PM-Kisan Yojna : જો તમને આ યોજના હેઠળ આઠમાં હપ્તાની રકમ નથી મળી? તો જાણો શું છે તેનું કારણ

|

Jun 28, 2021 | 11:45 AM

ખેડૂતોએ રજીસ્ટ્રેશન સમયે જો બેંક ખાતાના નંબર અથવા IFSC કોડની માહિતી ખોટી આપી હોય તો તેના કારણે અરજી નામંજૂર થઈ શકે છે.

PM-Kisan Yojna : જો તમને આ યોજના હેઠળ આઠમાં હપ્તાની રકમ નથી મળી? તો જાણો શું છે તેનું કારણ
યોજના દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ ખેડૂતોને આપવામાં આવે છે

Follow us on

કેન્દ્રની સરકારે ખેડૂતોને (Farmers) રાહત આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પ્રદાન કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojna) પણ આ યોજનાઓમાંની એક છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આઠમાં હપ્તાની ચૂકવણી કરવામાં આવી છે. આ દરમિયાન દેશના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં 19,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ ખેડૂતોને આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ લગભગ 11.74 કરોડ લાભાર્થીઓ છે. ખેડૂત તેમના Android સ્માર્ટફોન માં ગૂગલ પ્લે સ્ટોરથી પીએમ કિસાન યોજના એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકે છે. તમને આ એપ્લિકેશનમાં બધી માહિતી મળશે.

નામંજૂર થયેલા નામની યાદી કેવી રીતે જોઈ શકાય?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જાહેર કરાયેલ આઠમો હપ્તો મળ્યો નથી, તેઓ નામંજૂર નામોની યાદી જોઈ શકશે. તેના દ્વારા તમે જાણી શકશો કે શા માટે આઠમા હપ્તાની રકમ તમારા ખાતામાં આવી નથી. આ સિવાય તમે પીએમ કિસાનની વેબસાઇટ પર પણ તમારું નામ ચકાસી શકો છો.

યોજના સંબંધિત અપડેટ માહિતી મેળવવા માટે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના https://pmkisan.gov.in/ ની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. બધી વિગતો ભર્યા પછી Show વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં રિજેક્ટેડ સ્ટેટસ જોવા મળશે. આ સૂચિ દ્વારા તમે શોધી શકો છો કે તમને કિસાન યોજનાની રકમ શા માટે નથી મળી. આ સાથે તમે જાણી શકશો કે તમારી અરજી કેમ રદ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડશે.

અરજી કેમ નામંજૂર થાય છે?

ખેડૂતોએ રજીસ્ટ્રેશન સમયે જો બેંક ખાતાના નંબર અથવા IFSC કોડની માહિતી ખોટી આપી હોય તો તેના કારણે અરજી નામંજૂર થઈ શકે છે. તેથી પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટેની અરજી સબમિટ કરતી વખતે જ આ બાબતનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન કરો.

નામંજૂર યાદીમાં તે ખેડૂતોનાં નામ પણ છે, જે યોજનાનો લાભ લેવા પાત્ર નથી. પીએમ કિસાનનો લાભ લેવા સરકારે કેટલાક નિયમો નક્કી કર્યા છે. જો ખેડૂત જરૂરી માપદંડને પૂર્ણ કરતા નથી અથવા જો તેમણે ખોટા ડેટા અપલોડ કર્યો છે તો તેની અરજી નામંજૂર કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની સમસ્યા માટે તમે 011-24300606 પર કોલ કરી શકો છો.

Next Article