Cherry Tomato Farming: ચેરી ટામેટાની ખેતી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પદ્ધતિ

ચેરી ટામેટાં દેખાવમાં જેટલા રંગીન અને ખાવામાં રસદાર હોય છે તેટલા જ તે ઉગાડવામાં પણ સરળ હોય છે. ચેરી ટામેટાંમાં કેલરી ઓછી હોય છે, પરંતુ તેમાં ફાઈબર, વિટામીન A અને C અને કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે લ્યુટીન, લાઈકોપીન અને બીટા કેરોટીન હોય છે.

Cherry Tomato Farming: ચેરી ટામેટાની ખેતી કેવી રીતે કરવી, જાણો સંપૂર્ણ પદ્ધતિ
Cherry Tomato Farming (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:35 PM

જો તમે ચેરી ટામેટાની ખેતી (Tomato Farming) કરવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને ચેરી ટામેટાની ખેતી (Cherry Tomato Cultivation)ની સાથે તેની જાતો વિશે પણ જણાવીશું જે તમને સારી એવી કમાણી કરાવી શકે છે. ચેરી ટામેટા દેખાવમાં જેટલા રંગીન અને ખાવામાં રસદાર હોય છે તેટલા જ તે ઉગાડવામાં પણ સરળ હોય છે. ચેરી ટામેટાંમાં કેલરી ઓછી હોય છે, પરંતુ તેમાં ફાઈબર, વિટામીન A અને C અને કેરોટીનોઈડ એન્ટીઓક્સીડેન્ટ્સ જેમ કે લ્યુટીન, લાઈકોપીન અને બીટા કેરોટીન હોય છે. સ્વાસ્થ્ય માટે લાભદાયક હોવાની સાથે તેની ખેતી નફાકરક પણ છે, ત્યારે જેઓ તેમના ખેતરમાં તેની ખેતી કરવા માંગે છે. તેમને આજે અમે ચેરી ટમેટાની ખેતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ચેરી ટામેટાની ખેતી

  1. ચેરી ટામેટા માટે પાણીના નિકાલવાળી જમીન સારી મનાય છે.
  2. આપની જાણકારી માટે જણાવી દઈએ કે આ ટામેટાં વસંતઋતુની શરૂઆતમાં લગાવવામાં આવે છે.
  3. તેની ખેતી માટે બીજની ટ્રેને માટીથી ભરો.
  4. દરેક ખાનામાં લગભગ 1⁄2 સેમી ઊંડો ખાડો અથવા છિદ્ર બનાવો.
  5. Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
    Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
    Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
    Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
    'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
    ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  6. પછી તેમાં બીજ વાવો અને પછી તેને માટીથી ઢાંકી દો.
  7. 5 થી 7 દિવસમાં અંકુરણ શરૂ થશે.
  8. ત્યારબાદ તેને ટ્રેમાંથી કાઢો અને તેને જમીનમાં વાવો.
  9. ચેરી ટામેટાને દિવસમાં 6થી 8 કલાક સીધો સૂર્યપ્રકાશ જોઈએ છે.
  10. ટામેટાંને છ કલાકનો સંપૂર્ણ સૂર્યપ્રકાશ, સારી હવાની અવરજવર અને ખાતરવાળી માટીની જરૂર પડે છે.
  11. જ્યારે ચેરી ટામેટાના છોડ ઝડપથી વધવા લાગે છે, ત્યારે છોડને પડતા અટકાવવા માટે વાંસના થાંભલા વડે ટેકો આપો.
  12. સંતુલિત NPK ખાતર સાથે છોડને ફળદ્રુપ કરો.
  13. જમીનને ભેજવાળી રાખો અને ખૂબ સૂકી ન રાખો કારણ કે આનાથી ફળ પર નકારાત્મક અસર પડશે જેનાથી ફળમાં તિરાડ અથવા સડી શકે છે.
  14. રોપ્યા પછી તમે 65થી 70 દિવસમાં ફળો જોઈ શકશો.
  15. સંપૂર્ણ પાકેલા ટામેટાં મોટા ટામેટા કરતાં નરમ હોય છે.
  16. ચેરી ટમેટાની અનિશ્ચિત જાતો જ્યાં સુધી પાણી અને ખાતર મેળવે ત્યાં સુધી ફૂલ અને ફળ આપવાનું ચાલુ રાખશે.

ચેરી ટામેટાની જાતો

ચેરી ટામેટાની જાતો, બ્લેક ચેરી(Black Cherry), ચેરી રોમા(Cherry Roma), ટામેટા ટો(Tomato Toe), કરન્ટ(Currant), યલો પિઅર(Yellow Pear) પ્રમાણે છે.

ચેરી ટામેટામાં આવતી જીવાતો અને રોગ

સનબર્ન, બ્લોસમ એન્ડ રોટ, ફંગલ ઈન્ફેક્શન અને વ્હાઈટફ્લાય ચેરી ટામેટા માટે જોખમ ઊભું કરી શકે છે.

ચેરી ટામેટાના સ્વાસ્થ્ય લાભો

ચેરી ટામેટા પોટેશિયમનો સારો સ્ત્રોત છે અને શરીરમાં હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. ચેરી ટામેટા એ એક સમૃદ્ધ સુપરફૂડ છે, જે શરીરની ઘણી સિસ્ટમોને લાભ આપે છે. ચેરી ટામેટાના પોષક તત્ત્વો તંદુરસ્ત ત્વચા, વજન ઘટાડવા અને હૃદયના સ્વાસ્થ્યને મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: Success Story: આ પ્રગતિશીલ ખેડૂતે કરી દુનિયાના સૌથી મોંઘા શાકભાજીની ખેતી, કિંમત જાણી ચોંકી જશો

આ પણ વાંચો: Tech News: હવે ફોનની બેટરી જલ્દી ખતમ નહીં થાય! જો કોઈ એપ આ કામ કરશે તો યુઝરને મળશે એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">