AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર

જાંબલી રંગનું પાણી પોટેશિયમથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ ઇન્ડોર તેમજ આઉટડોર પ્લાન્ટ્સ માટે થઈ શકે છે. આ તમારા બગીચાના છોડને સારા રાખે છે.

શું તમને ખબર છે કે, ડુંગળીની છાલમાંથી પણ બનાવી શકાય છે જૈવિક ખાતર ? ઘરે જ આ રીતે બનાવો ખાતર
How To Make Organic Fertilizer From Onion Peels
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 2:21 PM
Share

ભારત (India) કૃષિ પ્રધાન દેશ છે. ખેડૂતો (Farmers) ખેતી (Farming) માટે અવનવી રીત અપનાવતા હોય છે. તો ખાતરને લઈને અવનવા પ્રયોગ કરતા રહે છે. સામાન્ય રીતે ડુંગળીના (Onion) ફોતરાને આપણે કચરા પેટીમાં ફેંકી દઈએ છીએ. મોટાભાગના લોકો જાણે છે કે ડુંગળીની છાલ ખૂબ ઉપયોગી છે. ડુંગળીમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને કોપર જેવા તત્વો જોવા મળે છે. પરંતુ હજુ પણ આપણે ડુંગળીની છાલને નકામી માનીએ છીએ.

જો કે, ડુંગળીની છાલની વિશેષતા વિશે માત્ર થોડા લોકો જ જાણતા હશે. આ કુદરતી કાચી છાલનો ઉપયોગ કરીને તમે તમારા છોડ માટે કાર્બનિક જૈવિક ખાતર બનાવી શકો છો અને તેનો તમારા બગીચામાં છંટકાવ કરી શકો છો.

આ માટે તમારે ડુંગળીનો ઉપયોગ કર્યા પછી તેની છાલ બચાવવાની છે. આ બાદ આ છાલ ઉપયોગ કરવાથી બગીચા માટે ખાતર ખરીદવા માટે રૂપિયા ખર્ચવાની જરૂરિયાત દૂર કરી શકશો. આ તમારા ખર્ચમાં ઘટાડો કરશે જેના કારણે તમારો નફો વધશે.

તમે ડુંગળીની છાલથી ઓર્ગેનિક ગાર્ડન ખાતર જાતે બનાવી શકો છો 4 થી 5 ડુંગળીની છાલ લો. તેમને એક લિટર પાણીમાં પલાળી રાખો. મિશ્રણને ઢાંકીને 24 કલાક રાખો. જો કે, શિયાળા દરમિયાન આ સમયગાળો 48 કલાક સુધી લંબાવવામાં આવે છે. આ પછી તેને સીધા ઉપયોગ માટે કન્ટેનરમાં ગાળી લો.

તમે કેટલા દિવસ રાખી શકો છો? ડુંગળીનું છાલનું પાણી પોટેશિયમથી ભરપૂર છે. તેનો ઉપયોગ ઇન્ડોર તેમજ આઉટડોર પ્લાન્ટ્સ માટે થઈ શકે છે. મહિનામાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ છોડના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે પૂરતો સાબિત થાય છે. 10 થી 15 દિવસ સુધી આ પાણીને રાખી શકો છો.

છોડ સ્વસ્થ રહેશે ડુંગળીની છાલનો ખાતર તરીકે ઉપયોગ કરવાથી તમે ઝીરો બજેટ ઓર્ગેનિક ગાર્ડનિંગ તેમજ ખેતીમાં મદદ કરી શકો છો. તેને ફેંકી દેવાને બદલે તમે તેનો ઉપયોગ તમારા છોડને તંદુરસ્ત બનાવવા માટે કરી શકો છો.

છંટકાવ માટે કેવી રીતે તૈયાર કરવો તમે આ કાર્બનિક પ્રવાહી ખાતરનો ઉપયોગ સિંચાઈના પાણી સાથે અથવા સ્પ્રે તરીકે કરી શકો છો. જો કે, એક લિટર પાણીમાં આ પ્રવાહી ખાતરના 100 થી 200 મિલીલિટર નાખીને ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો : Red Lady Finger : ક્યારે પણ લાલ ભીંડા જોયા છે ? લાલ ભીંડાની ખેતીથી કરી શકો છો અઢળક કમાણી, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

આ પણ વાંચો :Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">