Success Story: એન્જીનિયરની નોકરી છોડી આ કિસાન બંધુઓએ શરૂ કરી અતિ દુર્લભ જરબેરા ફૂલની ખેતી, દર મહિને કરે છે લાખોમાં કમાણી
Gerbera Flowers Cultivation: જરબેરા ફૂલોના છોડ હોલેન્ડથી આવે છે. આ ફૂલોની ખેતી માટે સંતુલિત તાપમાન અને સિંચાઈ માટે શુદ્ધ પાણીની જરૂરીયાત હોય છે. એક એકરમાં બનેલ પોલીહાઉસમાં 25 હજાર છોડ વિશેષ પ્રકારની માટીમાં લગાવામાં આવે છે. આ છોડને બોર નહીં, પરંતુ કુવાનું પાણી ફિલ્ટર કરી ડ્રીપિંગ દ્વારા પ્રતિદિવસ 24 મિનિટ આપવામાં આવે છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં રહેતા બે પ્રગતિશીલ ખેડૂતો (Farmes)એ એન્જીનિયરની પ્રાઈવેટ નોકરી છોડી જરબેરાના ફૂલો (Gerbera Flowers)ની ખેતીની શરૂઆત કરી, બંન્ને ભાઈઓ અનેક લોકોને રોજગારી પણ આપી રહ્યા છે. 2019ની શરૂઆતમાં આ બંન્ને ભાઈઓએ જરબેરા ફૂલોનું પોલીહાઉસમાં સ્ટૈડી તરફ પોતાના 28 એકરના ખેતરમાં એક એકર જમીન તેના માટે બનાવાનું શરૂ કર્યું.
કાળી માટીવાળી જમીન આ ફૂલોની ખેતી માટે ફાયદાકારક રહેતી નથી, એટલા માટે તેઓએ જિલ્લાના અલગ-અલગ સ્થળોથી લગભગ અઢી મહિનામાં માટી લાવીને ખેતરને તૈયાર કરી પોલીહાઉસ બનાવી જરબેરાનું વાવેતર (Gerbera Flowers Cultivation)કર્યું. પરંતુ કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન લાગવાના કારણે ફૂલોનું પુરતું વેચાણ થઈ શક્યું નહીં, પરંતુ ફરી બજાર ખુલવા અને ફરી લોકડાઉન લાગ્યા બાદ પણ અલગ-અલગ સ્થળોમાં બજાર ખુલ્લા હોવાના કારણે ફૂલોનો સારો ભાવ મળ્યો હતો.
ફૂલોની કઈ રીતે કરવામાં આવે છે માવજત
જરબેરા ફૂલોના છોડ હોલેન્ડથી આવે છે. આ ફૂલોની ખેતી માટે સંતુલિત તાપમાન અને સિંચાઈ માટે શુદ્ધ પાણીની જરૂરીયાત હોય છે. એક એકરમાં બનેલ પોલીહાઉસમાં 25 હજાર છોડ વિશેષ પ્રકારની માટીમાં લગાવામાં આવે છે. આ છોડને બોર નહીં, પરંતુ કુવાનું પાણી ફિલ્ટર કરી ડ્રીપિંગ દ્વારા પ્રતિ દિવસ 24 મિનિટ પાણી આપવામાં આવે છે.
સાથે જ પાંદડાઓની શાંવરિંગ કરવામાં આવે છે. પોલીહાઉસના ચારો તરફ લાગેલા પડદાઓને સમય-સમય પર ખોલી અને ઢાંકીને તાપમાન નિયંત્રણ કરવામાં આવે છે. આ છોડના વાવેતરને યોગ્ય માવજત કરવામાં આવે તો લગભગ 6 વર્ષ સુધી ફૂલ આપે છે.
બે દિવસના અંતરમાં ખીલે છે ફૂલ
જરબેરાના પ્લાન્ટેશનને બે મહિના બાદ ફુલ આવવા લાગે છે. બે દિવસના અંતરે ફૂલ સંપૂર્ણ રીતે ખીલી જાય છે. આ ફૂલોને તોડી બેકેટમાં ભરી પાણીમાં રાખવામાં આવે છે, જેથી કરી ફૂલોની તાજગી બની રહે ત્યારબાદ તેના ફૂલોના પાંખડીઓ વાળા ભાગને પોલિથિન દ્વારા પેક કરવામાં આવે છે. જેથી ફૂલોમાં ધૂળ ન જામે અને ત્યારબાદ તેને બજાર સુધી વ્યવસ્થિત મોકલવામાં આવે છે. આકર્ષક રંગવાળા જરબેરાના ફૂલને પ્રગતિશીલ ખેડૂતો પોલિથિનમાં પૈક કરી 10/10ના બંચ બનાવી શહેરમાં લઈ જઈ વેચે છે.
એક ફૂલનો ખર્ચ એક રૂપિયાથી દોઢ રૂપિયા
જરબેરાના એક ફૂલનો ખર્ચ એક રૂપિયાથી દોઢ રૂપિયા આવે છે અને ફૂલનો બજાર ભાવ 6થી લઈ 10 રૂપિયા સુધી મળે છે. આ ફૂલ હૈદરાબાદથી દેશના તમામ મોટા શહેર મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર, ઈન્દોરમાં આ ફૂલોની સારી એવી માંગ છે. હવે બજાર ખુલી ગયા છે તો લગ્ન અને કાર્યક્રમના આયોજનમાં આ ફૂલની કિંમત 20 રૂપિયા પ્રતિ નંગ મળવાની આશા છે.
24 હજારની નોકરી છોડી
બંન્ને પ્રગતિશીલ ખેડૂતો મિકેનિકલ એન્જીનિયર છે તેઓ અન્જીનિયરનો અભ્યાસ નાગપુરથી 2016માં પૂરો કરી મહિન્દ્રા કંપનીમાં 24 હજાર રૂપિયા મહિનાના પગાર પર ઈન્ટર્નશિપ જોઈન કરી. નોકરી દરમિયાન બંન્નેના મનમાં હંમેશા એ વિચાર આવતો કે તેમના ટેલેન્ટના પ્રમાણે તેમને પૈસા નથી મળી રહ્યા.
એટલા માટે તેઓ નોકરી દરમિયાન લંચ ટાઈમમાં અમુક નવી શોધમાં લાગ્યા રહેતા હતા. એક દિવસ તેમની નજર જરબેરા ફૂલની ખેતીના પોલીહાઉસ પર પડી, ત્યારબાદ તેઓ હંમેશા લંચ ટાઈમે જરબેરા ફૂલોના પોલીહાઉસમાં સમય વીતાવતા અને રોજ કંઈક અલગ અલગ શીખતા હતા. બંન્ને ભાઈઓએ આ ખેતી પર 80 લાખનું રોકાણ કરી લોકડાઉનના સમયમાં તે રોકાણ ઉભુ કરી આજે મહિને પાંચથી છ લાખ રૂપિયા કમાય છે અને સાથે અન્ય 10 લોકોને રોજગાર પણ આપે છે.
આ પણ વાંચો: કૃષિ વિભાગની સલાહ, ખેડૂતો ચણાના વાવેતરમાં રાખો આ કાળજી
આ પણ વાંચો: Wedding Cost Cutting: ઓછા ખર્ચે કરવા માગો છો લગ્ન? તો આ 7 ટિપ્સથી બચી જશે ઘણા પૈસા