AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે સોલાર પ્લાન્ટ લગાડવા માંગો છો તો સરકાર આપી રહી છે 40 % સબસિડી, જાણો સમગ્ર વિગત

કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઉર્જાને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સબસિડી પર સોલાર પ્લાન્ટ લગાવવા માટે લોકોને સબસિડી આપવામાં આવે છે.

જો તમે સોલાર પ્લાન્ટ લગાડવા માંગો છો તો સરકાર આપી રહી છે 40 % સબસિડી, જાણો સમગ્ર વિગત
Solar plant (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 9:49 AM
Share

કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા અનેક યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં સૌર ઉર્જાને (Solar energy) પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવી જ એક યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના હેઠળ ઘરની છત પર સોલાર પ્લાન્ટ (Solar Plant) લગાવવા માટે સબસિડીવાળી લોન આપવામાં આવે છે. આ સાથે તમે સોલાર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી વધારાની વીજળીને પાવર ગ્રીડને વેચીને નફો કમાઈ શકો છો.

આ સિવાય વીજળી ખરીદવાથી પણ છુટકારો મળે છે. આ સ્થિતિમાં જો તમે ઘર અથવા દુકાનની છત પર સોલાર પ્લાન્ટ લગાવવા માંગો છો તો આ લેખ ચોક્કસ વાંચો. આમાં અમે યોજના વિશે વિગતવાર માહિતી આપવાના છીએ.

મોંઘી વીજળીથી મળશે છૂટકારો

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022 ના અંત સુધીમાં ગ્રીન એનર્જીથી 175 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આના કારણે લોકોને રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા ગ્રીન એનર્જી સેટઅપ માટે સબસિડી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમમાં ઘરની છત પર 3 kW થી 10 kW સુધીની સોલાર પેનલ લગાવી શકાય છે. કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સોલાર પ્લાન્ટની કિંમત કેટલી છે

તમને જણાવી દઈએ કે ઘરની છત પર 2 KW ઓન-ગ્રીડ સોલર પેનલ લગાવવા માટે લગભગ 1 લાખ 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આમાં સોલાર પેનલ, ઇન્સ્ટોલેશન, મીટર અને ઇન્વર્ટરનો સમાવેશ થાય છે. આના પર 40 ટકા સુધીની સબસિડી ઉપલબ્ધ છે.

સોલાર પેનલ માટે લોન

કેન્દ્ર સરકાર દ્વારા મહત્તમ 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. જો છત પર 3 કિલોવોટની સોલાર પેનલ લગાવવામાં આવે અને તે 10 કલાક સૂર્યપ્રકાશ આપે તો દર મહિને લગભગ 450 યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. આનાથી તમે દર મહિને મોંઘી વીજળી પર ખર્ચાતા હજારો રૂપિયા બચાવી શકો છો.

સોલાર પ્લાન્ટ માટે લોન ક્યાંથી મેળવવી

તમને જણાવી દઈએ કે જો તમે આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો, તો તમે કોઈપણ સરકારી બેંકમાં કેન્દ્ર સરકારની ગ્રીન એનર્જી સ્કીમ હેઠળ લોન માટે અરજી કરી શકો છો. હાલમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 3 થી 10 કિલોવોટના સોલાર પ્લાન્ટ માટે લોન આપવામાં આવે છે. તમે આ માટે અરજી કરી શકો છો.

ઓન ગ્રીડ સોલર સિસ્ટમ શું છે?

તમારા માટે એ જાણવું જરૂરી છે કે જ્યાં 24માંથી 20 કે 22 કલાક વીજળી હોય ત્યાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. આમાં, સોલાર પેનલને વીજળી બોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તમે આને ઘરમાં ઉપયોગમાં લેવાતા વીજળી બોર્ડની જેમ કરી શકો છો. બીજી તરફ, બીજી સિસ્ટમ ઑફ-ગ્રીડ સોલર સિસ્ટમ છે, જેમાં સોલર પેનલને ઇન્વર્ટર અને બેટરીથી ચાર્જ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Israel Attack on Gaza Strip : ઇઝરાયલ સેનાએ ગાજા પટ્ટીમાં કરી એરસ્ટ્રાઇક, ફાઇટર પ્લેનથી બોમ્બ ફેંકી રોકેટ હુમલાનો આપ્યો જડબાતોબ જવાબ

આ પણ વાંચો : દિવંગત સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતાએ ફેસબુક પરથી પાઠવી નવા વર્ષની શુભેચ્છા, એક્ટરને યાદ કરીને ઈમોશનલ થયા ફેન્સ

Follow Us
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
આજનું રાશિફળ : કઈ રાશિઓને આજે મળશે કરિયરમાં સફળતા અને ધનલાભ?
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદમાં ગેરકાયદે કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ - જુઓ Video
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
બાળકોએ અનોખી રીતે રજૂ કર્યું 'રાષ્ટ્રગીત', વીડિયો થયો વાયરલ
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
શુદ્ધ દૂધની માંગ વધતા ડેરી ઉદ્યોગ સમૃદ્ધ બનશે: NDDB ચેરમેન
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
વકીલોના વિરોધ અને હડતાળ બાદ હાઈકોર્ટે પોતાનો પરિપત્ર કર્યો રદ
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
Trending Video: 70 વર્ષના દાદીએ સાડી પહેરીને જીમમાં બનાવ્યા 'બાઈસેપ્સ'
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">