Apple Farming: હવે ગરમ પ્રદેશમાં પણ થશે સફરજનની ખેતી, જાણો કેવી રીતે બન્યુ શક્ય

|

Apr 04, 2023 | 7:19 PM

લોકોમાં એવી માન્યતા છે કે સફરજનની ખેતી ઠંડા પ્રદેશોમાં જ કરી શકાય છે. ખાસ કરીને જ્યાં હિમવર્ષા થાય છે. પરંતુ હવે પંજાબ જેવા ગરમ પ્રદેશોમાં પણ તેની ખેતી શક્ય બની છે. હવે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પઠાણકોટ ખેડૂતોને સફરજનની ખેતી કરવા માટે જાગૃત કરશે.

Apple Farming: હવે ગરમ પ્રદેશમાં પણ થશે સફરજનની ખેતી, જાણો કેવી રીતે બન્યુ શક્ય
Apple Farming

Follow us on

પંજાબ એક કૃષિપ્રધાન રાજ્ય છે. ઉત્તર પ્રદેશ પછી આ રાજ્યમાં ઘઉંની સૌથી વધુ ખેતી થાય છે. પરંતુ હવે અહીંના ખેડૂતો સફરજનની ખેતી પણ કરી શકશે. વાસ્તવમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પઠાણકોટે સફરજનની એવી જાત વિકસાવી છે, જે પંજાબની આબોહવા માટે યોગ્ય છે. એટલે કે હવે પંજાબના ખેડૂતો પણ સફરજનની ખેતી કરીને સારી કમાણી કરશે. ખાસ વાત એ છે કે સફરજનની આ જાતની ખેતીનો ખર્ચ પણ ઓછો આવશે.

આ પણ વાંચો: China on Arunachal Pradesh: 109 વર્ષ જૂનુ એ સત્ય જેનાથી ભાગી રહ્યું છે ચીન, અરૂણાચલ પર ચીનના દાવામાં કેટલો દમ?

એક અહેવાલ મુજબ સફરજન પર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પઠાણકોટનું ટ્રાયલ સફળ રહ્યું છે. હવે પંજાબના ખેડૂતો પરંપરાગત પાક ઉપરાંત સફરજનની પણ ખેતી કરી શકશે. આનાથી તેમને વધુ કમાણી થશે. પઠાણકોટના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી સુરિન્દર કુમારે કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને પાક ચક્રમાંથી બહાર કાઢવા માંગે છે, જેથી તેઓ અન્ય પાકની ખેતી કરી શકે. આવી સ્થિતિમાં પંજાબના ખેડૂતો માટે સફરજનની ખેતી વરદાન સાબિત થશે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

હવે ગરમ પ્રદેશોમાં પણ થશે સફરજનની ખેતી

ખરેખર, લોકોમાં એવી માન્યતા છે કે સફરજનની ખેતી ઠંડા પ્રદેશોમાં જ કરી શકાય છે. ખાસ કરીને જ્યાં હિમવર્ષા થાય છે. પરંતુ હવે પંજાબ જેવા ગરમ પ્રદેશોમાં પણ તેની ખેતી શક્ય બની છે. હવે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પઠાણકોટ ખેડૂતોને સફરજનની ખેતી કરવા માટે જાગૃત કરશે. આ સાથે ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવશે.

ઘઉંની ત્રણ નવી જાતો વિકસાવી

આપને જણાવી દઈએ કે ખેતીની કિંમત ઘટાડવા અને ઉપજ વધારવા માટે દેશની તમામ કૃષિ યુનિવર્સિટીઓ સમયાંતરે પાકની નવી જાતો વિકસાવતી રહે છે. ગયા મહિને, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) એ ઘઉંની એવી ત્રણ જાતો વિકસાવી હતી, જેના પર ગરમી અને હિટવેવની કોઈ અસર નહીં થાય. આ જાતની વિશેષતા એ છે કે તે ઉનાળાની શરૂઆત પહેલા જ પાકી જશે અને લણણી માટે તૈયાર થઈ જશે.

તે HD-2967 અને HD-3086 જાતો કરતાં વધુ ઉપજ આપશે

માહિતી અનુસાર, ICARના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેમના દ્વારા વિકસિત ઘઉંની જાતોનો મુખ્ય હેતુ બીટ-ધ-હીટ સોલ્યુશન હેઠળ વાવણીના સમયને આગળ વધારવાનો છે. જો આ નવી જાતોની વાવણી 20મી ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે તો તે હોળી પહેલા પાકી જશે. એટલે કે, ઉનાળાની શરૂઆત પહેલા તેને કાપી શકાય છે. પ્રથમ જાતનું નામ HDCSW-18 છે. તે HD-2967 અને HD-3086 કરતાં વધુ ઘઉંની ઉપજ આપશે.

કૃષિ જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

APMC ભાવ સમાચારએગ્રિકલ્ચર ટેકનોલોજી ન્યૂઝસક્સેસ સ્ટોરી સાથે જોડાયેલા તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article