AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: 31 મે પહેલા કરી લો આ કામ, નહીંતર સન્માન નિધિનો નહીં આવે 11 મો હપ્તો

PM Kisan Yojana Latest Update: આ યોજના દ્વારા કરોડો ખેડૂતો (Farmers)ના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે.

PM Kisan Yojana: 31 મે પહેલા કરી લો આ કામ, નહીંતર સન્માન નિધિનો નહીં આવે 11 મો હપ્તો
FarmersImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 8:20 AM
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojana)ની ગણતરી કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાં થાય છે. આ યોજના દ્વારા કરોડો ખેડૂતો (Farmers) ના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ દર ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયા કરીને મોકલવામાં આવે છે. આપને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના (PM Kisan 11th Installment) ના પહેલા હપ્તાના પૈસા 1 એપ્રિલથી જુલાઈ વચ્ચે મોકલવામાં આવે છે. બીજો હપ્તો ઓગસ્ટ અને નવેમ્બર વચ્ચે આવે છે, જ્યારે ત્રીજો હપ્તો સરકાર દ્વારા ડિસેમ્બર અને માર્ચ વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવે છે.

જણાવી દઈએ કે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 10 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતો હવે 11મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, PM કિસાન યોજનાનો 11મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલી શકાય છે.

હપ્તા માટે E-KYC જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. ઇ-કેવાયસી ન કરાવવાના કિસ્સામાં, ખેડૂત બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી શકે છે. ખેડૂતો બે રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે. એક આધાર કાર્ડ અને OTP દ્વારા અને બીજું નજીકના CSC કેન્દ્ર પર બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા. તાજેતરમાં, સરકારે ઇ-કેવાયસી માટેની સમયમર્યાદા 31 મે, 2022 સુધી લંબાવી છે.

આ રીતે ઈ-કેવાયસી કરાવો

સૌ પ્રથમ PM કિસાન યોજના વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. હવે અહીં તમે ફાર્મર કોર્નર જોશો, જ્યાં EKYC ટેબ પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે આધાર નંબર નાખવો પડશે અને સર્ચ ટેબ પર ક્લિક કરવું પડશે. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરના નંબર પર OTP મોકલવામાં આવશે. સબમિટ OTP પર ક્લિક કરો. આધાર રજિસ્ટર્ડ મોબાઇલ OTP દાખલ કરો અને તમારું eKYC થઈ જશે.

જણાવી દઈએ કે 31મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મો હપ્તો રિલીઝ કરી શકે છે. પરંતુ તે પહેલા અનેક ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. હકીકતમાં આ યોજનાનો લાભ લેનાર અયોગ્ય ખેડૂતોના નાણાં પરત કરવા માટે કૃષિ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં પણ આવી જ કાર્યવાહી ચાલી રહી છે. ખેડૂતોને નિયત સમયમાં મળેલી રકમ પરત કરવા જણાવાયું છે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">