આ રાજ્યમા પશુપાલન માટે કડક નિયમ, 10 દિવસમાં છાણ દુર નહી કરાયું તો 10 હજાર રૂપિયા સુધીનો થશે દંડ

|

Apr 18, 2022 | 10:35 AM

ગોપાલન નિયમોમાં ગાય અને ભેંસ ઉછેરવા (Cow Rearing Rules) માટે જમીન પ્રમાણે કોર્પોરેશન કે નગરપાલિકા પાસેથી લાયસન્સ લેવાની સાથે પશુઓના મળમૂત્રના નિકાલ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે.

આ રાજ્યમા પશુપાલન માટે કડક નિયમ, 10 દિવસમાં છાણ દુર નહી કરાયું તો 10 હજાર રૂપિયા સુધીનો થશે દંડ
Rajasthan government has implemented new cow rearing rules

Follow us on

રાજસ્થાન (Rajasthan) માં સરકારે પશુપાલકો (Animal keepers) માટે ગાય ઉછેરના નવા નિયમો (Cow Rearing Rules) લાગુ કર્યા છે, જે બાદ પશુપાલન માટે લાયસન્સ અને દંડની રકમમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ગોપાલન નિયમોમાં ગાય અને ભેંસ ઉછેરવા માટે જમીન પ્રમાણે કોર્પોરેશન કે નગરપાલિકા પાસેથી લાયસન્સ લેવાની સાથે પશુઓના મળમૂત્રના નિકાલ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. સરકારે હવે નિયમો હેઠળ પશુપાલકો પર પ્રતિબંધ મૂક્યો છે કે પશુઓના મળમૂત્રને કારણે પડોશમાં રહેતા લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

સરકારની નવી ગોપાલન નીતિની અસર રાજસ્થાનના 213 શહેરોમાં જોવા મળશે. નિયમો અનુસાર હવે માત્ર એક જ ગાય કે ભેંસ પાળી શકાશે, જેના માટે ઓછામાં ઓછી 100 ચોરસ યાર્ડ જમીન અલગથી નક્કી કરવી પડશે અને કોર્પોરેશન અથવા નગરપાલિકા પાસેથી લાયસન્સ લેવું પડશે.

પશુપાલકો 10 દિવસમાં પશુઓના મળ-મૂત્રને ફેંકી દેશે

મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર દરેક પશુના કાનમાં ટેગ બાંધવું ફરજિયાત હશે, જેના પર માલિકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો પડશે. સાથે જ જો પશુ બહાર રખડતા જોવા મળશે તો 10 હજાર રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સાથે પશુઓના મળ-મૂત્રને લઈ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે દર 10 દિવસે પશુના મળમૂત્રને શહેરની બહાર લઈ જઈને તેનો નિકાલ કરવાનો રહેશે. આ સાથે પશુઓને રસ્તા પર કે ખુલ્લી જગ્યાએ બાંધી શકાશે નહીં. હવે પશુપાલકો ડસ્ટબીનમાં ભેગું કરેલું છાણ કોર્પોરેશનની હદની બહાર લઈ જઈ ફેંકશે અને જ્યાં તેનું ખાતર બનાવવામાં આવશે. કોઈપણ પશુ માલિકના લાયસન્સની શરતોનું ઉલ્લંઘન કરવા પર 1 મહિનાની નોટિસ અથવા દંડ થશે.

પશુ રખડતા મળવા પર દંડ

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે લાયસન્સ વિના ઘાસચારો વેચવા પર દંડ ભરવો પડશે. ત્યારે પશુઘર લાયસન્સ ફી વાર્ષિક 1000 રૂપિયા લેવામાં આવશે. આ ઉપરાંત ગાય કે ભેંસને બાંધવાની જગ્યાનો પશુઘર તરીકે ઉપયોગ કરવા માટે એક હજાર રૂપિયા ચૂકવીને લાયસન્સ લેવું પડશે. બીજી તરફ જો પશુઓ રખડતા જોવા મળે તો પશુદીઠ 500 રૂપિયા વાહનવ્યવહાર માટે અને ચારા માટે દરરોજ 100 રૂપિયા વસૂલવામાં આવશે.

આ સાથે 100 સ્ક્વેર યાર્ડના એનિમલ હાઉસને 200 સ્ક્વેર ફીટ સુધી કવર કરવું અને 250 સ્ક્વેર ફીટ સુધી ખુલ્લું રાખવું ફરજીયાત રહેશે. જેના ઉપર કોઈ ઘર બનાવી શકાશે નહીં. નોંધનીય છે કે હવે 500 ચો.મી.થી મોટું ઘર ધરાવતા મકાન 100 ચો.મી.માં ગાય અને વાછરડાને અલગ-અલગ રાખી શકશે. પરંતુ બીજી બાજુ શહેરના 5 ટકાથી પણ ઓછા લોકો પાસે 500 ચો.મી.થી મોટા ઘરો છે. જેથી તેની અસર 95% વસ્તી પર પડશે.

આ પણ વાંચો: Animal Husbandry: ગાય અને ભેંસની એવી ઓલાદ જે વાર્ષિક 2200 થી 2600 લીટર સુધી આપે છે દૂધ

આ પણ વાંચો: Tech Tips: ચોરાયેલા ફોનને શોધી આપશે ગૂગલની આ એપ, જાણો કેવી રીતે કરશે કામ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article