શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે

|

Oct 21, 2021 | 11:44 AM

જે ખેડૂતો આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તેઓ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે
Staking Method

Follow us on

ખેતીને નફાકારક બનાવવા માટે ખેડૂતો (Farmers) ઘણી વખત નવી તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિઓમાંની એક છે સ્ટેકીંગ પદ્ધતિ (Staking Method). આ પદ્ધતિથી ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે તો તેમાંથી સારો નફો પણ મેળવી શકાય છે. આ પદ્ધતિ ખૂબ જ સફળ છે અને મોટી સંખ્યામાં ખેડૂતો તેને અપનાવી રહ્યા છે.

જે ખેડૂતો આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તેઓ પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતો કરતાં વધુ ઉત્પાદન લઈ રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે સ્ટેકીંગ પદ્ધતિ શું છે અને તેમાં શાકભાજી કેવી રીતે ઉગાડવામાં આવે છે.

સ્ટેકીંગ પદ્ધતિ શું છે?
આ પદ્ધતિમાં વાંસની મદદથી વાયર અને દોરડાની જાળ બનાવવામાં આવે છે. તેના પર છોડના વેલા ફેલાયેલા રાખવામાં આવે છે. ખેડૂત રીંગણ, ટામેટા, મરચાં, કારેલા, કઠોળ સહિત અન્ય ઘણી શાકભાજીની ખેતી કરી શકે છે. ઘણા ગામોના ખેડૂતો સ્ટેકીંગ પદ્ધતિથી સફળતાપૂર્વક ખેતી કરી રહ્યા છે, કારણ કે આ પદ્ધતિમાં પાક સંપૂર્ણપણે સલામત છે. આ રીતે બજારમાં પાકના ભાવ પણ સારા મળે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્ટેકીંગ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો
1. જો કોઈ ખેડૂત આ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરવા માંગતા હોય તો સૌથી પહેલા લગભગ 10 ફૂટના અંતરે 10 ફૂટ ઉંચા વાંસના થાંભલા ઉભા કરવા જોઈએ.
2. ત્યારબાદ 2-2 ફૂટની ઉંચાઈ પર થાંભલાઓ પર લોખંડના તાર બાંધો.
3. હવે છોડને સૂતળીની મદદથી તાર પર બાંધવામાં આવે છે, જેથી છોડનો વિકાસ ઉપરની તરફ વધતો રહે.
4. આ રીતે છોડની ઉંચાઈ 8 ફૂટ સુધી થઈ જાય છે. તેનાથી છોડ મજબૂત બને છે અને વધુ સારા ફળો આપે છે.

સ્ટેકીંગ પદ્ધતિના ફાયદા
1. આ પદ્ધતિથી ટામેટા, રીંગણ, મરચા, કારેલા જેવા પાકને સડી જતા બચાવી શકાય છે, કારણ કે આ પાકને ટેકો આપવો જરૂરી છે.
2. મોટાભાગના વેલાવાળા છોડ ફળનું વજન સહન કરી શકતા નથી. આ સ્થિતિમાં સ્ટેકીંગ પદ્ધતિ છોડને ટેકો આપે છે.
3. જો ફળ ભેજવાળી સ્થિતિમાં જમીનની નજીક રહે તો તે સડી જશે. તેથી આ પદ્ધતિ ફળોને બગડતા અટકાવી શકાય છે.
4. આ પદ્ધતિથી છોડને તૂટતા પણ અટકાવી શકાય છે.

 

આ પણ વાંચો : Mandi ભાવનગર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 9500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?

Next Article