Lavender ની ખેતી ખેડૂતો માટે બની રહી છે ફાયદાનો સોદો, રોજગારીની તકોનું પણ થઈ રહ્યું છે સર્જન

|

Jan 17, 2022 | 1:30 PM

અરોમા મિશન દેશભરના સ્ટાર્ટ-અપ્સ અને ખેડૂતોને આકર્ષી રહ્યું છે. તેના પ્રથમ તબક્કા દરમિયાન, CSIR એ 6000 હેક્ટર જમીન પર ખેતી કરવામાં મદદ કરી. આ મિશન દેશના 46 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યું હતું.

Lavender ની ખેતી ખેડૂતો માટે બની રહી છે ફાયદાનો સોદો, રોજગારીની તકોનું પણ થઈ રહ્યું છે સર્જન
Lavender farming (File Photo)

Follow us on

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે પર્પલ રિવોલ્યુશન એ સ્ટાર્ટ-અપ ઈન્ડિયા(Startup India)માં જમ્મુ અને કાશ્મીરનું યોગદાન છે. તેમણે કહ્યું કે આ પહેલ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી અને આજે આપણે પ્રથમ રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ.

એરોમા મિશન કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેણે ભારતમાં પ્રખ્યાત પર્પલ ક્રાંતિ (Purple Revolution)ને જન્મ આપ્યો છે. આ સંદર્ભમાં, મંત્રીએ જણાવ્યું હતું કે CSIR એ તેની જમ્મુ સ્થિત પ્રયોગશાળા – ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટિગ્રેટિવ મેડિસિન (IIIM) દ્વારા ઘણા જિલ્લાઓમાં ખેતી માટે ઉચ્ચ મૂલ્યના આવશ્યક તેલ લવંડર પાકની રજૂઆત કરી હતી.

શરૂઆતમાં, ડોડા, કિશ્તવાડ, રાજૌરી અને પછી રામબન અને પુલવામા વગેરે સહિત અન્ય જિલ્લાઓમાં લવંડરની ખેતી શરૂ કરવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ટૂંકા ગાળામાં એરોમા/લવેન્ડરની ખેતી (Lavender cultivation) એ કૃષિ સ્ટાર્ટ-અપ્સ માટે કૃષિ ક્ષેત્રે લોકપ્રિય વિકલ્પ બની ગઈ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

લવંડરની ખેતી દ્વારા રોજગારીની તકો

ડૉ. સિંહે જણાવ્યું કે ડોડા જિલ્લાના અંતરિયાળ ગામ ઘેલાનીમાં રહેતો ભારત ભૂષણ નામનો યુવક એક આદર્શ સફળતાની વાર્તા બની ગયો છે. ભૂષણે CSIR-IIIM સાથે મળીને લગભગ 0.1 હેક્ટર જમીનમાં લવંડરની ખેતી શરૂ કરી. આ પછી, જેમ જેમ નફો આવવા લાગ્યો, તેણે તેના ઘરની આસપાસના મકાઈના ખેતરના મોટા વિસ્તારને લવંડર પ્લાન્ટેશનમાં પણ બદલી નાખ્યો.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે આજે તેમણે 20 લોકોને નોકરી પર રાખ્યા છે, જેઓ તેમના લવંડર ક્ષેત્રો અને નર્સરીમાં કામ કરી રહ્યા છે. તે જ સમયે, તેમના જિલ્લાના લગભગ 500 ખેડૂતોએ પણ મકાઈ સિવાય બારમાસી ફૂલોના લવંડર છોડની ખેતી શરૂ કરીને ભારત ભૂષણને અનુસર્યું છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્થાનિક મીડિયામાં ક્યારેય એવું નોંધાયું ન હતું કે IIIM, જમ્મુ એરોમા અને લવંડરની ખેતીમાં રોકાયેલા સ્ટાર્ટ-અપ્સને તેમની પેદાશો વેચવામાં મદદ કરી રહ્યું છે. મુંબઈ સ્થિત અજમલ બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ, અદિતિ ઈન્ટરનેશનલ અને નવનૈત્રી ગામિકા જેવી મોટી કંપનીઓ તેના પ્રાથમિક ખરીદદારો છે.

અરોમા મિશન ખેડૂતોને આકર્ષી રહ્યું છે

ડૉ. જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે CSIR એ તેનો પ્રથમ તબક્કો પૂરો થયા પછી એરોમા મિશનનો બીજો તબક્કો શરૂ કર્યો છે. IIM ઉપરાંત, હવે CSIR-IHBT, CSIR-CIMAP, CSIR-NBRI અને CSIR-NEIST પણ એરોમા મિશનમાં ભાગ લઈ રહ્યા છે.

અરોમા મિશન દેશભરના સ્ટાર્ટ-અપ્સ અને ખેડૂતોને આકર્ષી રહ્યું છે. તેના પ્રથમ તબક્કા દરમિયાન, CSIR એ 6000 હેક્ટર જમીન પર ખેતી કરવામાં મદદ કરી. આ મિશન દેશના 46 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત 44,000 થી વધુ લોકોને તાલીમ આપવામાં આવી અને ખેડૂતોને કરોડોની આવક થઈ છે.

એરોમા મિશનના બીજા તબક્કામાં, દેશભરના 75,000 થી વધુ ખેડૂત પરિવારોને લાભ આપવાના ઉદ્દેશ્ય સાથે 45,000 થી વધુ કુશળ માનવ સંસાધનોને સામેલ કરવાનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો: Viral Video: લાયા નવું ! દુકાનદારે તૈયાર કર્યા કટહલના પકોડા, જોનારના મોંમા આવી ગયું પાણી

આ પણ વાંચો: Viral: કૂતરાને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો અને ગધેડાને આવ્યુ હસવું, જુઓ આ વાયરલ વીડિયો

Published On - 12:29 pm, Mon, 17 January 22

Next Article