્રમાં હળદરની માગમાં વધારો
તહેવારોની મોસમમાં ઘણા પાક અને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ધાણા, ટામેટાં, ડુંગળી અને અન્ય મસાલાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ખેતી અને ઔદ્યોગિક પ્રોસેસિંગ સેક્ટરમાં માગ વધવાને કારણે દિવાળીમાં હળદરના ભાવ પણ રૂ. 200 સુધી પહોંચી ગયા છે.
માગ વધવાને કારણે હળદરના ભાવમાં વધઘટ થાય છે
રાજ્યમાં તહેવારોની સિઝનમાં હળદરની માગ ઝડપથી વધવા લાગી છે. માગમાં વધારાને કારણે હળદરનો ભાવ 4,500 રૂપિયાથી વધીને 8,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે.
વરસાદને કારણે નુકસાન
દિવાળીના તહેવારને કારણે રાજ્યમાં અનેક બજાર સમિતિઓ બંધ રહી છે, પરંતુ નાંદેડ અને વાસમત જિલ્લામાં બજાર સમિતિઓમાં હળદરના ભાવમાં રૂ. 50 થી 100નો વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભારે વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું હતું. હળદર ઉગાડતા પ્રદેશમાં જીવાતો અને રોગોએ હળદરને નુકસાન પહોંચાડ્યું છે.
હળદરની ખેતી
ગુજરાતમાં હળદરની ખેતી સાબરકાંઠા, વલસાડ, સુરત, નડિયાદ અને પંચમહાલ જીલ્લાઓમાં થાય છે. વર્તમાનમાં સૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઈ ચૂકી છે. જો હવામાનની વાત કરીએ તો હળદરની ખેતીને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. તેમજ સારા નિતારવાળી અને પુરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી મધ્યમ કાળી, ગોરાડુ કે નદી કાંઠાની કાંપયુક્ત ફળદ્રુપ જમીન વધારે માફક આવે છે.
વાવેતર બાદ હળદરને પાણી જરૂરિયાત પ્રમાણે આપવાનું રહે છે. જેમાં વરસાદ ખેંચાય તો આપવું તેમજ ઠંડીમાં એટલે કે શિયાળામાં આઠથી દસ દિવસના અંતરે જમીનના પ્રકાર આધારિત પિયત આપવું. હળદરનું પ્રતિ હેક્ટર 20 થી 22 મેટ્રિક ટન ઉત્પાદન મળે છે જે અલગ-અલગ જમીન પ્રમાણે વધ ઘટ હોઈ શકે છે.
આ પણ વાંચો: Onion Crop: રવિ સીઝનમાં ડુંગળીના વાવેતર અને માવજત અંગેની સંપૂર્ણ માહિતી
આ પણ વાંચો: ખેડૂતો લાલ ભીંડાની ખેતીથી કરશે બમ્પર કમાણી, આ ભીંડો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો વિગતવાર