AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: 14 મેના રોજ 10 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 19 હજાર કરોડ રૂપિયા, આ રીતે ચેક કરો તમારુ નામ

આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડુતો નોંધાયા છે. ડિસેમ્બરમાં જાહેર કરેલો હપ્તો 10 કરોડ 70 હજાર 978 ખેડુતોને મળ્યો હતો.

PM Kisan Yojana: 14 મેના રોજ 10 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે 19 હજાર કરોડ રૂપિયા, આ રીતે ચેક કરો તમારુ નામ
PM Kisan Yojana
| Updated on: May 13, 2021 | 1:02 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ સવારે 11 વાગ્યે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની 8 માં હપ્તાની રકમની ચૂકવણી કરશે. સાથે જ વડાપ્રધાન ખેડૂતો સાથે વાતચીત પણ કરશે. આપને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત સરકાર 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. એક વર્ષમાં ત્રણ હપ્તા દ્વારા ખાતામાં કુલ 6000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. આ યોજના લોકસભાની ચૂંટણી 2019 પહેલા 24 ફેબ્રુઆરી 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, 1 ડિસેમ્બર 2018 થી તેને અસરકારક માનવામાં આવતું હતું. પ્રથમ વખત 3 કરોડ 16 લાખ 5 હજાર 539 ખેડુતોને બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો હતો.

10 કરોડથી વધુ ખેડૂતોની નોંધણી થઈ છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડુતો નોંધાયા છે. ડિસેમ્બરમાં જાહેર કરેલો હપ્તો 10 કરોડ 70 હજાર 978 ખેડુતોને મળ્યો હતો. વર્ષ 2020-21 ના ​​એપ્રિલથી જુલાઈના હપ્તામાં ખેડુતો દ્વારા મહત્તમ નાણાં પ્રાપ્ત થયા હતા. આ સમય દરમિયાન કેન્દ્ર સરકારે કુલ 10 કરોડ 48 લાખ 95 હજાર 545 ખેડુતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

ચુંટણી અને વધતા કોરોના કેસને કારણે હપ્તામાં વિલંબ થયો

કેન્દ્ર સરકારે ગત મહિને પીએમ કિસાન સન્માન નિધિના આઠમાં હપ્તાની રકમ ખેડૂતોને આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી હતી. પરંતુ પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ અને વધતા કોરોનાના કારણે વિલંબ થયો હતો. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે, મેના મધ્ય સુધીમાં 8 માં હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં પહોંચી જશે.

લિસ્ટમાં તમારું નામ આ પ્રમાણે ચકાસો

1. સૌ પ્રથમ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.

2. હોમપેજ પર Farmers Corner વિકલ્પ પર ક્લિક કરો.

3. Farmers Corner ની અંદર Beneficiaries List પર ક્લિક કરો.

4. ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરો.

5. ત્યારબાદ Get Report પર ક્લિક કરો. લાભાર્થીઓની સંપૂર્ણ સૂચિ દેખાશે, જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">