ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું? વાંચો આ અહેવાલ
ખરીફમાં પાકોનું આગોતરું આયોજન
Bhavesh Bhatti

|

May 12, 2021 | 2:11 PM

જુન માસમાં ખરીફ સિઝનની શરૂઆત થશે. ખેડૂતોએ ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું તે અંગેની સમજ અને માહિતી હશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખરીફમાં લેવામાં આવનાર પાકોનું આગોતરું આયોજન કેવી રીતે કરવું.

* પાકની પસંદગી બાદ આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણ અનુરૂપ ભલામણ થયેલ તથા વધુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરવી.

* હંમેશા સરકારી કંપની દ્વારા બનાવેલ રાસાયણિક ખાતર વાપરવાનો જ આગ્રહ રાખવો.

* રાસાયણિક ખાતર ભેજરહિત અને વજન ચકાસણી કરીને ખરીદવું. તેમજ પાક ભલામણ મુજબ રાસાયણિક ખાતરની ખરીદી કરવી અને પાકું બીલ લેવું.

* રોગ-જીવાત સામે પ્રતિકાર ધરાવતી જાત પસંદગી કરવી.

* બિયારણ ખરીદતી વખતે પેકિંગ સાઈઝ, વજન, જાતનું નામ, સર્ટીફાઈડ ટેગ, ભાવ અને ભેજ રહિત છે કે નહી તે ચકાસણી કરીને લેવું.

* તેમજ પાકું બીલ વિક્રેતા પાસેથી લેવું. તેમાં પોતાનું નામ, બિયારણનો પાક, જાત, લોટ નંબર, વજન અને ભાવ યોગ્ય જગ્યાએ લખાયેલ છે તેનો વિક્રેતા પાસે આગ્રહ રાખવો.

* જંતુનાશક દવા ખરીદતી વખતે પાકમાં આવતાં રોગ-જીવાત માટે ભલામણ કરેલ દવાનું વિક્રેતા પાસેથી ખરીદી કરવી.

* જંતુનાશક દવા એક્ષ્પાયર થયેલ છે કે નહી તે ચકાસણી કરવી તેમજ જંતુનાશક દવાનું પાકું બીલ લેવું જેમાં ખેડૂતનું નામ, ગામ, જંતુનાશક દવાનું નામ, બેચ નંબર,પેકિંગ સાઈઝ, વજન/લીટર, ભાવ બીલમાં યોગ્ય જગ્યાએ લખાવવા.

* ખરીફ સીઝનની શરૂઆત થતાં પહેલાં આપણા વિસ્તાર, જમીન અને વાતાવરણને અનુકુળ પાક પસંદગી કરવી.

* ક્ષાર સહનસીલ પાકો : જુવાર, ટમેટા, રીંગણા અને ભીંડો

* ક્ષાર સંવેદનસીલ પાકો :- શેરડી, શાકભાજી અને આંબો

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati