Kisan Kalyan Yojana: યોજનાને કિસાન સન્માન નિધિ યોજના સાથે કરાઈ મર્જ

મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2020-21માં 74 લાખ 50 હજાર ખેડૂતોના ખાતામાં લગભગ 1 હજાર 492 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. એ જ રીતે, વર્ષ 2021-22 માટે પ્રથમ હપ્તા તરીકે 75 લાખ ખેડૂતોને રૂ. 1,500 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

Kisan Kalyan Yojana: યોજનાને કિસાન સન્માન નિધિ યોજના સાથે કરાઈ મર્જ
Farmers (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 10:03 AM

કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક યોજનાઓ લાવતી રહે છે. આ ક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોના હિતમાં ‘મધ્યપ્રદેશ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના’ શરૂ (Mukhyamantri Kisan Kalyan Yojana)કરી છે. આ યોજના 26 સપ્ટેમ્બર 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

હકીકતમાં, મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાને કિસાન સન્માન નિધિ યોજના (Kisan Samman Nidhi Scheme) સાથે પણ જોડવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક વધારવાનો છે, જેથી તેમને કોઈ આર્થિક સંકટનો સામનો ન કરવો પડે. આ યોજના હેઠળ, ખેડૂતો (Farmers)ને વર્ષમાં બે વાર 2,000 રૂપિયા એટલે કે વાર્ષિક 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે.

આ સાથે આ તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ પણ મળે છે. આવો આજે અમે તમને મધ્યપ્રદેશ મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાના ફાયદાઓ વિશે જણાવીએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ યોજનાના લાભો

મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજનાને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે મર્જ કરવામાં આવી છે. મતલબ કે હવે મધ્યપ્રદેશના ખેડૂતોને વાર્ષિક કુલ 10 હજાર રૂપિયાનો નફો મળે છે.

લાભો મેળવવા માટેની શરતો અને પ્રક્રિયા

આ યોજના દ્વારા દરેક ખેડૂતને ખેતીમાં ઘણી મદદ મળશે. જે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે, તે ખેડૂતની માહિતી કિસાન સન્માન નિધિ પોર્ટલ પર નોંધવામાં આવશે. આ લાભ મેળવવાની પ્રક્રિયામાં વિસ્તારના પટવારી ખેડૂતોની સંપૂર્ણ માહિતીની ખરાઈ કરશે. ખેડૂતોએ આ વિસ્તારના પટવારીને માત્ર એક જ વાર ફિઝિકલી અરજી કરવાની રહેશે. પ્રક્રિયા અને રકમની રસીદ વિશે વધુ માહિતી મોબાઇલ પર જ પ્રાપ્ત થશે.

અત્યાર સુધીના આંકડા

મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2020-21માં 74 લાખ 50 હજાર ખેડૂતોના ખાતામાં લગભગ 1 હજાર 492 કરોડની રકમ ચૂકવવામાં આવી હતી. એ જ રીતે, વર્ષ 2021-22 માટે પ્રથમ હપ્તા તરીકે 75 લાખ ખેડૂતોને રૂ. 1,500 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના ખેડૂતો માટે યોજના

Gujarat Kisan Sahay Yojana આ યોજના ખાસ કરીને ખરીફ સિઝનમાં વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતમાં ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાની જરૂર રહેશે નહીં. કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થવાના કિસ્સામાં ખેડૂતો રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ વધારાનું વળતર આપવામાં આવે છે.

આ પણ વાંચો: Viral: સેનાના જવાનની અદ્ભૂત ફિટનેસ પર ફિદા થયા લોકો, યુઝરે લખ્યું મ્હારો દેશ કા ફૌજી છે

આ પણ વાંચો: Viral: રસ્તા પર જતી છોકરીને બકરીએ કારણ વગર ફંગોળી, પછી થઈ જોવા જેવી

g clip-path="url(#clip0_868_265)">