ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આ દિવસોમાં ખેડૂતોને (Farmers) પ્રાકૃતિક ખેતી (Natural Farming) કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. તેમનું કહેવું છે કે એક એકર ખેતીની જમીનમાં પ્રાકૃતિક ખેતી માટે ખાતર એટલે કે જીવામૃત એક દિવસ માટે દેશી ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી તૈયાર કરી શકાય છે. એક ગાય વડે 30 એકર જમીનમાં કુદરતી ખેતી કરી શકાય છે. ખેડૂતો આ જીવામૃત જાતે તૈયાર કરી શકે છે. જીવામૃત એ રીતે ખેતરની ફળદ્રુપતા વધારે છે જે રીતે થોડી માત્રામાં દહીં દૂધને દહીમાં ફેરવે છે.
જીવામૃતમાંથી ઉત્પન્ન થતા બેક્ટેરિયા ખેડૂતના શ્રેષ્ઠ મિત્રો છે. અળસિયાની પ્રવૃત્તિ જમીનમાં ઊંડાણ સુધી પાણી પહોચાડે છે, જેનાથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. આચાર્ય દેવવ્રત અનુસાર, જમીનની ફળદ્રુપતા વધારવા અને માનવજાતને ઝેરી તત્વોથી બચાવવા માટે ગાય આધારિત કુદરતી ખેતી એ સૌથી અસરકારક ઉપાય છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ખાતર અને જંતુનાશકો ગાયના છાણ અને મૂત્રમાંથી બનાવવામાં આવે છે. તેમાં ચણાનો લોટ, ગોળ, માટી અને પાણી ભેળવવાનું હોય છે.
મધ્યપ્રદેશમાં આયોજિત એક કાર્યક્રમમાં દેવવ્રતે કહ્યું કે કુદરતી ખેતીમાં મલ્ચિંગ પણ જરૂરી છે. આ ત્રણ વર્ષમાં 70 ટકા જેટલું પાણી બચાવે છે. બેક્ટેરિયાને વધવા માટે ખોરાક મળે છે, ઓર્ગેનિક કાર્બન બચે છે અને નીંદણ વધતું નથી. તેમણે કહ્યું કે એક સાથે અનેક પાક લેવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. તેનાથી ખેડૂતોની આવક વધે છે.
આચાર્યએ જણાવ્યું હતું કે કુદરતી ખેતી એ શૂન્ય ખર્ચની ખેતી છે, જેનું ખાતરનું કારખાનું દેશી ગાય અને અળસિયા છે, દિવસ-રાત મહેનત કરનાર મિત્ર છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં તફાવત છે. તેમણે વિજ્ઞાન આધારિત ઉદાહરણો અને પોતાના ખેતીના અનુભવોના આધારે કુદરતી ખેતીની પદ્ધતિ સમજાવી.
તેમણે કહ્યું કે ખેતરમાં રાસાયણિક તત્વોનો ઉપયોગ જમીનની ફળદ્રુપતાને નષ્ટ કરે છે. સજીવ ખેતીની ઉત્પાદકતા ધીમે ધીમે વધે છે. તેમજ જરૂરી ખાતર માટે મોટી માત્રામાં ગાયના છાણની જરૂર પડે છે, જેના માટે એકર દીઠ ઘણાં પશુઓની જરૂર પડે છે અને વધુ મજૂરીની જરૂર પડે છે.
આ પણ વાંચો : પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને સરકાર આપશે મોટી ભેટ, ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 32,500 રૂપિયા
આ પણ વાંચો : Animal Husbandry: ઉનાળાની કાળઝાળ ગરમીમાં દુધાળા પશુઓની આ રીતે રાખો કાળજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 5:22 pm, Fri, 15 April 22