AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to Grow Coriander Plant : કોથમીરની ડાંડી ફેંકતા પહેલા 1 મિનિટ આ વાંચી લો, ઘરે જ ઉગશે નવો છોડ!

બીજ વગર પણ ઘરે તાજી કોથમીર ઉગાડી શકાય છે! રસોડામાં બચેલી કોથમીરની ડાંડીને પાણી અથવા માટીમાં લગાવીને નવો છોડ તૈયાર કરવાની સરળ રીત જાણો.

How to Grow Coriander Plant : કોથમીરની ડાંડી ફેંકતા પહેલા 1 મિનિટ આ વાંચી લો, ઘરે જ ઉગશે નવો છોડ!
Image Credit source: AI Generated & Designed by Rajsingh Sisodiya
| Updated on: Aug 21, 2026 | 7:14 PM
Share

રસોડામાં વપરાતી લીલી કોથમીરની ડાંડીને ફેંકી દેવાને બદલે તેનો ઉપયોગ કરીને ઘરે જ નવો કોથમીરનો છોડ તૈયાર કરી શકાય છે. તેના માટે મોંઘા બીજ કે ખાસ સાધનોની જરૂર નથી. પાણી, યોગ્ય પ્રકાશ અને થોડી કાળજીથી તમે ઘરની બારી કે બાલ્કનીમાં તાજા લીલી કોથમીર ઉગાડવાનો પ્રયાસ કરી શકો છો.

લીલી કોથમીર ભોજનનો સ્વાદ વધારવાની સાથે તેની સુગંધમાં પણ વધારો કરે છે. શાક, દાળ, ચટણીથી લઈને વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે. જોકે બજારમાંથી લાવેલી કોથમીર થોડા જ દિવસોમાં સુકાઈ કે બગડી જાય છે. આવી સ્થિતિમાં વારંવાર બજારમાંથી કોથમીર ખરીદવી પડે છે. પરંતુ જો ઘરમાં જ કોથમીર ઉગાડવાનો પ્રયાસ કરવામાં આવે તો આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. ખાસ વાત એ છે કે રસોડામાં બચેલી કોથમીરની  ડાંડીનો જ આ માટે ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણીએ ડાંડીની મદદથી કોથમીરનો છોડ કેવી રીતે ઉગાડી શકાય.

ડાંડીમાંથી કોથમીરનો છોડ કેવી રીતે ઉગાડવો?

  • યોગ્ય ડાંડી પસંદ કરો : સૌપ્રથમ તાજી અને લીલી કોથમીર લો, કોથમીરની પાંદડીઓ ઉપયોગમાં લીધા બાદ તેની ડાંડી અલગ કરી લો. શક્ય હોય તો ડાંડીના નીચેના ભાગમાં મૂળનો થોડો હિસ્સો બચેલો હોય તેવી ડાંડી પસંદ કરો. આવી ડાંડીમાંથી ફરીથી વૃદ્ધિ થવાની શક્યતા વધારે રહે છે.
  • પાણીમાં રાખો : હવે એક સ્વચ્છ ગ્લાસ અથવા નાનું કાચનું જાર લો અને તેમાં થોડું પાણી ભરો. કોથમીરની  ડાંડીનો માત્ર નીચેનો ભાગ પાણીમાં રાખો. આખી  ડાંડીને પાણીમાં ડુબાડવાની જરૂર નથી.
  • પૂરતો પ્રકાશ આપો : ગ્લાસને એવી જગ્યાએ રાખો જ્યાં સારો કુદરતી પ્રકાશ મળતો હોય. ઘરમાં બારી પાસેનું સ્થાન યોગ્ય રહી શકે છે. અનુકૂળ પરિસ્થિતિમાં થોડા સમય બાદ ડાંડીમાંથી નવા મૂળિયાં અને લીલી કૂંપળો દેખાવા લાગશે.

પાણીમાં કોથમીર ઉગાડતા હોવ તો આ બાબતોનું ધ્યાન રાખો

પાણીમાં ડાંડી ઉગાડવાની રીત સરળ છે, પરંતુ તેની નિયમિત કાળજી લેવી જરૂરી છે. ગ્લાસનું પાણી સમયાંતરે બદલી નાખો, જેથી પાણી બગડે નહીં અને ડાંડી સડવાની શક્યતા ઘટે. છોડને પૂરતો પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જોકે બપોરના સમયે પડતી ખૂબ જ તીવ્ર ગરમી કે સતત સીધા તડકાથી તેને બચાવવું સારું રહેશે. નવી પાંદડીઓ આવવા લાગે ત્યારે જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકાય છે.

માટીમાં પણ ઉગાડી શકાય છે કોથમીરની ડાંડી

જો તમે છોડને લાંબા સમય સુધી ઉગાડવા માંગતા હોવ તો મૂળવાળી ડાંડીને માટીમાં ટ્રાન્સફર કરી શકો છો.

  • યોગ્ય માટી પસંદ કરો : મૂળવાળી ડાંડીને એવી હળવી માટીમાં વાવો જેમાં પાણી સરળતાથી બહાર નીકળી શકે. કુંડામાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • પાણી અને પ્રકાશનું ધ્યાન રાખો : માટીને હળવી ભેજવાળી રાખો, પરંતુ વધારે પાણી ન આપો. કુંડાને પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. યોગ્ય સંભાળ મળે તો ડાંડીમાંથી નવી પાંદડીઓ ફૂટવાની શરૂઆત થઈ શકે છે.

આ વાત ખાસ ધ્યાનમાં રાખશો

માત્ર કોથમીરની ડાંડીને પાણીમાં મૂકી દેવાથી દરેક વખતે ભરપૂર પ્રમાણમાં અને લાંબા સમય સુધી કોથમીર ઉગશે એવું જરૂરી નથી. ડાંડીમાં જીવંત ટિશ્યૂ અને મૂળનો ભાગ હોવો મહત્વપૂર્ણ છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મૂળ સાથે બચેલી ડાંડીનો ઉપયોગ કરો. છોડમાં નવી વૃદ્ધિ દેખાવા લાગે ત્યાર બાદ તેને માટીવાળા કુંડામાં ટ્રાન્સફર કરવાથી લાંબા સમય સુધી ઉછેરવાની શક્યતા વધી શકે છે.

આ રીતે રસોડામાં ઉપયોગ કર્યા બાદ બચેલી કોથમીરની ડાંડીને કચરામાં ફેંકવાને બદલે તેમાંથી ફરી છોડ ઉગાડવાનો પ્રયાસ કરી શકાય છે. થોડી કાળજી અને યોગ્ય વાતાવરણ સાથે બારી, બાલ્કની કે નાના કુંડામાં ઘરે જ તાજા કોથમીર ઉગાડવાનો આ એક સરળ અને રસપ્રદ ઉપાય બની શકે છે.

ઘરે જ ઉગાડો આદુનો છોડ, બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે : જાણો સરળ રીત

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">