AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને રાહત આપવા માટે આ રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર આપશે સબસિડી, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય

સરકાર કૃષિમાં વપરાતા ડીઝલ-પેટ્રોલ પર 20 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાની યોજના પર કામ કરી રહી છે. જો આ યોજના અમલમાં આવશે તો ખેડૂતોને ઘણી રાહત મળશે.

ખેડૂતોને રાહત આપવા માટે આ રાજ્ય પેટ્રોલ-ડીઝલ પર આપશે સબસિડી, ટૂંક સમયમાં લેવાશે નિર્ણય
Farmer - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 5:38 PM
Share

તાજેતરના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol Diesel Price) ઘણો વધારો થયો છે. ભાવમાં વધારો થવાને કારણે મોંઘવારી વધી રહી છે. કૃષિ કાર્ય અને ખેડૂતો (Farmers) પણ તેનાથી બાકાત નથી.

ખેતી માટે વપરાતી મોટાભાગના મશીનો ડીઝલ પર ચાલે છે. તેના કારણે ખેતીના ઈનપુટ કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. હવે કર્ણાટક સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી ખેડૂતોને રાહત આપવાની યોજના પર કામ કરી રહી છે. સરકારનું કહેવું છે કે સરકાર કૃષિ હેતુ માટે વપરાતા ડીઝલ-પેટ્રોલ પર સબસિડી આપવાનું વિચારી રહી છે. આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

ખેડૂતોને સબસિડીથી રાહત મળશે એક અહેવાલ અનુસાર, કર્ણાટકના કૃષિ મંત્રી બી.સી. પાટીલે કહ્યું છે કે સરકાર કૃષિમાં વપરાતા ડીઝલ-પેટ્રોલ પર 20 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાની યોજના પર કામ કરી રહી છે. જો આ યોજના અમલમાં આવશે તો ખેડૂતોને ઘણી રાહત મળશે.

કર્ણાટકમાં અત્યારે પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. એક કાર્યક્રમમાં બોલતા કૃષિ મંત્રી બી.સી. પાટીલે કહ્યું કે અમે ટૂંક સમયમાં આ મુદ્દે મુખ્યમંત્રી સાથે વાત કરીશું. ખેડૂતો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો પેટ્રોલ અને ડીઝલ પર 20 રૂપિયા પ્રતિ લીટરની સબસિડી આપવાની યોજના મંજૂર કરવામાં આવે તો ખેડૂતોને રાહત મળશે.

છેલ્લા એક વર્ષમાં કૃષિ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા એક વર્ષમાં ડીઝલની કિંમતોમાં વધારો થવાને કારણે કૃષિ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેતર ખેડવાથી લઈને સિંચાઈ સુધી, પહેલા કરતા દોઢ ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. લણણીના કામમાં ઉપયોગમાં લેવાતા કમ્બાઈન મશીન પણ ડીઝલ પર ચાલે છે, તેથી એકંદરે છેલ્લા એક વર્ષમાં કૃષિ ખર્ચમાં વધારો ખેડૂતો પર ભારે પડી રહ્યો છે.

કર્ણાટક સરકાર ખેડૂતોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પર સબસિડીની યોજના શરૂ કરે તો આ પ્રકારની યોજના ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને પણ ફાયદો થશે. સબસિડી મળવાથી ખેડૂતોને ઈનપુટ કોસ્ટમાં ઘટાડો થશે અને તેની આવક વધતા નફામાં વધારો થશે.

આ પણ વાંચો : ખેતર અને પશુઓની સુરક્ષા માટે ફેન્સીંગ જરૂરી છે, જાણો ફેન્સીંગના પ્રકાર અને તેના ફાયદા વિશે

આ પણ વાંચો : Walnut Cultivation: અખરોટની ખેતીથી ચમકી રહ્યું છે ખેડૂતોનું નસીબ, થાય છે અઢળક કમાણી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">