Marigold Farming: આ બાબતોનું ધ્યાન રાખી ગલગોટાની ખેતીમાં ખેડૂતો મેળવી શકે છે સારો નફો

|

Jan 31, 2022 | 10:23 AM

ભારતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મેરીગોલ્ડના ફૂલની મોટાપાયે ખેતી થાય છે.

Marigold Farming: આ બાબતોનું ધ્યાન રાખી ગલગોટાની ખેતીમાં ખેડૂતો મેળવી શકે છે સારો નફો
Marigold farming (File Photo)

Follow us on

ભારતના ખેડૂતો મોટાપાયે ફૂલની ખેતી (Flower Farming) કરે છે. લગ્ન, ધાર્મિક કાર્યક્રમોમાં તેમના ઉપયોગને કારણે તેમની માંગ આખું વર્ષ રહે છે. અનાજ અને શાકભાજી કરતાં પણ ફ્લોરીકલ્ચરની આવક વધુ છે. માગ અને નફાને ધ્યાનમાં રાખીને ખેડૂતો વિવિધ પ્રકારના ફૂલો ઉગાડે છે. પરંતુ માળા બનાવવામાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મેરીગોલ્ડ (Marigold)ની ખેતી તરફ ખેડૂતોનું વલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે.

મેરીગોલ્ડને અન્ય ફૂલો કરતાં ઓછી કાળજીની જરૂર પડે છે અને ખેડૂતો દ્વારા આખા વર્ષ દરમિયાન તેની ખેતી કરી શકાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મેરીગોલ્ડના ફૂલની મોટાપાયે ખેતી થાય છે. જ્યારે ગુજરાતમાં પણ ઘણા ખેડૂતો વિવિધ કલરના મેરીગોલ્ડની ખેતી કરે છે. મેરીગોલ્ડની 50થી વધુ પ્રજાતિઓ છે, પરંતુ માત્ર ત્રણ જ વ્યવસાયિક રીતે ઉગાડવામાં આવે છે. મેરીગોલ્ડ એ મેક્સિકો અને દક્ષિણ અમેરિકાનો મૂળ છોડ છે.

મેરીગોલ્ડ ફૂલની સુધારેલી જાતો

આ ફૂલ કોઈપણ પ્રકારની આબોહવામાં ઉગાડી શકાય છે. ત્યારે શીતોષ્ણ અને સમશીતોષ્ણ આબોહવા વ્યવસાયિક ખેતી માટે યોગ્ય ગણવામાં આવે છે. મેરીગોલ્ડ રોપવા માટે 14.5થી 28.5 ડિગ્રી તાપમાન અને રેતાળ લોમ(જમીનનો એક પ્રકાર) જમીન જરૂરી છે. મેરીગોલ્ડ ફૂલોની ખેતી માટે 7થી 7.5 pH મૂલ્ય ધરાવતી જમીન વધુ સારી માનવામાં આવે છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મેરીગોલ્ડની ફ્રેન્ચ અને આફ્રિકન જાતો પણ ઉપલબ્ધ છે. પુસાએ ભારતીય આબોહવા અનુસાર ઘણી જાતોનું સંવર્ધન કર્યું છે. આ પૈકી પુસા ઓરેન્જ, પુસા બસંતી અને પુસા અર્પિતા કોમર્શિયલ જાતો છે. ઉત્તર ભારતમાં આ જાતોની મોટાપાયે ખેતી કરવામાં આવે છે. જો આપણે હાઈબ્રિડ જાતો વિશે વાત કરીએ તો તેમાં એપોલો, ફ્લાય મેક્સ, ફર્સ્ટ લેડી, ગોલ્ડ લેડી, ગ્રે લેડી અને મૂન શૉટ મુખ્ય છે.

આ રીતે થાય છે મેરીગોલ્ડ ફૂલની ખેતી

મેરીગોલ્ડની ખેતી માટે પહેલા નર્સરી તૈયાર કરવામાં આવે છે અને બાદમાં તેને મુખ્ય ખેતરમાં રોપવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો જાતે જ નર્સરી તૈયાર કરે છે. જો તમે નર્સરી તૈયાર કરવા માંગતા નથી તો તમે ખરીદી અને ટ્રાન્સપ્લાન્ટ કરી શકો છો. રોપાઓ તૈયાર થવામાં એક મહિનાનો સમય લાગે છે. રોપણી પહેલાં એક એકરમાં 8થી 10 ટન છાણીયું ખાતર અને 250 કિલો લીમડાનું કોટેડ યુરિયા, 400 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 85 કિલો પોટાશ નાખવાની ભલામણ કરવામાં આવે છે.

જો તમે આફ્રિકન મેરીગોલ્ડની ખેતી કરતા હોવ તો છોડથી છોડ સુધી 30 સેમી અને હરોળ વચ્ચે 45 સેમીનું અંતર રાખો. ફ્રેન્ચ મેરીગોલ્ડમાં છોડ અને હરોળ વચ્ચેનું અંતર 20 સેમી રાખવું પડે છે. રોપણી પછી હળવા સિંચાઈની ભલામણ કરવામાં આવે છે. શિયાળામાં 10થી 15 દિવસે પિયત આપવું જોઈએ, જ્યારે ઉનાળામાં 7થી 10 દિવસે પિયત આપવું જોઈએ. રોપણીના 30થી 35 દિવસ પછી પિંચીંગ કરવાની હોય છે. આમ કરવાથી વધારાની વૃદ્ધિ થતી નથી અને વધુ ડાળીઓ નીકળે છે, જેના કારણે ખેડૂતોને વધુ ફૂલો મળે છે. રોપણીના બે મહિના પછી ફૂલો લણણી માટે તૈયાર છે.

આ પણ વાંચો: Viral: ગોલગપ્પાથી શખ્સે તૈયાર કર્યો IceCream Roll, લોકો બોલ્યા ‘આ ગુના માટે નર્કમાં પણ જગ્યા નહીં મળે’

આ પણ વાંચો: ફોન પર કેવી રીતે ડાઉનલોડ કરવું ચૂંટણી કાર્ડ, જાણો શું છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Next Article