AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gram Suraksha Yojana: માત્ર 50 રુપિયાના રોકાણથી ખેડૂતોને મળશે 35 લાખ રૂપિયાનું રિર્ટન

ગ્રામીણ ભારતની આવક વધી શકે તે માટે સરકાર ગ્રામીણ વિકાસ માટે ઘણી યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને, લાભાર્થીઓને પાકતી મુદત પર 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

Gram Suraksha Yojana: માત્ર 50 રુપિયાના રોકાણથી ખેડૂતોને મળશે 35 લાખ રૂપિયાનું રિર્ટન
Gram Suraksha YojanaImage Credit source: TV9 Digital
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 6:36 PM
Share

ગ્રામીણ ભારત આપણા અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. જેને જોતા સરકાર લોકોની આવક વધારવાના તમામ પ્રયાસો કરી રહી છે. ગ્રામીણ ભારતની આવક વધી શકે તે માટે સરકાર ગ્રામીણ વિકાસ માટે ઘણી યોજનાઓ લાવે છે. આવી જ એક યોજના પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેમાં દરરોજ 50 રૂપિયાનું રોકાણ કરીને, લાભાર્થીઓને પાકતી મુદત પર 50 લાખ રૂપિયાનું વળતર મળી શકે છે.

આ પણ વાંચો: હવે વંદે ભારત ટ્રેનના ટ્રેક વચ્ચે નહીં આવે ઢોર, અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેનના રૂટ પર લગાવાઇ રહી છે પ્રોટેક્શન વોલ

ગ્રામ સુરક્ષા યોજનાના લાભો

ગ્રામ સુરક્ષા યોજના એ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી યોજના છે. જેમાં 19 વર્ષથી 35 વર્ષ સુધીના ભારતીય નાગરિક અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે ગ્રામ સુરક્ષા યોજનામાં 10,000 રૂપિયાથી લઈને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે આ યોજનામાં દર મહિને, ત્રણ મહિના, છ મહિના અથવા દર વર્ષે હપ્તાઓમાં રોકાણ કરી શકો છો.

આ સ્કીમ હેઠળ ખાતાધારકે દરરોજ 50 રૂપિયા એટલે કે દર મહિને 1500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જે બાદ મેચ્યોરિટી પર 31 લાખથી 35 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. આ સાથે, જો લાભાર્થી 80 વર્ષની વયે મૃત્યુ પામે છે, તો તેના નોમિનીને બોનસની સાથે સંપૂર્ણ રકમ આપવામાં આવશે.

લોન અને બોનસનો લાભ મળશે

ગ્રામ સુરક્ષા યોજનામાં, રોકાણકારોને બોનસ અને લોનની સુવિધા આપવામાં આવે છે, પરંતુ લોનની સુવિધા ત્યારે જ મળી શકે છે જ્યારે લાભાર્થી 4 વર્ષથી રોકાણ કરી રહ્યા હોય. ત્યારે 5 વર્ષ પછી, બોનસનો લાભ પણ શરૂ થાય છે. આ ઉપરાંત, જો ધારક રોકાણ દરમિયાન જ સરન્ડર કરવા માંગે છે, તો આ સુવિધા 3 વર્ષ પછી ઉપલબ્ધ થશે.

પૈસા ક્યારે મળશે

પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના હેઠળ 80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર 35 લાખ રૂપિયાની રકમ મળશે. આ સિવાય લાભાર્થી પાકતી મુદત પહેલા રકમ પણ ઉપાડી શકે છે. આ કિસ્સામાં, 55 વર્ષ માટે રોકાણ પર 31 લાખ 60,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. 58 વર્ષની મુદત માટે રોકાણ કરવા પર, 33 લાખ 40,000 રૂપિયા અને 60 વર્ષની પરિપક્વતા પર, 34 લાખ 60,000 રૂપિયાની સંપૂર્ણ રકમ આપવામાં આવશે.

ઈચ્છુક રોકાણકારો વધુ માહિતી માટે ભારતીય પોસ્ટની અધિકૃત સાઇટની મુલાકાત લઈને યોજના સંબંધિત માહિતી મેળવી શકે છે. આ સિવાય તમે નજીકની પોસ્ટ ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો.

અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો શિકાર બન્યો શ્રમિક, ઊંચાઈથી પટકાતા ઈજા
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
સુરતના માંડવીમાં ટાંકી તુટતા થયા ભ્રષ્ટાચારના આક્ષેપ, ઈજનેર સસ્પેન્ડ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અહેસાસ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકીય અનામતની માંગ
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
ભરૂચમાં પ્લાસ્ટિક વપરાશ પર પાલિકાની કડક કાર્યવાહી
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
123 કરોડના 'નલ સે જલ યોજના' કૌભાંડનો કેસ, CIDને એક વધુ મળી સફળતા
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગનું મેગા ઑપરેશન
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News: ધોલેરાનો કાયાકલ્પ કરશે UAE, ગુજરાતમાં કરશે મોટું રોકાણ
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
Breaking News : અમરેલીના નાનીધારી ગામમાં દીપડો ઘરમાં ઘૂસતા અફરાતફરી !
g clip-path="url(#clip0_868_265)">