AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં હડિયાણાના ખેડૂત પુત્રએ MBAની પદવી મેળવી અપનાવી ખેતી, કરે છે લાખોની આવક

જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં ખેડુત બાબુ નકુમ શિક્ષિત યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. ઉચ્ચતર શિક્ષણ મેળવીને નોકરી કરવા કરતા વારસામાં મળેલી ખેતીને પોતાનો વ્યવસાય કરી માસિક લાખોની આવક મેળવે છે. હાલ આ યુવાન 30 વિઘા જેટલી જમીનમાં ખેતી કરી રહ્યા છે. મહત્વનું છે કે હાલમાં યુવાનો શિક્ષણ મેળવીને કૃષિ ક્ષેત્રે યોગદાન આપે છે. કારણ કે આ ખેતી સારી આવક મેળવી શકે છે. કૃષિ અને ગામડાઓ સમુધ્ધ બનાવી શકે છે.

જામનગરમાં હડિયાણાના ખેડૂત પુત્રએ MBAની પદવી મેળવી અપનાવી ખેતી, કરે છે લાખોની આવક
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 15, 2023 | 8:24 PM
Share

યુવાનો ઉચ્ચતર શિક્ષણ મેળવીને સારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા હોય છે. પરંતુ જામનગરના યુવાને એમ.બી.એ કરીને ખેતી કરવાનું પસંદ કર્યુ. પિતા અભણ હોવાથી બાળકને શિક્ષણ અપાવ્યુ. ખેડૂત પુત્ર એમ.બી.એ કર્યા બાદ પણ નોકરી છોડીને ખેતીને અપનાવી અને સારી આવક મેળવે છે.

જામનગર જીલ્લામાં આવેલા હડિયાણા ગામમાં ખેડૂત બાબુ નકુમ શિક્ષિત યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. ઉચ્ચતર શિક્ષણ મેળવીને નોકરી કરવા કરતા વારસામાં મળેલી ખેતીને પોતાનો વ્યવસાય કરી માસિક લાખોની આવક મેળવે છે. બાબુ નકુમ 2012માં એમ.બી.એ.ની પદવી વડોદરાથી મેળવી. સારા શિક્ષણ બાદ નોકરી પણ મળી. પરંતુ નોકરી 2 માસ સુધી કરી અને કૃષિમાં રૂચિ હોવાથી પિતા સાથે ખેતી શરૂ કરી અને માસિક સવા લાખથી વધુની આવક મેળવે છે.

બાબુ નકુમના પિતા છગન નકુમને વારસામાં ખેતી મળી છે. 30 વિઘા જેટલી જમીનમાં ખેતી કરતા. અશિક્ષિત હોવાથી પિતાને હિસાબમાં, ખર્ચ-આવકમાં અને વેપારમાં આર્થિક નુકશાન થતુ. પોતે અશિક્ષિત હોવાથી કેટલીક મુશકેલીનો સામનો કર્યો. તે નવી પેઢી ના કરે તેથી બાળકને ખેતીથી દુર રાખીને વડોદરા અભ્યાસ માટે મોકલ્યો.

બાબુ નકુમને પિતાનુ સપનુ પુરૂ કરવા માટે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો. પરંતુ રૂચિ કૃષિમાં હોવાથી ફરી ખેતી તરફ વળ્યો. આધુનિક ખેતી અપનાવી. ટપક સિચાઈ પધ્ધતિથી ખેતી કરી. બગાયતિ પાક ડ્રેગન ફુટનુ વાવેતર કર્યુ અને મહેેનતથી સારૂ પરીણામ મેળવી સારી આવક મેળવે છે. તો યુવાનો શિક્ષિણ મેળવ્યા બાદ શહેરમાં નોકરી કરતા હોવાથી ગામડુ છોડે છે. યુવાને ફરી ગામ આવીને કૃષિના વ્યવસાયને અપનાવ્યો. જે અન્ય યુવાનોને પ્રેરણાસ્તોત્ર બન્યો છે. ગામના વડીલો આ યુવાનની આ પહેલ અને મહેતનને બીરદાવે છે.

બાબુલાલના પત્ની આશાબેન પણ એમ.એ.નો અભ્યાસ કરેલ છે. બાબુલાલને કોઈ પણ પ્રકારનું દબાણ આપ્યા વગર ગામડે રહી પોતાના પતિને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અનુસ્નાતક દંપતિ ખેડુતે સાબિત કર્યુ છે કે આજના યુવાનો અભ્યાસ કરીને શહેરોમાં નોકરી કરે છે. પરંતુ અભ્યાસ કર્યા પછી પોતાની પરંપરાગત ખેતી કરવામાં આવે તો નોકરી કરતા પણ સારી આવક મેળવી શકાય છે. યુવાનો શિક્ષણ મેળવીને કૃષિ ક્ષેત્રે યોગદાન આપે છે. સારી આવક મેળવી શકે છે. કૃષિ અને ગામડાઓ સમુધ્ધ બનાવી શકે છે.

આ પણ વાંચો: પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">