કેન્દ્ર સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેથી ખેડૂતોને આર્થિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આ સાથે કેન્દ્ર સરકાર એ પણ ધ્યાન આપી રહી છે કે ખેડૂતોને તેમની વૃદ્ધાવસ્થા દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. આ માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી છે.
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અરજી કરવાની રહેશે. આ યોજનાનું નામ કિસાન માન ધન યોજના રાખવામાં આવ્યું છે. આવો જાણીએ કેવી રીતે ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકે છે.
કિસાન માન ધન યોજના (PM Kisan Maandhan Pension Scheme) મોદી સરકારની એક યોજના છે. આ યોજના 31 મે 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેને કિસાન પેન્શન યોજના પણ કહેવામાં આવે છે કારણ કે આ અંતર્ગત દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શનની સુવિધા આપવામાં આવે છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને પેન્શન તરીકે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવે છે.
18થી 40 વર્ષની ઉંમરના કોઈપણ ખેડૂત આ યોજના હેઠળ લાભ લેવા માટે અરજી કરી શકે છે. હાલમાં દેશના 21 લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રી માન ધન યોજના માટે પોતાની નોંધણી કરાવી છે. આ યોજના હેઠળ પેન્શન ફંડનું સંચાલન ભારતીય જીવન વીમા નિગમ દ્વારા કરવામાં આવે છે. માનધન યોજનામાં ફેમિલી પેન્શનનો લાભ માત્ર પતિ અથવા તો પત્નીને જ મળે છે.
પ્રધાનમંત્રી માન ધન યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. આ રીતે ખેડૂતોને વાર્ષિક 36,000 રૂપિયાની પેન્શન રકમ આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોનું બેંક ખાતું હોવું જરૂરી છે.
પીએમ માન ધન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ખેડૂતને આ માટે દર મહિને પ્રીમિયમ ચૂકવવું પડે છે. આ રકમ લાભાર્થીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવે છે. આ અંતર્ગત લાભાર્થીએ ઉંમર પ્રમાણે 55થી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરાવવાના રહેશે. જો લાભાર્થીની ઉંમર 18 વર્ષ હોય અને જો તે પીએમ માનધા ધન યોજનાનો લાભ લેવા માંગતો હોય તો તેણે દર મહિને 55 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે.
આ યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવેલ પ્રીમિયમની રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો 18 વર્ષના લાભાર્થી દર મહિને 55 રૂપિયા ચૂકવે છે તો સરકાર દ્વારા 55 રૂપિયા પણ ચૂકવવામાં આવે છે. આ રીતે લાભાર્થીનું માસિક યોગદાન રૂ. 110 થાય છે.
પેન્શન યોજનાનો લાભ લેવા માટેનો અરજદાર ભારતનો કાયમી નિવાસી હોવો જોઈએ. આ યોજના માત્ર નાના અને સીમાંત ખેડૂતો માટે છે. અરજી કરવા માટે અરજદારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ. અરજદાર પાસે મહત્તમ ખેતીલાયક જમીન બે હેક્ટર હોવી જોઈએ.
આધાર કાર્ડ બચત બેંક ખાતું / PM કિસાન ખાતું અરજદારનો ફોટો જમીન સંબંધિત દસ્તાવેજો વય પ્રમાણપત્ર મોબાઇલ નંબર
પ્રધાનમંત્રી માન ધન યોજનાનો લાભ લેવા માટે અરજદારો ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે અરજી કરી શકે છે. જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો તમે તમારા નજીકના સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો : ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન, તેની તાકાતથી દેશ સશક્ત બનશે : કેન્દ્રીય કૃષિ મંત્રી
આ પણ વાંચો :India Corona Update: દેશમાં કોરોનાના 24,354 નવા કેસ, માત્ર કેરળમાં જ 13,834 કેસ નોંધાયા