પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન

IFFCO એ સમુદ્રના સેવાળમાંથી સાગરિકા ખાતર તૈયાર કર્યું છે, જે પાક ઉત્પાદનમાં વધારો કરે છે. આ ખાતર સમુદ્રના પાણીમાં ઉગતી લાલ અને ભૂરા રંગના શેવાળમાંથી બનાવવામાં આવે છે. એટલા માટે તેનું નામ સાગરિકા રાખવામાં આવ્યું છે. તેમાં કુલ દ્રાવ્ય પદાર્થોમાં 28 ટકા શેવાળનો રસ હોય છે.

પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન
IFFCO Sagarika
Follow Us:
| Updated on: Nov 15, 2023 | 2:19 PM

કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેતીને વધારે નફાકારક બનાવવા માટે અને ખર્ચને ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરે છે. આ ક્રમમાં IFFCO એ સમુદ્રના સેવાળમાંથી બનેલું જૈવિક ખાતર સાગરિકા લોન્ચ કર્યું છે. આ ખાતર પાક ઉત્પાદન અને જમીનની ગુણવત્તા બંને માટે લાભદાયી છે. IFFCO સાગરિકા એક બાયોસ્ટીમ્યુલન્ટ છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાકનું રક્ષણ કરે છે. આ ખાતરનો ઉપયોગ બધા જ પ્રકારના પાકમાં કરી શકાય છે.

ઈફ્કો સાગરિકા જૈવિક ખાતર શું છે?

IFFCO એ સમુદ્રના સેવાળમાંથી સાગરિકા ખાતર તૈયાર કર્યું છે, જે પાક ઉત્પાદનમાં વધારો કરે છે. આ ખાતર સમુદ્રના પાણીમાં ઉગતી લાલ અને ભૂરા રંગના શેવાળમાંથી બનાવવામાં આવે છે. એટલા માટે તેનું નામ સાગરિકા રાખવામાં આવ્યું છે. તેમાં કુલ દ્રાવ્ય પદાર્થોમાં 28 ટકા શેવાળનો રસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, અકાર્બનિક ક્ષાર, વિટામિન્સ, મેનીટોલ અને અન્ય પોષક તત્વો હોય છે.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

કયા પાકમાં ઉપયોગ કરી શકાય

IFFCO ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, IFFCO સાગરિકા તમામ પ્રકારના પાક જેવા કે, કઠોળ, તેલીબિયાં, નારિયેળ, કોફી, રબર, ચા, કોકો, શણ, શેરડી વગેરે જેવા પાકોમાં કરી શકાય છે. આ ઉપરાંત બાગાયતી પાકો જેવા કે, કેળા, સફરજન, જામફળ, કેરી, પપૈયા વગેરેમાં પણ કરી શકાય છે.

આ પણ વાંચો : ખેડૂતો 31 ડિસેમ્બર સુધી રવિ પાકનો વીમો લઈ શકશે, બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

એક લિટરનો ભાવ 560 રૂપિયા

IFFCO સાગરિકા 100 ટકા ઓર્ગેનિક ખાતર છે. સાગરિકા બજારમાં પ્રવાહી અને ઘન એમ બંને સ્વરૂપમાં લોન્ચ કરવામાં આવી છે. 1 લિટર લિક્વિડ બોટલની કિંમત 560 રૂપિયા છે, જ્યારે ઘન સ્વરૂપમાં આ ખાતરની 10 કિલોની કિંમત 450 રૂપિયા છે. IFFCO સાગરિકા ખાતર પાકની ગુણવત્તા સુધારવા માટે યોગ્ય છે. IFFCO સાગરિકા ખરીદવા માટે http://iffcobazar.in પર જાઓ.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">