ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. કપાસના પાકમાં (Cotton Crop) રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.
1. કપાસનાં મૂળખાઈના રોગના નિયંત્રણ માટે રોગીષ્ઠ થળમાં તેમજ આજુબાજૂના તંદુરસ્ત છોડમાં કોપર ઓકઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી ડ્રેન્ચીંગ કરવું.
2. કપાસમાં ચુસીયા પ્રકારની જીવાત નિયંત્રણ માટે બ્યુવેરીયા બેસિયાના ૪૦ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો ૧૫ દિવસનાં અંતરે ત્રણ છંટકાવ કરવા.
3. પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૫ કિગ્રા પ્રમાણે કપાસના પાક પર છાંટવી. આ દવા શેઢાપાળા પર પણ છાંટવી.
4. સુંઢિયું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરોપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૫ મિલી દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય.
આ પણ વાંચો : અહીં બટાકા સોના કરતાં પણ વેચાય છે મોંઘા, 1 કિલો માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
5. સુંઢિયું જોવા મળે ત્યારે માટે ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિલીઇન્ડોક્ઝાકાર્બ ૨ થી ૩ મિ.લિ., પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મિ.લિ. થાયોડીકાર્બ ૭ ગ્રામ દવા પૈકી કોઈ એક દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
6. સુંઢિયું જોવા મળે ત્યારે પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
આ પણ વાંચો : Gardening Tips: ક્યાં વાતાવરણમાં કઈ શાકભાજી ઉગાડવી ? અહીં છે ટિપ્સ, ઘરની આસપાસ હરિયાળી સાથે પૈસાની થશે બચત
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી